Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ Gondal દ્વારા મુક્તિધામ ખાતે મહાશિવરાત્રીને લઈને 700 કિલો ફ્રુટનો શણગાર

Gondal: ગોંડલ મુક્તિધામ ખાતે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ gondal દ્વારા મુક્તિધામ ખાતે મહાશિવરાત્રીને લઈને 700 કિલો ફ્રુટનો શણગાર
Advertisement
  1. મહાશિવરાત્રીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
  2. મંદિરમાં સવારે 6 વાગ્યે ભસ્મ આરતી કરવામાં આવી
  3. સવારે 10 વાગ્યે મહાદેવને ફૂલનો શણગાર કરવામાં આવ્યો

Gondal: ગોંડલ મુક્તિધામ ખાતે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમા સવારે 6 વાગ્યે ભસ્મ આરતી ત્યાર બાદ 700 કિલો ફળ ફ્રુટનો શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ફ્રુટ ના શણગારમાં તરબૂચ, દ્રાક્ષ, મોસંબી, કેળા, સફરજન, જામફળ, પાઈનેપલ, પપૈયા, દાડમ, ડ્રેગન, બોર, ટેટી, ચીકુ, કિવી, સ્ટ્રોબેરી અને સંતરા સહિતના ફ્રુટથી શણગાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ‘દાનનો અનેરો મહિમા’ વાળીનાથ મંદિરમાં પરિવારે કર્યુ દીકરાનું દાન, મહંત જયરામગીરી બાપુએ વ્યક્ત કર્યો રાજીપો

Advertisement

બપોરે 12 વાગે મહાઆરતી કરવામાં આવી હતી

સવારે 10 વાગ્યે મહાદેવને ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ફૂલ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે 12 વાગે મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ સર્વે ભક્તોને ફળાહારમાં ફ્રુટ ડિશ, અને ભાંગનો પ્રસાદ આપવામાં આવ્યો મહા શિવરાત્રીના પર્વને લઈને મુક્તિધામ ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Mahakumbh 2025: મહાશિવરાત્રીમાં અત્યાર સુધી 1.18 કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન!

ગોંડલી નદીના કિનારે કર્મકાંડ માટે 4 યજ્ઞશાળા બનાવવામાં આવી

ગોંડલ શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ મુક્તિધામ (સ્મશાન)આશરે 5 વિઘામાં પથરાયેલું છે. જેમાં મુખ્ય દ્વારે ગણેશજી અને હનુમાનજી મહારાજ બિરાજમાન છે. ત્યાર બાદ શિવજી ની ભવ્ય મૂર્તિ મુકવામાં આવી છે. અને ભવ્ય બગીચો જેનું નામ કેશવબાગ છે, અને મુક્તેશ્વર મહાદેવ નું મંદિર, પ્રાર્થના હોલ, સર્વે માતાજી ના મંદિરો, તેમજ ગોંડલી નદીના કિનારે કર્મકાંડ માટે 4 યજ્ઞશાળા બનાવવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×