Mansukh Vasava : અધિકારી, વેપારીઓને મનસુખ વસાવાએ રોકડું પરખાવ્યું, કહ્યું- તમે ગામનાં રાજા નથી..!
- વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સાંસદે Mansukh Vasava એ અધિકારીઓને તતડાવ્યા!
- સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓ મુદ્દે પિત્તો ગુમાવ્યો
- APMC અને વેપારીઓનાં પાકના ભાવને લઈ સાંસદ અકળાયા
- આદિવાસીઓને વેપારીઓ લૂંટવાનું બંધ કરે: મનસુખ વસાવા
- તમે મામલતદાર છો ગામના રાજા નથી: મનસુખ વસાવા
Narmada : ડેડીયાપાડાનાં નિગટ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં (Vikas Saptah Program) સાસંદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો હતો અને આદિવાસીઓ મુદ્દે અધિકારીઓને જાહેર મંચ પરથી તતડાવ્યા હતા. APMC અને વેપારીઓનાં પાકનાં ભાવ મામલે સાંસદ ખૂબ જ અકળાયા હતા અને અધિકારીઓને પણ ઝાટક્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ (Mansukh Vasava) કહ્યું કે, આદીવાસીઓને વેપારીઓ લૂંટવાનું બંધ કરે, જે લોકો આવું કરે છે તેમના પર કેસ કરો. તેમણે આગળ કહ્યું કે, મામલતદાર છો ગામનાં રાજા નથી, જિલ્લા કલેક્ટર અહીંનાં રાજા નથી.
આ પણ વાંચો- Junagadh : ગોરક્ષનાથજીની મૂર્તિ તોડવા મામલે પોલીસને મહત્ત્વની કડી મળી, કરશે ચોંકાવનારો ખુલાસો!
Narmada । મામલતદાર છો રાજા નથી
પછી કહેતા નહીં કે મસુખભાઈ તતડાવે છે । Gujarat Firstવિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સાંસદે અધિકારીઓને તતડાવ્યા
સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓ મુદ્દે પિત્તો ગુમાવ્યો
APMC અને વેપારીઓના પાકના ભાવને લઈ અકડાયા સાંસદ
ડેડીયાપાડાના નિગટ ગામે વિકાસ સપ્તાહ… pic.twitter.com/vdvpMMvJar— Gujarat First (@GujaratFirst) October 13, 2025
આદિવાસીઓને વેપારીઓ લૂંટવાનું બંધ કરો : Mansukh Vasava
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાનાં (Dediapada) નિગટ ગામે 'વિકાસ સપ્તાહ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાસંદ મનસુખ વસાવા આદીવાસીઓની સમસ્યાઓ મુદ્દે અધિકારીઓ અને વેપારીઓ પર બરોબરનાં અકળાયા હતા. સાંસદ મનસુખ વસાવાએ (Mansukh Vasava) કહ્યું કે, APMC અને વેપારીઓ પાકનાં ભાવ મામલે ખેડૂતો સાથે અન્યાય કરે છે. મકાઈનાં ભાવ 2100 રૂપિયા છે, તેની જગ્યાએ વેપારીઓ રૂ. 1800 થી 2000 નો ભાવ આપે છે, જે જાહેર થયેલા ભાવ કરતા ઓછો છે. સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી રોકડું પરખાવી કહ્યું કે, આદિવાસીઓને વેપારીઓ લૂંટવાનું બંધ કરો. જે લોકો આવું કરે છે એવા લોકો પર કેસ કરવા તંત્રને ટકોર કરી હતી.
આ પણ વાંચો- Botad : હડદડમાં ઘર્ષણ મુદ્દે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન, કહ્યું- શાંતિપ્રિય ગુજરાતમાં..!
આદિવાસીઓનાં ઘરનું વીજ કનેક્શન કાપતા સાસંદ અકળાયા
સાંસદ મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, તંત્ર આમાં ધ્યાન આપે નહીં તો હું જાતે આવા વેપારીઓ પર કાર્યવાહી કરીશ તો ભારે પડશે. સાસંદે આદિવાસીઓનાં ઘરનું વીજ કનેક્શન કાપતા મામલતદારને જાહેર મંચ પરથી ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે, તમે મામલતદાર છો, ગામનાં રાજા નથી. સરકારી જમીનોમાં રહેતા આદિવાસીઓનાં વીજ કનેકશન કપાવી નાખતા સાંસદ ગુસ્સે ભરાયા હતા. ઉપરાંત, જિલ્લા કલેક્ટરને પણ સાંસદે ચીમકી આપી હતી અને કહ્યું હતું કે, કોઈ પણ ગામડાંમાં પ્રૉજેક્ટ લાવતા પહેલા અમારું ધ્યાન દોરો. કલેક્ટર અહીંનો રાજા નથી, અમને છંછેડતા નહિ... બાકી જોઈ લેજો પછી. વિકાસ કરવો હોય તો પદાધિકારીઓ અને અધિકારીઓ તમામને સાથે રાખી કોઈ પણ પ્રોજેકટ લાવો. પરંતુ, આદિવાસીઓને રંજાડવાનું કામ ન કરશો.


