ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Navsari : ટ્રેનની અડફેટે બે યુવકના મોત, પોલીસ પર ઘોર બેદરકારીનો આરોપ

પોલીસે ઓળખ કરવા વગર 24 કલાક પણ રાહ ના જોઈ અંતિમક્રિયા કરતા મૃતકનાં પરિવારમાં ભારે આક્રોશ છે.
11:08 PM Mar 10, 2025 IST | Vipul Sen
પોલીસે ઓળખ કરવા વગર 24 કલાક પણ રાહ ના જોઈ અંતિમક્રિયા કરતા મૃતકનાં પરિવારમાં ભારે આક્રોશ છે.
Navsari_Gujarat_first
  1. Navsari નાં બીલીમોરા પોલીસની ઘોર બેદરકારીનો પર્દાફાશ!
  2. બીલીમોરા રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે બે યુવકના મોતનો મામલો
  3. પોલીસે મૃતદેહોની ઓળખ કર્યા વગર જ બંને યુવકના કરી નાંખ્યા અંતિમસંસ્કાર!
  4. મૃતક યુવકના પરિવારજનોનો પોલીસ સામે ગંભીર આક્ષેપ
  5. મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોવાથી અંતિમક્રિયા જરૂરી હોવાનો પોલીસનો જવાબ

નવસારી જિલ્લાનાં (Navsari) બીલીમોરામાં પોલીસની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. બીલીમોરા રેલવે સ્ટેશન (Bilimora Railway Station) પર ટ્રેનની અડફેટે આવતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. પોલીસે મૃતદેહોની ઓળખ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કર્યા હોવાનો પરિવારજનોએ આરોપ કર્યો છે. જ્યારે, મૃતદેહો ડિક્પોઝ હાલતમાં હોવાથી અંતિમક્રિયા કરવી જરૂરી હોવાનું પોલીસનું કહેવું છે. આ મામલે મૃતક યુવકનાં પરિવારજનોએ યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરી છે.

આ પણ વાંચો - Surendranagar : વધુ એક લંપટ સ્વામીની 'પાપલીલા' નો વીડિયો વાઇરલ થતાં હરિભક્તોમાં રોષ!

પોલીસ મૃતદેહોની ઓળખ કર્યા વગર 2 યુવકના કરી દીધા અંતિમસંસ્કાર!

નવસારી જિલ્લાની (Navsari) બીલીમોરા પોલીસે વિવાદમાં સપડાઈ હોય તેવી ઘટના સામે આવી છે. જાણાવી દઈએ કે બીલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રેનની ટક્કરે બે યુવકનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યા હતા. જો કે, મૃતક યુવકના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે મૃતકોની ઓળખ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કરી દીધા. પોલીસે ઓળખ કરવા વગર 24 કલાક પણ રાહ ના જોઈ અંતિમક્રિયા કરતા મૃતકનાં પરિવારમાં ભારે આક્રોશ છે. પોલીસની બેદરકારી બદલ SP ને રજૂઆત કરાશે તેમ પરિવારે જણાવ્યું હતું. PI સામે કડક પગલાં ભરવા પરિવારજનોએ માગ ઉચ્ચારી છે.

આ પણ વાંચો - Gandhinagar : ડબલ મર્ડર કેસમાં નવો વળાંક, પોલીસની તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ!

મૃતદેહો ડિક્પોઝ હાલતમાં હોવાથી અંતિમક્રિયા કરવી જરૂરી હતી : પોલીસ

ત્યારે બીજી તરફ પોલીસનું કહેવું છે કે મૃતદેહો ડિક્પોઝ હાલતમાં હોવાથી અંતિમક્રિયા કરવી જરૂરી હતી. જો કે, મામલે મૃતક યુવકના પરિવારજનોએ યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરી છે. માહિતી અનુસાર, એક યુવકના પરિવારે લાશનાં ફોટા પરથી ઓળખ કરી પોલીસ પાસે મૃતદેહની માંગ કરી છે. જ્યારે, એક યુવકની હજુ પણ ઓળખ થઈ નથી. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad : કોર્ટે જામીન ફગાવ્યા, કહ્યું -જેમ એક ખરાબ માછલી આખા તળાવને ગંદુ કરે છે..!

Tags :
Bilimora PoliceBilimora Railway StationCrime NewsGUJARAT FIRST NEWSNavsariTop Gujarati News
Next Article