નર્મદાનાં નીર કચ્છનાં છેવાડાનાં ગામડાઓ સુધી પહોંચશે, NABARD એ મંજૂર કર્યા રૂ. 2006 કરોડ
- કચ્છ જિલ્લાનાં અંતરાળનાં ગામડાનાં ખેડૂતોને પણ નર્મદા જળનો લાભ મળશે (NABARD)
- જિલ્લાના ટપ્પર ડેમથી દૂરનાં ગામડાનાં રિઝર્વોઇર સુધી પાઈપલાઈન નાખવાની યોજના
- નાબાર્ડે આ માટે રૂ. 2006 કરોડનું ઋણ મંજૂર કર્યું છે.
નર્મદા નદીનું (Narmada river) પાણી નર્મદા શાખા કેનાલ મારફતે ગુજરાતનાં અનેક ભાગો અને રાજસ્થાન સુધી પહોંચે છે. હવે, કચ્છ જિલ્લાનાં અંતરાળનાં ગામડાનાં ખેડૂતોને પણ નર્મદા જળનો લાભ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર ડેમથી દૂરનાં ગામડાનાં રિઝર્વોઇર સુધી પાઈપલાઈન નાખવાની યોજના અમલમાં મૂકી રહી છે અને નાબાર્ડે (NABARD) આ માટે રૂ. 2006 કરોડનું ઋણ મંજૂર કર્યું છે.
127 ગામડાનાં લગભગ 2 લાખ લોકો લાભાન્વિત થશે
કચ્છ (Kutch) જિલ્લો દેશનો સૌથી મોટો જિલ્લો છે અને તેના મોટાભાગના ભાગોમાં અત્યાર સુધી સિંચાઈનાં પાણીની અછત રહી છે. ટપ્પર ડેમથી (Tappar Dam) જિલ્લાનાં વિવિધ ગામડાઓ સુધી પાઈપલાઈન નાખવાની આ યોજનાથી 127 ગામડાનાં લગભગ 2 લાખ લોકો લાભાન્વિત થશે અને 1.57 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. વર્ષ 2023-24 માં અમલમાં મૂકાયેલા પ્રથમ તબક્કામાં નાબાર્ડે રૂ. 3235 કરોડનું ઋણ મંજૂર કર્યું હતું. હવે, બીજા તબક્કા હેઠળ રૂ. 2006 કરોડનું ઋણ મંજૂર કરવામાં આવ્યું છે. આ રિયાયતી દરે અપાતું ઋણ ગ્રામીણ આધારભૂત રચના વિકાસ નિધિ (RIDF) હેઠળ મંજૂર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - MahaKumbh 2025 : મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે 'Gujarat Pavilion', વાંચો વિગત
ખેડૂતો હવે એકથી વધારે પાકનું વાવેતર કરી શકશે
બીજા તબક્કામાં પાઈપલાઈન માકણપર ગામ સ્થિત મુખ્ય સ્ટેશનથી નારા રિઝર્વોઇર સુધી (ઉત્તરી લિંક કેનાલ) અને ટપ્પર સ્થિત મુખ્ય પંપિંગ સ્ટેશનથી સાંધરો રિઝર્વોઇર સુધી (દક્ષિણ લિંક કેનાલ) નાખવામાં આવી રહી છે. ઉત્તર અને દક્ષિણ લિંક કેનાલો દ્વારા પાણીની ઉપલબ્ધતાથી કચ્છનાં દૂરનાં ગામડાઓનાં ખેડૂતો એકથી વધારે પાકોનું વાવેતર કરી શકશે.
આ પણ વાંચો - Banaskantha Division : દિયોદર BJP નાં ધારાસભ્યે કહ્યું- હું આવ્યો હતો મળવા અને બેસાડ્યો દળવા..!
અત્યાર સુધી NABARD એ 63,477 પ્રોજેક્ટ માટે રૂ. 45,957 કરોડનું ઋણ આપ્યું
ગ્રામીણ આધારભૂત રચના વિકાસ નિધિ (આરઆઈડીએફ) એ ભારત સરકાર દ્વારા નાબાર્ડમાં સ્થાપિત ફંડ, જે ગ્રામીણ વિસ્તારની પાયાની સુવિધાઓ માટે સહાય પૂરી પાડે છે. વર્ષ 1995-96 માં સ્થાપિત આ ફંડ દ્વારા NABARD ગુજરાત સરકારને અત્યાર સુધી 63,477 પ્રોજેક્ટ માટે રૂ. 45,957 કરોડનું ઋણ સહાય મંજૂર કર્યું છે. તેમાં સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના (સૌની), સૂર્યશક્તિ ખેડૂત યોજના, ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ અને કચ્છ શાખા કેનાલ યોજના મુખ્ય છે.
આ પણ વાંચો - Ahmedabad : 'Coldplay' કૉન્સર્ટને લઈ સૌથી મોટા સમાચાર, ટિકિટ નથી મળી તો ચિંતાની જરૂર નથી!


