Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda: પેપર મીલમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, નડિયાદ ફાયર બ્રિગ્રેડે મેજર કોલ જાહેર કર્યો

ખેડાનાં વરસોલા પાસે આવેલ પેપર મીલમાં ભીષણ આગ લાગી છે. નડિયાદ ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.
kheda  પેપર મીલમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન  નડિયાદ ફાયર બ્રિગ્રેડે મેજર કોલ જાહેર કર્યો
Advertisement
  • ખેડાનાં વરસોલા પાસે પેપર મીલમાં ભીષણ આગ
  • નડિયાદ ફાયર બ્રિગ્રેડની ટીમે મેજર કોલ જાહેર કર્યો
  • શ્રી નારાયણ પેપરમીલમાં લાગી ભીષણ આગ

ખેડાનાં વરસોલા પાસે આવેલ પેપર મીલમાં ભીષણ આગ લાગી હોવાની જાણ નડિયાદ ફાયર બ્રિગ્રેડને થતા નડિયાદ ફાયર બ્રિગ્રેડ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતું આગ કાબુમાં ન આવતા નડિયાદ ફાયર બ્રિગ્રેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.

કંપાઉન્ડમાં પડેલ રો મટીરીયલ બળીને ખાખ

ખેડા જીલ્લાનાં વરસોલા પાસે આવેલ શ્રી નારાયણ પેપરમીલનાં ખુલ્લા કંપાઉન્ડમાં પડેલ પેપરનાં રો મટીરીલસમાં અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુનાં લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. આગ લાગી હોવાની જાણ નડિયાદ ફાયર બ્રિગ્રેડને કરવામાં આવતા નડિયાદ ફાયર બ્રિગ્રેડ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું આગ એટલી ભીષણ હતી કે જોત જોતામાં સમગ્ર કંપાઉન્ડમાં પડેલ કાગળનાં રો મટીરીયલમાં પ્રસરી જતા વિકરાળ આગ સર્જાવા પામી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ VADODARA : ડભોઇ ST ડેપો બહાર પેસેન્જર બેસાડવા મુદ્દે છુટ્ટા હાથે મારામારી

અન્ય જીલ્લાઓમાંથી ફાયર બ્રિગ્રેડ બોલાવવામાં આવ્યા

પેપર મીલમાં લાગેલ આગ કાબુમાં ન આવતા નડિયાદ ફાયર બ્રિગ્રેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ નડિયાદ ફાયર બ્રિગ્રેડનાં ત્રણ વોટર બ્રાઉઝર, આણંદ, ખેડા, મહેમદાવાદ તેમજ અસલાલીથી પર ફાયર ફાઈટરની ટીમો રવાનાં થઈ હતી. આગ લાગવાનાં કારણે પેપરનાં રો મટીરીયલ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. જેથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ Bhavnagar: પાલીતાણામાં સ્કૂલ બસનાં ડ્રાઈવરે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા, પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ

Tags :
Advertisement

.

×