Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ હૃદયસ્પર્શી વીડિયો-ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ કર્યું

દંતકથા રૂપ ગિરના સિંહોની જોડી જય-વીરુને લોક શૈલીમાં એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ હૃદયસ્પર્શી વીડિયો ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ કર્યું
Advertisement
  1. ગિરની પ્રખ્યાત સિંહ 'જય અને વીરુ' ની જોડીને સમર્પિત હ્રદયસ્પર્શી વિડિયો-ગીત, ડોક્યુમેન્ટરી (Parimal Nathwani)
  2. રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ હૃદયસ્પર્શી વિડિયો-ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ કર્યું
  3. આ ગીત જય-વીરુના અતૂટ બંધન, અખૂટ શક્તિ અને અણમોલ બંધુત્વને શ્રદ્ધાંજલિ રૂપ
  4. 'આ ગીત અને ડોક્યુમેન્ટરી મારફતે હું તેમને યથાર્થ શ્રદ્ધાંજલિ આપવા માગું છું'

GIR : ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહ 'જય અને વીરુ' ની જોડીને સમર્પિત હ્રદયસ્પર્શી લોક શૈલીમાં રચાયેલું એક ભાવપૂર્ણ વિડિયો-ગીત “જય-વીરુની જોડી” (Jai-Veeru Ni Jodi) તેમ જ એક ડોક્યુમેન્ટરી “જય-વીરુની અમરગાથા” નું રાજ્યસભા સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણીએ (Parimal Nathwani) આજે લોકાર્પણ કર્યું. આ બંને સિંહોનું તાજેતરમાં અવસાન થયું છે.

Advertisement

આદિત્ય ગઢવીના સ્વર, ભાર્ગવ અને કેદારનું સંગીત, લેખક પાર્થ તારપરા

પરંપરાગત સંગીત અને લોકવાદ્યોની છાયામાં તૈયાર થયેલું આ ગીત ગિરના રાજા સમાન બનેલા જય-વીરુના અતૂટ બંધન, અખૂટ શક્તિ અને અણમોલ બંધુત્વને શ્રદ્ધાંજલિ રૂપ છે. ગીતમાં જય અને વીરુનો પારસ્પરિક પ્રેમ તથા તેમની જોડીને બિરદાવનારાઓની હૃદયની લાગણીઓ પ્રતિબિંબિત થાય છે. જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ (Aditya Gadhvi) આ ગીત અને ડોક્યુમેન્ટરીને સ્વર આપ્યો છે. ગીત અને ડોક્યુમેન્ટરીનું આલેખન જાણીતા સ્ક્રીનપ્લે લેખક અને ગીતકાર પાર્થ તારપરાએ (Parth Tarpara) કર્યું છે. સંગીત ભાર્ગવ અને કેદારની પ્રતિભાસભર જોડીએ તૈયાર કર્યું છે. આ જ ટીમે “ગિર ગજવતી આવી સિંહણ” નામનું લોકપ્રિય ગીત પણ બનાવ્યું હતું, જે ગયા વર્ષે વર્લ્ડ લાયન ડે (10 ઓગસ્ટ, 2024) ના દિવસે રિલીઝ થયું હતું.

Advertisement

આ પણ વાંચો - Amreli : બાળસિંહનાં મોત મામલે પરિમલ નથવાણીનું મોટું નિવેદન, કહ્યું- બાળસિંહ આપણી મૂડી છે..!

ગીત, ડોક્યુમેન્ટરી અનેક સિંહ પ્રેમીનાં ભાવોને અભિવ્યક્ત કરે છે : Parimal Nathwani

ગુજરાતની લોક-સંસ્કૃતિ સાથે જોડાયેલા લોક કલાવંતો દ્વારા સર્જાયેલું “જય-વીરુ ની જોડી” એ માત્ર એક ગીત નથી, પણ ગિરના આ બે વિખ્યાત સિંહોની વિરાસતને ઉજાગર કરતી એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પણ છે. “જય-વીરુની અમરગાથા”, બીજી બાજુ, સાસણ ગિરની (Sasan-Gir) સુંદરતા તેમ જ પ્રભાવશાળી સિંહ જોડીની હાજરીએ તેને કઈ રીતે અસાધારણ બનાવતી હતી તેનું વર્ણન કરે છે. તે જય અને વીરુના અનંત બંધન અંગે પણ જણાવે છે. “જય અને વીરુ માત્ર સિંહ ન હતા—તેઓ વફાદારી, એકતા અને મિત્રતાનું દ્રષ્ટાંત હતા. આ જોડીએ ઘણા લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે,” તેમ સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું અને ઉમેર્યું કે “આ ગીત અને ડોક્યુમેન્ટરી મારા અને અનેક સિંહ પ્રેમીઓનાં ભાવોને અભિવ્યક્ત કરે છે.”

આ પણ વાંચો - Gir ની દંતકથા સમાન સિંહ જોડી 'જય અને વીરુ' ભલે વિખૂટી પડી પરંતુ, તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે

'આ ગીત અને ડોક્યુમેન્ટરી મારફતે હું તેમને યથાર્થ શ્રદ્ધાંજલિ આપવા માગું છું'

વધુમાં, આ વર્ષના વર્લ્ડ લાયન ડે (10 ઓગસ્ટ) નિમિત્તે સાંસદ પરિમલ નથવાણીએ (Parimal Nathwani) જય-વીરુની યાદમાં વિશિષ્ટ સ્મૃતિસભર ટી-શર્ટ્સ પણ તૈયાર કરાવ્યાં છે, જે સાસણ-ગિરની સુવેનિયર દુકાનમાં ઉપલબ્ધ રહેશે. ગિર અને સિંહોના જતન-સંવર્ધન માટે સતત કાર્યરત સાંસદ પરિમલ નથવાણી તેમનાં વાર્ષિક લાયન કૅલેન્ડર અને સોશ્યલ મીડિયા પર ગિરના સિંહો (GIR Lion) અને વન્યજીવ સૃષ્ટિ વિશેની માહિતી મૂકતા રહેવા માટે પણ જાણીતા છે. તેમણે જણાવ્યું કે “જય-વીરુની જોડી” ગીત તમામ મોખરાનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. તેઓએ ઉમેર્યું કે “જય અને વીરુની ગર્જના આપણી ચેતનામાં હંમેશા જીવંત રહે અને આ ગીત અને ડોક્યુમેન્ટરી મારફતે હું તેમને યથાર્થ શ્રદ્ધાંજલિ આપવા માગું છું,” તેમણે એ પણ યાદ કર્યું કે તેઓ જય અને વીરુના નામકરણ કરવાની પ્રક્રિયામાં પણ જોડાયેલા હતા, જેને કારણે આ શ્રદ્ધાંજલિ વધુ લાગણીસભર બની છે.

આ પણ વાંચો - Amreli : બાળસિંહનાં મોત મામલે MLA હીરા સોલંકીનું મોટું નિવેદન! કહ્યું-સરકાર ખૂબ જ ચિંતિત..!

Tags :
Advertisement

.

×