Nandotsav : શામળાજી ખાતે ઉજવાયો ભવ્ય નંદોત્સવ, બાળ કૃષ્ણને ચાંદીના રમકડાં ચડાવાયા
- Nandotsav,
- ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ શામળાજી ખાતે રંગે ચંગે નંદોત્સવ ઉજવાયો
- શામળાજીમાં બાળ કૃષ્ણને ચાંદીના પારણામાં ઝુલાવાયા
- હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
Nandotsav : જન્માષ્ટમીના બીજા દિવસે નંદોત્સવ (Nandotsav) ઉજવવાની પરંપરા છે. આજે જન્માષ્ટમીના બીજા દિવસે સમગ્ર ગુજરાતમાં શ્રી કૃષ્ણ મંદિરોમાં લાખો ભકતો ઉમટી પડશે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં મટકી ફોડ કાર્યક્રમ અને ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ શામળાજી (Shamlaji) ખાતે રંગે ચંગે નંદોત્સવ ઉજવાયો. જેમાં બાળ કૃષ્ણને ચાંદીના પારણામાં ઝુલાવાયા. હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે.
Nandotsav Gujarat First-17-08-2025---
ભવ્યાતિભવ્ય Nandotsav
ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ શામળાજી ખાતે રંગે ચંગે નંદોત્સવ ઉજવાયો. શ્રી કૃષ્ણ જન્મ બાદ બીજા દિવસે નંદોત્સવની ઉજવણી કરવાની પ્રાચીન પરંપરા છે. શામળાજીમાં બાળ ક્રિષ્ણ લાલજીને ચાંદીના ફૂલોથી શણગારેલા પારણામાં પધરાવી ઝુલાવાયા. પારણે ઝૂલતા બાળ કૃષ્ણને રમકડાં પણ અર્પણ કરાયા. નંદોત્સવ બાદ ભક્તિભાવ પૂર્વક શામળિયાની આરતી કરાઈ. આજે શામળાજીમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
Nandotsav Gujarat First-17-08-2025-
આ પણ વાંચોઃ દ્વારકા-ડાકોર-શામળાજીમાં ભગવાન શ્રીકૃષ્ણજન્મની ભવ્ય ઉજવણી
પ્રભુને પારણે ઝુલાવવાનું માહાત્મ્ય
જન્માષ્ટમી પર્વમાં નંદોત્સવનું અનેરુ મહત્વ છે. નંદોત્સવમાં નંદરાયજી પ્રભુ ને પાલને ઝુલાવે છે, રમાડે છે. ઉત્સાહ સાથે પ્રભુનો ગોકુળમાં જન્મોત્સવ ઉજવાય છે. જેને નંદ મહોત્સવ કે નંદોત્સવ કહેવામાં આવે છે. આજે જન્માષ્ટમીના બીજા દિવસે નંદોત્સવ (Nandotsav) ઉજવવાની પરંપરા છે. આજે જન્માષ્ટમીના બીજા દિવસે સમગ્ર ગુજરાતમાં શ્રી કૃષ્ણ મંદિરોમાં લાખો ભકતો ઉમટી પડશે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં મટકી ફોડ કાર્યક્રમ અને ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. આજે બાળ ગોપાલને પારણે ઝુલાવવા ભકતો ઉમટી પડે છે. શામળાજીમાં ચાંદીના પારણામાં બાળ ગોપાળને મુકવામાં આવ્યા છે. તેમની સમક્ષ ચાંદીના મોર, ગાય, હાથી વગેરે જેવા રમકડાં મુકવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદના નરોડાગામમાં જન્માષ્ટમીનો પરંપરાગત આઠમનો મેળો, ગોલ્ડન ટેમ્પલે ભક્તોની ભીડ


