ઈડર APMC માર્કેટ સાપાવાડા ખાતે ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત 102 ગ્રામ સંગઠનોની રચના કરવામાં આવી ગ્રામીણ મહિલાઓના મહિલાઓ ઉત્કર્ષ માટે ગરીબી રેખા નીચે જીવતા પરિવારો જીવન ધોરણ ઉંચુ લાવવા માટે 2011 માં PM નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) દ્વારા શરૂ કરવામાં આવી હતી. અને ગ્રામીણ આજીવિકા મિશન NRLM નામ રાખવામાં આવ્યું હતું. વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત ઇડર APMC માર્કેટ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવન 33 ગ્રામ સંગઠનો 24.75 લાખ કોમ્યુનિટી ઇન્વેમેન્ટ ફડ 43 ગ્રામ સંગઠનો કુલ 445 લાખ ફાળવણી કરવામાં આવી.
ઇડર વડાલીના ગામો કુલ 2319 સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી જેમાં કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફડ અંતર્ગત 15 લાખનો ચેક કાનપુર સંગઠન મહિલાઓને આપવામાં આવ્યો હતો. તાલુકામાંથી આવેલ સખી મંડળો ન ચેકો આપવામાં આવ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ સભા સંબોદન સાંભર્યું હતું. જેમાં ઇડર ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, તાલુકા પ્રમુખ પ્રેમલભાઈ દેસાઈ, ઇડર તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ, ઇડર મામલતદાર, ઇડર APMC ડિરેક્ટર જ્યોતિન્દ્રભાઈ, ઇડર પ્રાંત અધિકારી, APMC ચેરમેન અશોકભાઈ પટેલ તેમજ સખી મંડળની આશરે 6 હજારથી વધારે મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
અહેવાલ - યશ ઉપાધ્યાય
આ પણ વાંચો - ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલ જિલ્લામાં પહોંચી, જાણો રાહુલ ગાંધીએ લોકોને શું કહ્યું
આ પણ વાંચો - Food for Thought Fest 2024: અમદાવાદમાં ફૂડ ફોર થોટ ફેસ્ટ 2024 નો ભવ્ય પ્રારંભ, જાણો કેવું છે આયોજન?
આ પણ વાંચો - કોંગ્રેસ MLA Geniben Thakor એ જાણો કઇ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની વ્યક્ત કરી ઈચ્છા


