Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai-Ahmedabad Bullet Train Project : સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતો 36 મીટર ઊંચા પુલનું નિર્માણ

Mumbai-Ahmedabad Bullet Train Project: કામદારો માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) જેમાં ફુલ-બોડી હાર્નેસ પણ શામેલ છે, સતત પહેરવી ફરજિયાત છે.
mumbai ahmedabad bullet train project   સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતો 36 મીટર ઊંચા પુલનું નિર્માણ
Advertisement
  1. મહત્ત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી
  2. સાબરમતી નદી પર હાલમાં 36 મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે
  3. લગભગ 118 ફૂટ જેટલો અને 12 માળની ઈમારતની ઊંચાઈ સમાન છે આ પુલ
  4. પુલમાં 50 થી 80 મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના (Mumbai-Ahmedabad Bullet Train Project) ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી નદી પર હાલમાં 36 મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે, જે લગભગ 118 ફૂટ જેટલો અને 12 માળની ઈમારતની ઊંચાઈ સમાન છે. આ પુલ 480 મીટર સુધી ફેલાયેલો છે અને તે પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં છે, જે લગભગ 14.8 મીટર ઊંચી છે. એકવાર તૈયાર થઈ ગયા પછી, આ પુલ આધુનિક જોડાણનાં પ્રતિક રૂપે ઊભો રહેશે અને હાઈ સ્પીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલમાં ચાલી રહેલા રેલ નેટવર્ક વચ્ચેનાં સમન્વયનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

Advertisement

અમદાવાદ જિલ્લામાં (Ahmedabad), બુલેટ ટ્રેનની લાઈનદોરી અનેક નિર્માણ જેમ કે ફ્લાયઓવર, પુલ, રેલવે લાઇન અને મેટ્રો કરિડોરને પાર કરે છે. આઈઆરસી (ઈન્ડિયન રોડ્સ કૉન્ગ્રેસ) માર્ગદર્શિકા અનુસાર ટોચનાં બાંધકામ બિંદુથી 5.5 મીટરની ફરજિયાત ઊભી ક્લિયરન્સ જાળવવા માટે, સાબરમતી નદીના (Sabarmati River) પુલના થાંભલાની વધારેલી ઊંચાઈ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

Advertisement

કુલ આઠ (08) વર્તુળાકાર થાંભલા, જેમનો વ્યાસ 6 થી 6.5 મીટર છે, બનાવવામાં આવ્યા છે. તેમામાંથી ચાર (04) નદીનાં પટમાં છે, બે (02) નદીનાં કિનારાઓ પર (દરેક બાજુએ એક) છે અને બે (02) નદીનાં કિનારા બહાર આવેલ છે. પુલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે થાંભલાની વ્યૂહાત્મક જગ્યાએ સ્થાપનાથી નદીનાં પાણીના પ્રવાહમાં ઓછામાં ઓછી અડચણ પડે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં (Mumbai-Ahmedabad Bullet Train corridor) મોટાભાગનાં નદીનાં પુલમાં સામાન્ય રીતે આશરે 40 મીટરના ટૂંકા સ્પાન હોય છે, જ્યારે આ પુલમાં 50 થી 80 મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી નદીનાં પટમાં થાંભલાની સંખ્યા ઘટાડવામાં આવે.

આ પણ વાંચો -Pradhanmantri KIsan Utsav Divas : આવતીકાલે રાષ્ટ્રીય કક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે

આ પુલમાં કુલ 5 સ્પાન દરેક 76 મીટરના અને 2 સ્પાન દરેક 50 મીટરના છે. દરેક સ્પાનમાં 23 સેગમેન્ટ હોય છે જે સાઇટ પર કાસ્ટ ઈન-સિતુ પદ્ધતિથી બનાવવામાં આવે છે. આ સેગમેન્ટનું કાસ્ટિંગ અત્યંત ચોકસાઈથી કરવું જરૂરી છે, જેમાં દરેક તબક્કે ઊંચું કૌશલ્ય ધરાવતું કર્મચારી દળ અને એક પ્રતિબદ્ધ ટીમની જરૂર પડે છે, જેથી નિર્માણની મજબૂતાઈ અને ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાય.

આ પુલ બેલેન્સ્ડ કૅન્ટિલિવર પદ્ધતિનો ઉપયોગ કરીને બાંધવામાં આવી રહ્યો છે, જે ઊંડા પાણી અને નદીઓ પરનાં લાંબા સ્પાનવાળા પુલ માટે યોગ્ય એવી વિશિષ્ટ બાંધકામ તકનિક છે. આ પદ્ધતિનો તાત્પર્ય એ છે કે પુલની નીચે પાલખી લગાવ્યા વિના પુલનું બાંધકામ કરવામાં આવે છે અને દરેક થાંભલા પરથી ડાબી અને જમણી બાજુનાં સેગમેન્ટોને ક્રમશઃ જોડીને, પોસ્ટ-ટેન્શનિંગ અને સંતુલન દ્વારા પુલનો સુપરસ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવે છે. આ રીતે સતત અને સ્થિર પુલનો ડેક તૈયાર થાય છે.

પુલના બાંધકામ દરમિયાન સર્વોચ્ચ સુરક્ષા ધોરણો સુનિશ્ચિત કરવા માટે, ખાસ કરીને ઊંચાઈએ કામ સંબંધિત પ્રવૃત્તિઓ માટે મજબૂત સલામતી પ્રોટોકોલ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે. કાર્ય સ્થળ ઉપર કડક જવાબદારી અને શિસ્ત જાળવવા માટે સ્ટ્રક્ચર્ડ વર્ક પરમિટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. તમામ કામદારો માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) જેમાં ફુલ-બોડી હાર્નેસ પણ શામેલ છે, સતત પહેરવી ફરજિયાત છે. ઊંચાઈમાંથી પડવાનું જોખમ ઘટાડવા માટે ફોર્મ ટ્રાવેલર/પુલ બિલ્ડર માળખાની નીચે કેચ નેટ્સ લગાવવામાં આવ્યા છે. બાંધકામ પ્રક્રિયાની રિયલ-ટાઈમ મોનીટરિંગ માટે CCTV કેમેરા સ્થાપવામાં આવ્યા છે.

આ પણ વાંચો -Gandhinagar : સરકારી કંપનીઓ ખાતર બારોબાર ખાનગી કંપનીઓને વેંચે છે, ભારતીય કિસાન સંઘના ગંભીર આક્ષેપો

પુલના બાંધકામના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તમામ ફાઉન્ડેશન અને સબસ્ટ્રક્ચર કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે, જ્યારે સુપરસ્ટ્રક્ચર સંબંધિત પ્રવૃત્તિઓ જેમ કે થાંભલાના માથાનું બાંધકામ અને સેગમેન્ટ કાસ્ટિંગ હાલ ચાલી રહી છે.

પુલના મુખ્ય લક્ષણો:

• પુલની લંબાઈ 480 મીટર
• નદીની પહોળાઈ 350 મીટર
• આમાં 5 સ્પાન દરેક 76 મીટરના અને 2 સ્પાન દરેક 50 મીટરના સામેલ છે
• થાંભલાની ઊંચાઈ 31 મીટરથી 34 મીટર
• 6 મીટર અને 6.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર થાંભલા (કુલ 8)
• આ પુલ સાબરમતી (Sabarmati River) અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે સ્થિત છે, જે સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી 01 કિમી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 04 કિમી દૂર છે
• આ નર્મદા અને તાપ્તી સાથે ભારતની મહત્વપૂર્ણ પશ્ચિમ પ્રવાહી નદીઓમાંની એક છે, જે અરવલ્લી પર્વતમાળા પરથી ઉદ્ભવે છે અને અરબી સમુદ્રના ખંભાતની ખાડીમાં જઈ મળે છે.

વધારાની માહિતી:

એમએએચએસઆર કોરિડોરમાં (Mumbai-Ahmedabad Bullet Train Project) કુલ 25 નદીના પુલનો સમાવેશ થાય છે, જેમાંથી 21 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં આવેલ છે. ગુજરાતમાં યોજના મુજબના 21 નદીનાં પુલોમાંથી 16 પુલ પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાં : પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), વેંગણિયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), ધાધર (વડોદરા જિલ્લો), કોલક (વલસાડ જિલ્લો), વાત્રક (ખેડા જિલ્લો), કાવેરી (નવસારી જિલ્લો), ખરેરા (નવસારી જિલ્લો), મેશ્વ (ખેડા જિલ્લો), કીમ (સુરત જિલ્લો), દારોથા (વલસાડ જિલ્લો) અને દમણ ગંગા (વલસાડ જિલ્લો) નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - Rainfall Alert: હવે ભારે વરસાદ પડશે, IMD એ ઓગસ્ટ-સપ્ટેમ્બર માટે ચેતવણી જાહેર કરી

Tags :
Advertisement

.

×