ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mukesh Ambani : ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, આકાશ અને શ્લોકા અંબાણીએ દ્વારકાધીશનાં દર્શન કર્યા, જુઓ Video

મંદિરનાં વારાદાર પૂજારીએ અંબાણી પરિવારનાં સદસ્યોને ભગવાન દ્વારકાધીશનાં પાદુકા પૂજન કરાવી આશિર્વચન આપ્યા છે.
04:23 PM May 24, 2025 IST | Vipul Sen
મંદિરનાં વારાદાર પૂજારીએ અંબાણી પરિવારનાં સદસ્યોને ભગવાન દ્વારકાધીશનાં પાદુકા પૂજન કરાવી આશિર્વચન આપ્યા છે.
MukeshAmbani_Gujarat_first
  1. રિલાયન્સ કંપનીનાં માલિક પહોંચ્યા દ્વારકાધીશનાં શરણે (Mukesh Ambani)
  2. મુકેશ અંબાણી સહિત પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકા અંબાણી પહોંચ્યા મંદિર
  3. દ્વારકાધીશ મંદિર ખાતે પૂજન, રાજભોગનાં દર્શન કર્યા
  4. મંદિરનાં પૂજારીએ પાદુકા પૂજન કરાવી આશિર્વચન આપ્યા
  5. ભગવાન દ્વારકાધીશ પર અંબાણી પરિવારની અતૂટ શ્રદ્ધા

એશિયાનાં ટોચનાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) પરિવાર સાથે દ્વારકાધીશનાં દર્શન કરવા દેવભૂમિ દ્વારકા પહોંચ્યા છે. મુકેશ અંબાણી સહિત પુત્ર આકાશ અંબાણી (Akash Ambani) અને પુત્રવધુ શ્લોકા અંબાણીએ (Shloka Ambani) દ્વારકાધીશનાં દર્શન કર્યા. અંબાણી પરિવારનાં ત્રણેય સભ્યોએ દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple) ખાતે રાજભોગનાં પણ દર્શન કર્યા. મંદિરનાં વારાદાર પૂજારીએ અંબાણી પરિવારનાં સદસ્યોને ભગવાન દ્વારકાધીશનાં પાદુકા પૂજન કરાવી આશિર્વચન આપ્યા છે.

આ પણ વાંચો - Gujarat ATS ની મોટી સફળતા, કચ્છમાંથી ઝડપાયો પાકિસ્તા માટે જાસૂસી કરતો શખ્સ

મુકેશ અંબાણી સાથે પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકા અંબાણી પહોંચ્યા મંદિર

રિલાયન્સ કંપનીનાં (Reliance Company) માલિક અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમનાં દીકરા આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણી સાથે દ્વારકા પહોંચ્યા છે. અંબાણી પરિવાર દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ત્યારે અંબાણી પરિવારનાં ત્રણેય સભ્યો આજે દ્વારકાધીશનાં દર્શન-પૂજન કર્યા. ત્યાર બાદ દ્વારકાધીશ મંદિર ખાતે રાજભોગનાં પણ દર્શન કર્યા. મંદિરનાં વારાદાર પૂજારીએ અંબાણી પરિવારનાં સદસ્યોને ભગવાન દ્વારકાધીશનાં પાદુકાપૂજન કરાવી આશિર્વચન આપ્યા છે.

આ પણ વાંચો - Kutch : PM મોદી 26 મીએ ‘માતાનો મઢ’ ખાતે રૂ. 32.71 કરોડનાં ખર્ચે થયેલ વિકાસકાર્યોનું ભુજથી કરશે ઇ-લોકાર્પણ

મંદિરનાં પૂજારીએ પાદુકા પૂજન કરાવી આશિર્વચન આપ્યા

અંબાણી પરિવારનાં (Ambani Femily in Dwarka) સદસ્યોએ દ્વારકાધીશજીની (Dwarkadhish Temple) ધ્વજાનું પણ પૂજન કર્યું. દરમિયાન, કલેક્ટર તેમ જ દ્વારકાનાં એસડીએમ, દ્વારકાધીશનાં સમિતિનાં વહીવટદાર દ્વારા મુકેશ અંબાણીને દ્વારકાધીશ મંદિરનું સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું છે. જણાવી દઈકે, બે મહિના પહેલા અનંત અંબાણીએ દ્વારકાની પદયાત્રા (Anant Ambani Padyatra) કરી હતી. જામનગર (Jamnagar) સ્થિત રિલાયન્સ ટાઉનશિપથી આ પદયાત્રા શરૂ થઈ હતી અને 170 કિમીની આ પદયાત્રા 10 દિવસમાં પૂર્ણ થઈ હતી.

આ પણ વાંચો - શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અબુ ધાબીમાં BAPS મંદિરની મુલાકાત લીધી

Tags :
Akash AmbaniAmbani Femily in DwarkaAnant Ambani PadyatraDevbhoomi DwarkaDwarkadhish templeGUJARAT FIRST NEWSJamnagarmukesh ambaniReliance CompanySHLOKA AMBANITop Gujarati News
Next Article