Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Naran Kachhadia : પૂર્વ સાંસદે અમરેલી SP પર કર્યા આકરા વાકપ્રહાર, હપ્તા લેવાનો કર્યો આક્ષેપ

Amreli જિલ્લામાં રાજકારણ વિરુદ્ધ પોલીસ વિભાગનો જંગ જામ્યો છે. પૂર્વ સાંસદ નારણ કાછડીયા (Naran Kachhadia) એ અમરેલી SP જ આકરા વાકપ્રહાર કરતા ચકચાર મચી ગઈ છે. વાંચો વિગતવાર.
naran kachhadia   પૂર્વ સાંસદે અમરેલી sp પર કર્યા આકરા વાકપ્રહાર  હપ્તા લેવાનો કર્યો આક્ષેપ
Advertisement
  • પૂર્વ સાંસદ Naran Kachhadia એ અમરેલી પોલીસ પર કર્યા આકરા વાકપ્રહાર
  • દારુ-રેતી ખનન મુદ્દે Amreli Police આંખ આડા કાન કરવાનો આક્ષેપ કર્યો
  • ભાજપનું કાર્યાલય કાર્યકર્તાઓ ચલાવે છે પોલીસની જેમ હપ્તાથી નહીં- Naran Kachhadia
  • Vipul Dudhat કોણ છે તેની આ લોકોને ખબર નથી - નારણ કાછડીયા

Naran Kachhadia : અમરેલી જિલ્લામાં રાજકારણ વિરુદ્ધ પોલીસ વિભાગનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. હવે આ જંગમાં પૂર્વ સાંસદ નારણ કાછડીયા (Naran Kachhadia) એ અમરેલી પોલીસ પર ખાસ તો SP પર સીધા આક્ષેપો કરી દીધા છે. તેમણે કહ્યું કે, અમરેલી પોલીસ (Amreli Police) દારુ અને રેતી ખનનના હપ્તા લે છે. મેં રેતી ખનનના ફોટો મોકલ્યા હતા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.

નારણ કાછડીયા આકરા પાણીએ

પૂર્વ સાંસદ Naran Kachhadia એ અમરેલી પોલીસ પર હપ્તા લેવાનો આક્ષેપ કર્યો છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, Amreli Police કરવતની ધારની જેમ બંને બાજુએથી પૈસા પડાવે છે. અમરેલી પોલીસ બુટલેગર પાસેથી પણ હપ્તા લે છે અને જે દારુ પીવે છે તેની પાસેથી પણ પૈસા પડાવે છે. કાછડીયાએ અમરેલી SP ને અનુલક્ષીને કહ્યું કે, અમરેલી SP કહે છે કે,પીવાવાળાઓને રોકો પણ દારુ વેચનારાઓને પકડો તો પીવાવાળાઓ આપોઆપ બંધ થશે.

Advertisement

રેતી ખનન મુદ્દે પોલીસને આડેહાથ લીધી

અમરેલી પોલીસ રેતી ખનન મુદ્દે આંખ આડા કાન કરતી હોવાનો આક્ષેપ પૂર્વ સાંસદ Naran Kachhadia એ કર્યો છે. તેમણે કહ્યું કે, 28મી તારીખે શૈત્રુંજી નદીમાં થતાં ગેરકાયદેસર રેતી ખનનના ફોટા મેં જાતે IG અને SP ને મોકલ્યા હતા, છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસ અને ખનન માફિયાઓની ભાગીદારીથી રેતીના ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે. અમરેલીના ચક્કર ગઢ રોડ પર મહિલાઓના વોકિંગ ટ્રેક પર રાત્રે રેતીના ડમ્પરો દોડે છે. રેતી અને દારૂની એજન્સીઓ પોલીસની છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

Advertisement

આ પણ વાંચોઃ   

ભાજપ કાર્યાલય કઈ રીતે ચાલે છે તે જણાવ્યું

પૂર્વ સાંસદ Naran Kachhadia એ અમરેલી પોલીસ પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા એટલું જ નહિ તેમણે ભાજપનું કાર્યાલય કઈ રીતે ચાલે છે અને પોલીસની કાર્યપદ્ધતિની પણ સરખામણી કરી. તેમણે કહ્યું કે, ભાજપનું કાર્યાલય કાર્યકર્તાઓ ચલાવે છે, તમારી જેમ દારૂ-રેતીના હપ્તાથી નથી ચાલતું. ભાજપના કાર્યકર્તાઓ તમારી જેમ હપ્તા લઈને એશોઆરામ નથી કરતા.

વિપુલ દુધાત મુદ્દે પણ પોલીસને તતડાવી

પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ વિપુલ દુધાત (Vipul Dudhat) મુદ્દે પણ અમરેલી પોલીસ અને ખાસ કરીને SP ને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું છે. તેમણે કહ્યું કે, સંજય ખરાત હજુ 6-8 મહિનાથી આવ્યા છે એમને ખબર નથી વિપુલ દુધાતનું ઘર શું છે ? ભાજપની સ્થાપના પહેલાએ ઘર જનસંઘમાં હતા. વિપુલ દુધાતના મોટાભાઈ હરેશ દુધાત ગાંધીનગરમાં નોકરી કરે છે. ટૂંકમાં આ એલફેલ વ્યક્તિ નથી કે ઓફિસ ચલાવવા હપ્તા લે.

આ પણ વાંચોઃ   

Tags :
Advertisement

.

×