Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navsari : બાળકોને એકલા લિફ્ટમાં મોકલતા વાલીઓ ચેતજો! 5 વર્ષના બાળકનું કરૂણ મોત

Navsari : બાળકોને એકલા લિફ્ટમાં મોકલતા વાલીઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમે થોડીવાર માટે સ્તંભ્ધ થઇ જશો. નવસારીના વિજલપોર વિસ્તારમાં એક 5 વર્ષનું બાળક લિફ્ટમાં ફસાઇ જવાના કારણે મોતને ભેટ્યું છે.
navsari   બાળકોને એકલા લિફ્ટમાં મોકલતા વાલીઓ ચેતજો  5 વર્ષના બાળકનું કરૂણ મોત
Advertisement
  • Navsari માં હૃદયદ્રાવક ઘટના
  • બાળકોને એકલા લિફ્ટમાં મોકલતા વાલીઓ ચેતજો
  • નવસારીમાં લિફ્ટમાં ફસાતા 5 વર્ષના બાળકનું મોત
  • નીરવ સ્ક્વેરના બીજા માળે લિફ્ટમાં ફસાયો હતો બાળક
  • ફ્લેટની બહાર રમતા રમતા લિફ્ટમાં ફસાયો હતો બાળક
  • લિફ્ટ અને દિવાલ વચ્ચે ફસાયો હતો બાળક
  • સારવાર દરમિયાન બાળકનું થયું મોત

Navsari Lift accident : બાળકોને એકલા લિફ્ટમાં મોકલતા વાલીઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમે થોડીવાર માટે સ્તંભ્ધ થઇ જશો. નવસારીના વિજલપોર વિસ્તારમાં એક 5 વર્ષનું બાળક લિફ્ટમાં ફસાઇ (5-year-old child trapped in elevator) જવાના કારણે મોતને ભેટ્યું છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના નિરવ એપાર્ટમેન્ટ (Nirav Apartment) માં બની હતી. આ બનાવે માત્ર નવસારી (Navsari) જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં શોકની લાગણી પેદા કરી છે. ખાસ વાત એ છે કે આ ઘટના બન્યાના ફક્ત એક દિવસ પહેલા સુરતના ઉધનામાં પણ લિફ્ટમાં ફસાઈ જતાં 42 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. આમ, બે દિવસમાં જ લિફ્ટ દુર્ઘટનામાં બે જાનહાનિ થતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે.

બાળક લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાઈ ગયો

પ્રાપ્ત માહિતી મુજબ મૃતક બાળકનું નામ સાર્થક વિપુલ બારીયા હતું, જેની ઉંમર માત્ર 5 વર્ષ હતી. સાર્થક પોતાના એપાર્ટમેન્ટના બીજા માળે રમતો હતો. મંગળવારે સવારે તેણે લિફ્ટની મદદથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યે લિફ્ટમાંથી ઉતરતી વખતે તે લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાઈ ગયો. ઘટનાની જાણ થતા જ બિલ્ડિંગમાં રહેતા લોકોએ ચીસો પાડી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી. જણાવી દઇએ કે, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે તરત પહોંચી ગઈ અને બાળકને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી. કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને એક કલાકની મહેનત બાદ સાર્થકને બહાર કાઢવામાં આવ્યો. પરંતુ લાંબા સમય સુધી ફસાયેલા હોવાને કારણે તેની તબિયત ગંભીર થઈ ચૂકી હતી. તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ દુઃખદ સમાચાર સાંભળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ.

Advertisement

Advertisement

Navsari ની ઘટના માતા-પિતા માટે ચેતવણી

આ ઘટના માતા-પિતાઓ માટે એક ગંભીર ચેતવણી છે. નિષ્ણાતોના કહેવા મુજબ નાના બાળકોને ક્યારેય એકલા લિફ્ટમાં મોકલવા જોઈએ નહીં. લિફ્ટમાં નાની ખામી કે અચાનક અટકવાથી બાળકો ગભરાઈ જાય છે અને અકસ્માત બનવાની શક્યતા વધી જાય છે. નવસારીની આ દુર્ઘટના સ્પષ્ટ સંદેશ આપે છે કે બાળકોની સુરક્ષા પ્રત્યે વાલીઓએ વધુ સજાગ રહેવું જરૂરી છે.

સુરતમાં મહિલાનું સાડીનો છેડો લિફ્ટમાં ફસાતા મોત

નવસારીની ઘટનાથી ફક્ત એક દિવસ પહેલા, સુરતના ઉધના વિસ્તારમાં પણ આવો જ એક દુઃખદ બનાવ બન્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની જરી બનાવવાની ફેક્ટરીમાં કામ કરતી પિંકી કુમારી વિરેન્દ્ર પ્રસાદ, મૂળ નાલંદા (બિહાર)ના વતની, ફેક્ટરીની લિફ્ટનો ઉપયોગ કરીને ઉપરના માળે જઈ રહ્યા હતા. એ દરમિયાન અચાનક તેમની સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ ગયો. લિફ્ટ ચાલુ થતાં જ તેમનું માથું દરવાજા અને ફ્લોર વચ્ચે દબાઈ ગયું, જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત થયું. આ ઘટનાને લઈને ફેક્ટરીમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને શ્રમિકોની સુરક્ષા તેમજ લિફ્ટની યોગ્ય જાળવણી અંગે પ્રશ્નો ઉભા થયા.

આ પણ વાંચો :  સુરતમાં 3 વર્ષના બાળકનું અપહરણ અને હત્યા : કુશીનગર એક્સપ્રેસના શૌચાલયમાંથી મૃતદેહ મળ્યો, માસીનો દીકરો ફરાર

Tags :
Advertisement

.

×