Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navratri 2025 : દાંડિયા, ગરબા ક્લાસ બંધ કરાવવા પાટીદાર સમાજની માગ

પાટીદાર આગેવાનોએ સમાજની સંસ્થામાં જ દાંડિયા ક્લાસ શરૂ કરવા તૈયારી પણ બતાવી હતી.
navratri 2025   દાંડિયા  ગરબા ક્લાસ બંધ કરાવવા પાટીદાર સમાજની માગ
Advertisement
  1. નવરાત્રિ પહેલા ગરબા ક્લાસને લઈને પાટીદાર સમાજ મેદાને (Navratri 2025)
  2. મોરબીની પાટીદાર જનક્રાંતિ સભામાં ગર્જ્યા પાટીદાર મોભી
  3. દાંડિયા, ગરબા ક્લાસ બંધ કરાવવા પાટીદાર સમાજની માગ
  4. માત્ર મોરબી કે એક સમાજ પૂરતો વિષય નથી: અલ્પેશ કથીરિયા
  5. મહિલાની સુરક્ષાને લઈ પાટીદાર સમાજ ચિંતિત છે: ગીતા પટેલ

Navratri 2025 : નવરાત્રિ પહેલા ગરબા ક્લાસીસ (Garba Classes) મામલે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. મોરબીની પાટીદાર જનક્રાંતિ સભામાં (Patidar Janakranti Sabha) પાટીદાર સમાજનાં આગેવાનો ગાજ્યા હતા અને સમાજની યુવતીઓને જાળમાં ફસાવતા તત્વોને અટકાવવા દાંડિયા કલાસ બંધ કરાવવા માંગ ઉચ્ચારી છે. કાર્યક્રમમાં MLA કાંતિ અમૃતિયા (MLA Kantilal Amrutiya), મનોજ પનારા, જ્યોત્સના ભીમાણી (Jyotsana Bhimani) સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત, આ મામલે ભાજપ નેતા અને PAAS અગ્રણી અલ્પેશ કથિરિયા અને કોંગ્રેસ નેતા ગીતા પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે.

દાંડિયા, ગરબા ક્લાસ બંધ કરાવવા પાટીદાર સમાજની માગ

મોરબી (Morbi) ખાતે આજે પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં MLA કાંતિ અમૃતિયા, મનોજ પનારા (Manoj Panar), જ્યોત્સના ભીમાણી સહિતનાં પાટીદાર સમાજનાં આગેવાન અને લોકો હાજર રહ્યા હતા. દરમિયાન, દાંડિયા, ગરબા ક્લાસ બંધ કરાવવા પાટીદાર સમાજે (Patidar Samaj) માગ ઉચ્ચારી હતી. કેટલાક અસામાજિત તત્વો દ્વારા સમાજની યુવતીઓને જાળમાં ફસાવાતી હોવાનો પાટીદાર આગેવાનો દ્વારા દાવો કરાયો હતો. આગેવાન મનોજ પનારાએ દાંડિયા ક્લાસમાં ચાલતી પ્રવૃતિથી સમાજનાં લોકોને ચેતવ્યા હતા. તેમણે આ બાબતે પાટીદાર સમાજને જાગૃત રહેવા અપીલ પણ કરી હતી.

Advertisement

સમાજની સંસ્થામાં જ દાંડિયા ક્લાસ શરૂ કરવા આગેવાનોની તૈયારી

પાટીદાર આગેવાનોએ સમાજની સંસ્થામાં જ દાંડિયા ક્લાસ શરૂ કરવા તૈયારી પણ બતાવી હતી. પાટીદાર દીકરીઓ સુરક્ષિત સ્થળે ગરબા ક્લાસ કરે તેવી અપીલ કરાઈ હતી. સાથે જ સમાજને લૂંટવા માંગતા તત્વો સામે લડી લેવા માટે પાટીદાર યુવા સેવા સંઘે પણ તૈયારી દર્શાવી હતી. પાટીદાર સમાજની એક યુવતીએ સભાનાં લીધે આવી પ્રવૃતિઓ અટકશે એવી આશા વ્યક્ત કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : AAP નેતા ઈશુદાન ગઢવી મોરારસાહેબ ખંભાલીડા ગામ પહોંચ્યા, ગ્રામજનોની ફરિયાદ સાંભળી

આ સમગ્ર ગુજરાતભરનો વિષય છે : અલ્પેશ કથિરિયા

આ મામલે ભાજપ નેતા અને PAAS અગ્રણી અલ્પેશ કથિરિયાએ (Alpesh Kathiria) પ્રતિક્રિયા આપી સમાજની માગને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ માત્ર મોરબી કે એક સમાજ પૂરતો વિષય નથી. આ સમગ્ર ગુજરાતભરનો વિષય છે. દરેક માતા-પિતાએ સાવચેત રહેવું જોઈએ. મહિલાઓને મહિલાઓ દ્વારા શીખવવામાં આવે, પુરુષોને પુરુષો દ્વારા શીખવાડાય તેનો સ્વીકાર કરીએ છીએ. પાટીદાર સમાજે કરેલા આ કાર્યને અમે આવકારીએ છીએ.

આ પણ વાંચો - Rajkot : ફોઈ-ભત્રીજીનાં ગુમ થવાના કેસમાં મોટો ખુલાસો, ભેજાબાજ ફોઈએ રચ્યું હતું આખું તરકટ

સુરક્ષાની વાતો કરતી સરકાર નિષ્ફળ નીવડી છે: ગીતા પટેલ

જ્યારે ગરબા ક્લાસીસ વિવાદ મામલે કોંગ્રેસ નેતા ગીતા પટેલે (Geeta Patel) કહ્યું કે, મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપવુ જોઈએ. નવરાત્રિમાં જે બનાવો બન્યા તેને લઈ આ નિર્ણય લીધો. તેમણે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સુરક્ષાની વાતો કરતી સરકાર નિષ્ફળ નીવડી છે. મહિલાની સુરક્ષાને (Women Safety) લઈ પાટીદાર સમાજ ચિંતિત છે. ગરબા ક્લાસ શિખવનાર મહિલા જ હોવી જોઈએ. નવરાત્રિ (Navratri 2025) માતાજીની ભક્તિ-શક્તિનું પર્વ છે. તહેવારની ગરિમા જળવાઈ રહેવી જરૂરી છે.

આ પણ વાંચો - Ahmedabad : શ્વાસનળીમાંથી મગફળીનાં દાણા કાઢી 2 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો

Tags :
Advertisement

.

×