ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

NCERT - પાઠ્ય પુસ્તકોમાંથી મુગલોના મિથ્યા મહિમાગાનનો અસ્ત

શિક્ષણમાં `સ્વ'નો ઉદય
05:27 PM Jun 13, 2025 IST | Kanu Jani
શિક્ષણમાં `સ્વ'નો ઉદય

NCERT (National Council of Educational Research and Training)_ : ભારત શિક્ષણ. ભાષા તેમજ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં સર્વોપરી તથા વિશ્વગુરુ ગણાતું હતું તે જ ભારત આજે શિક્ષણક્ષેત્રે વિશ્વમાં પાછળ રહી ગયું છે. પ્રશ્ન એ થાય કે શિક્ષણક્ષેત્રે વિશ્વગુરુ ભારતની આવી અયોગતિ કેમ થઈ? 

કોઈપણ દેશ અને સમાજનો વિકાસ ત્યાંના શિક્ષણની દિશા અને ગુણવત્તા પર નિર્ભર કરે છે. ભારત જેવા દેશોમાં શિક્ષણ દેશ અને સમાજના ઇતિહાસ અને જનજીવન  સાથે સુસંગત હોવું અને પ્રાચીન (વેદકાલીન) શિક્ષણપ્રણાલીનું લક્ષ્ય હોવું ખૂબ જ જરૂરી છે.

'રાષ્ટ્ર પ્રથમ' એ વિચારપ્રક્રિયા  જીવનકૌશલ અને મજબૂત માનસિકતા વિકસિત કરવા માટે છે.  વ્યક્તિગત અને રાષ્ટ્રીય યરિત્રને વિકસિત કરવાનો હેતુ જ શિક્ષણનો હોવો જોઈએ. સનાતન શિક્ષણપ્રણાલીને કારણે વિશ્વનું પ્રથમ વિશ્વવિદ્યાલય લગભગ ૨૮૦૦ વર્ષ પહેલાં તક્ષશિલા(Taxila)માં સ્થાપિત થયું .

નાલંદા (Nalanda), વિક્રમશિલા જેવાં વિશ્વવિદ્યાલયો (Universities)એ દેશ-વિદેશની ભણવું એ લોકો માટે સ્વપ્ન પૂરું થવા સમાન હતું. પરંતુ અફસોસ એ વાતનો છે કે જે ભારત શિક્ષણ, ભાષા તેમજ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં સર્વોપરી તથા વિશ્વગુરુ ગણાતું હતું તે જ ભારત આજે શિક્ષણક્ષેત્રે વિશ્વમાં પાછળ રહી ગયું છે.

તો  પ્રશ્ન એ થાય કે શિક્ષણક્ષેત્રે વિશ્વગુરુ ભારતની આવી અયોગતિ કેમ થઈ ? 

ભારતની મૂલ્યપરક શિક્ષણપ્રણાલી પર પ્રથમ પ્રહાર

ભારતની મૂલ્યપરક શિક્ષણપ્રણાલી-India's value-based education system પર ક્રૂર પ્રહાર ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ પ્રશાસકો, બ્રિટિશ ઇતિહાસકારો તથા ઈસાઈ પાદરીઓ દ્વારા થયો. ભારતના ઈસાઈકરણ તથા ગુલામીકરણના પ્રયાસમાં સૌથી મોટો અવરોષ અંગ્રેજોને આપણી મૂલ્યપરક ધર્મપૂરક શિક્ષણપ્રણાલી જ લાગતી હતી. 

મેકોલે દ્વારા શરૂ કરવામાં આવેલી શિક્ષણ પ્રણાલીનો ઉદ્દેશ્ય એક જ હતો.  પ્રત્યેક ભારતીયને બ્રિટિશ વિચારપ્રક્રિયાનો ગુલામ બનાવવા.... અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે તિરસ્કાર પેદા કરનારી પેઢીઓ પેદા કરવામાં એ સફળ રહ્યા. આપણા કમનસીબે સ્વાધીનતા બાદની સરકારોએ પણ એ જ મેકોલેવાદી શિક્ષણપ્રણાલી જ ચાલુ રાખી.

મજહબી મૌલાના અબુલકલામ આઝાદ શિક્ષણમંત્રી

ભારતના પ્રથમ પ્રયાનમંત્રી જવાહરલાલ નહેરુ આવા જ એક કાળા અંગ્રેજ હતા. જે ભારતીય અને હિન્દુ પુનર્જાગરણના સંપૂર્ણ વિરોધી હતા. તેઓએ તેને સ્થાને મજહબી મૌલાના અબુલકલામ આઝાદને શિક્ષણમંત્રી બનાવી દીધા, જેઓ મિશ્રની ઇસ્લામિક અલ-અઝહર યુનિવર્સિટીમાં ભણેલા હોવાથી સ્વાભાવિક રીતે જ તેઓ ઇસ્લામને સર્વશ્રેષ્ઠ મજહબ માનતા હતા.સ્વતંત્રતા બાદ નહરુજીની નીતિને કારણે  શિક્ષણ પ્રણાલિની અધોગતિ શરૂ થઈ. શિક્ષણમાં ઇતિહાસના અભ્યાસક્રમમાં મુગલોના મહિમા મંડનની પરંપરા શરૂ થઈ.  આપણી પેઢીઓની પેઢીઓ આપણા ગૌરવશાળી સાચા ઇતિહાસથી દૂર રહી, એટલું જ નહિ પંડિત નહેરૂના રાજમાં ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં કોંગ્રેસના કાર્યોનું મહિમા મંડન કરવા માટે સરકારી સ્તરે ઇતિહાસ લેખનની એક યોજના બની. આ કાર્ય ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. આર. સી. મજુમદારને સોંપવામાં આવ્યું.

ડૉ. મજુમદાર પાસેથી ઇતિહાસલેખનની જવાબદારી પરત લઈ લેવામાં આવી

પં. નહેરૂને જાણકારી મળી કે, મજુમદાર ભારતના સ્વાધીનતા આંદોલનમાં સુભાષચંદ્ર બોઝના યોગદાનને મહત્ત્વપૂર્ણ સ્થાન આપી રહ્યાં છે.  ડૉ. મજુમદાર પાસેથી ઇતિહાસલેખનની જવાબદારી પરત લઈ લેવામાં આવી અને આ કાર્ય ડૉ. તારાચંદને આપી દેવાયું. ડૉ. તારાચંદ ઇસ્લામ અને તેની પરંપરાઓથી એટલા પ્રભાવિત હતા કે અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયના વિધાર્થીઓ કટાક્ષમાં તેઓને મિયા તારાચંદ પણ કહેતા. સ્વાભાવિક રીતે જ તેમના ઇતિહાસ લેખનમાં હિન્દુ પ્રતિરોધ તથા મુસલમાનો અને કોંગ્રેસના ગુણગાનને જ મહત્ત્વ મળ્યું.

ભારતમાં કુલ ૯ માંથી પાંચ મુસ્લિમ શિક્ષણમંત્રીઓ

સ્વાધીનતા બાદ ૧૯૪૭થી ૧૯૭૭ વચ્ચે ભારતમાં કુલ ૯ શિક્ષણમંત્રીઓ રહ્યા હતા. જેમાંથી પાંચ મુસ્લિમ શિક્ષણમંત્રીઓ રહ્યા છે. તેઓએ ભારતીય ઇતિહાસને ઇસ્લામિક સફળતાનો ઇતિહાસ બનાવી દીધો. જે આપણે આજદિન સુધી રટી રહ્યા છીએ.

તેઓએ હિન્દુઓના મધ્યકાલીન ઇતિહાસ પહેલાંનો ૫૦૦ વર્ષોનાં સ્વગૌરવ અને સંઘર્ષના ઇતિહાસને ષડયંત્રપૂર્વક દબાવી દીધો. હુમાયુ કબીર (૧૯૬૩), ફકરૂદ્દીન અલી અહમદ (૧૯૬૦) અને નુરુલ હસન (૧૯૭૧) અને આ નુરુલ હસન કટ્ટર વામપંથી હતા. ૧૯૬૯માં કોંગ્રેસ પક્ષના બે ફાડિયા પડ્યાં. જેમાં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ (આઈ)ને સત્તામાં ટકી રહેવા માટે વામપંથી દળોનું સમર્થન માંગ્યું. બદલામાં તે વામપંથીઓને મોં માંગ્યું મંત્રાલય આપવા તૈયાર હતાં. પરંતુ બધાંના આશ્ચર્ય વચ્ચે વામપંથીઓએ શિક્ષણ મંત્રાલય માગ્યું.

આર. એસ. શર્મા, રોમિલા થાપર અને ઇરફાન હબીબ જેવા વામપંથી ઇતિહાસકારોમો કબજો 

ડાબેરીઓની ખાસ મંશા હતી.  વામપંથીઓનો હેતુ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ઘૂસણખોરી કરી ભારતની ભાવિ પેઢીઓનું વામપંથી કરણ કરવાનો હતો. જે ઇન્દિરા ગાંધી સમજી ન શક્યાં. ૧૯૭૧ સૈયદ નુરુલ હસન શિક્ષણમંત્રી બન્યા બાદ તેઓએ શિક્ષાનીતિમાં પ્રગતિશીલ સુધારના બહાને ઇતિહાસના પાઠયપુસ્તકોનું પુન:લેખન કરાવી વામપંથી દૃષ્ટિકોણ આધારિત થર્મને બદલે વર્ગસંઘર્ષ, સામાજિક સંઘર્ષને સ્થાન આપવામાં આવ્યું.

૧૯૭૨માં તેઓએ ICHR (Indian Council of Historical Research)ની સ્થાપના કરાવી. આર. એસ. શર્મા, રોમિલા થાપર-Romila Thapar અને ઇરફાન હબીબ(Irfan Habib) જેવા વામપંથી ઇતિહાસકારોને ઘુસાડી દીધા. આમ મૌલાના અબુલ કલામથી લઈ નુરુલ હસન સુધીના તમામ શિક્ષણમંત્રીઓએ અરાષ્ટ્રીય શિક્ષણપ્રણાલીને પ્રોત્સાહન આપ્યું. તેમના રાજમાં AU-JNU જેવી હિન્દુ વિરોધી યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. મદરેસાઓને ખુલ્લો દોર મળ્યો જેનું પરિણામ એ આવ્યું છે કે, સ્વાધીનતા બાદની પાંચ પેઢીઓ હિન્દુઓને જ ભારત વિભાજન, જાતિવાદ અને અસ્પૃશ્યતા માટે જવાબદાર માનતી રહી અને અકબરને મહાન ગણાવતી રહી.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ જમીની સ્તરે લાગુ થાય એ સૌથી મહત્ત્વનું

શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય ભારતની શિક્ષણ-વ્યવસ્થામાં 'સ્વ'ને ઉજાગર કરવાનો છે.

૨ જુલાઈ, ૨૦૦૪ના રોજ 'શિક્ષણ બચાવી' આદોલનનો પ્રારંભ થયો . દેશભરમાં લગભગ ૯૦ શિક્ષણવિદો દિલ્હીમાં એકત્રિત થયા હતા. તેમણે સૌએ મળો "શિક્ષણ બચાવો' આદીવન શરૂ કર્યું હતું. આ દેશનું ખૂબ સફળ આંદોલન ગણાય છે' ૧૨ ન્યાયાલયોમાં યાચિકાઓ દાખલ થઈ હતી.  તમામ કેસોનું પરિણામ "શિક્ષણ બચાવી' આદીવનના પક્ષમાં આવ્યું હતું. પરંતુ વિકૃતિઓ, વિસંગતિઓ દૂર કરવાથી જ સમગ્ર દેશની શિક્ષણપ્રણાલીમાં પરિવર્તન ન આવે. માટે ૨૪ મે, ૨૦૦૭ના રોજ શિક્ષણ-સંસ્કૃતિ-ઉત્થાન ન્યાસ (Education-Culture-Upliftment Trust)ની સ્થાપના કરવામાં આવી. જેનું મૂળ લક્ષ્ય દેશના શિક્ષણક્ષેત્રે એક નવો વિકલ્પ આપવાનું હતું, જે ખોટી વાતો શિક્ષણમાં ઘર કરી ગઈ છે એને બદલે તેનો વિકલ્પ રજૂ કરવો એ ન્યાસનો ધ્યેય  છે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં માતૃભાષામાં શિક્ષણ આપવાની પહેલ 'આપણે અંગ્રેજી વગર આગળ નહિ વધી શકીએ, એ તર્ક નહિ, કુતર્ક છે.

'અંગ્રેજી માધ્યમ કા ભ્રમજાલ'

આપણા દેશમાં સ્વતંત્રતા બાદ કેટલા ભારતીયોને નોબેલ પુરસ્કાર મળ્યો છે?  ૧૨૫ કરોડ લોકોનો દેશ છે. આપણી સરખામણીમાં ઇઝરાયેલ ખૂબ જ નાનો દેશ છે. દિલ્હીથી પણ નાનો અને આપણી પછી સ્વતંત્ર થયો છે. પરંતુ ઇઝરાયેલના ૧૧ લોકો નોબલ જીતી ચૂક્યા છે. અને એ તમામ ભૌકોએ પોતાની માતૃભાષા હિબુમાં જ કામ કર્યું છે. વિદેશી ભાષામાં કેટલીક જાણકારીઓ તો મેળવી શકીએ છીએ, સિમિત માત્રામાં જ્ઞાન પણ મેળવી શકીએ છીએ, પરંતુ જ્ઞાનનું સર્જન થઈ શકતું નથી.

'અંગ્રેજી માધ્યમ કા ભ્રમજાલ' નામનું પુસ્તક લખ્યું છે. વિશ્વમાં જીડીપીના ટોચના ૨૦ દેશ (૫૦ લાખથી વધારે જનસંખ્યાવાળા) પીતાની માતૃભાષામાં જ શિક્ષણ આપી રહ્યા છે. માત્ર સાડા ત્રણ દેશ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા(અડધું) અંગ્રેજીમાં શિક્ષણ આપે છે. કારણ કે, તેમની માતૃભાષા અંગ્રેજી છે.

વિશ્વમાં જીડીપીની દૃષ્ટિએ સૌથી પછાત એવા ૨૦ દેશ  એવા છે જે પોતાની માતૃભાષાને છોડી અન્ય ભાષામાં શિક્ષણ આપી રહ્યા છે. જ્યાં સુધી આપણે આપણી માતૃભાષાઓને મહત્ત્વ નહિ આપીએ ત્યા સુધી દેશનો પૂર્ણ વિકાસ થઈ શકવાનો નથી.'  હવે આ નીતિને જમીની સ્તરે ભાગુ કરનાર સરકાર 2014 થી આવી છે અને તે ભારતીય કરણ માટે સંકલ્પબદ્ધ  છે.

કોંગ્રેસનું નાટક

સ્વાધીનતા બાદ સીધેસીથી મેકોલે શિક્ષણપ્રણાલીને જ ભારતીય શિક્ષણ પ્રણાલી પર થોપી બેસાડનાર કોંગ્રેસ સરકારની ચાલાકી જુઓ.  ભારતીય જનસમાજને ભ્રમિત કરવા માટે ૧૯૫૩માં મદ્રાસ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ ડૉ.એ. લક્ષ્મણ સ્વામી મુદ્દલિયારના નેતૃત્વમાં વધુ એક શિક્ષા આયોગનું ગઠન કરવામાં આવ્યું, જે મુદબિચાર કમિશન તરીકે જાણીતું છે. આ આયોગે સમગ્ર દેશમાં ફરી માધ્યમિક શિક્ષણ પ્રણાલીનું ગંભીર અધ્યયન કર્યું અને અહેવાલ આપ્યો કે, ભારતની વર્તમાન શિક્ષણપ્રણાલીનો વ્યવહારિક જીવન સાથે કોઈ જ સંબંધ નથી. તેમાં વ્યાવહારિક જગતનું લેશમાત્ર પણ જ્ઞાન આપવામાં આવતું નથી.

શિક્ષણપ્રણાલો એકમાર્ગીય અને જટિલ  છે. શિક્ષણમાં ચારિત્ર્યનિર્માણનું બિલકુલ ધ્યાન આપવામાં આવ્યું નથી. પરંતુ દુભાગ્યવશ એ અહેવાલ તત્કાલીન સરકારો દ્વારા કચરાની ટોપલીમાં જ નાખી દેવામાં આવ્યો. ૧૯૮૬માં નવી શિક્ષણનીતિનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો, પરંતુ સરવાળે બધુ શૂન્ય રહ્યું. ૧૯૮૬ બાદ પણ શિક્ષણનીતિ પ્રત્યે સતત દુર્લક્ષ સેવાતું જ રહ્યું.

 ઇતિહાસ ભણાવવો જ હોય તો મુગલોનો ભણાવો

એ પ્રશ્ન દાયકાઓથી સ્વાભિમાની ભારતીયોને ખૂંચી રહ્યો છે કે, ભારતનાં પાઠયપુસ્તકોમાં બહારથી આવી ભારત પર આક્રમણ કરનારા મુગલોનું આટલી હદે મહિમામંડન કેમ? હકિકતમાં જો મુગલોનો ઇતિહાસ ભણાવવો જ હોય તો તેમના સાચા ઇતિહાસને ભણાવવો જોઈએ. મુગલી વિદેશી આક્રાંતાઓ હતા. તેઓએ હમેશા ભારતથી અલગ પોતાની ઓળખને ન માત્ર જીવિત રાખી હતી, બલકે તેને ભારતીયો ઉપર થોપવાના પ્રયાસો પણ કર્યા હતા. આ આક્રાંતાઓએ ભારતમાંથી લૂંટેલ ધનનો મોટો ભાગ સમરકંદ, ખુરાસન, દમિશ્ક, બગદાદ, મક્કા-મદીના જેવાં શહેરો તેમજ ત્યાંના વિવિધ ઘરાના અને ખલીફાઓની ઐય્યાશી પાછળ ખર્ચ કર્યો. જે તેમૂરે પોતાના સમયે વિશ્વની લગભગ પાંચ ટકા જનસંખ્યાનો કત્લેઆમ ચલાવી, દિલ્હીમાં લાખો નિર્દોષ હિન્દુઓનો નરસંહાર કર્યો તેની સાથે પોતાને જોડવામાં મુગલો ગૌરવ અનુભવતા હતા.

મુગલો માત્ર ભારતને લૂંટવા માટે જ આવ્યા હતા, નહિ કે આપણને ભણાવવામાં આવે છે તેમ ભારતમાં વસવા માટે. ભારતમાં વસવા પાછળ તેઓનો ચોક્કસ ઉદ્દેશ્ય હતો.તેઓને અહીં એશોઆરામથી જિંદગી વિતાવવી હતી, ન કે ભારતનું નિર્માણ કરવું હતું.

બાબર તો ભારત અને ભારતીયોને નફરત કરતો

બાબર તો ભારત અને ભારતીયોને એટલી હદે નફરત કરતો હતો કે, મૃત્યુ બાદ ખુદને ભારતની બહાર દફનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મોટાભાગના મુગવશાસકો ઐયાશી અને કામાંધ હતા. નૈતિકતા, ચારિત્ર્ય અને આદર્શ જીવનમૂલ્યોના પાલન વગેરેની કસોટી પર તેઓ ભારતીય રાજા શાસકીની તીલે ક્યાંય ન આવે. મોટાભાગના મુગલ બાદશાહઓએ બહુમતી હિન્દુઓ પર અપાર જુલ્મ કર્યા,  ધર્માંતરણ કરાવ્યું.  

તેમના શાસનકાળમાં મઠ મંદિરી ધ્વસ્ત કરવામાં આવ્યાં. ભગવાનોની પ્રતિમાઓ ખંડિત · અપવિત્ર કરવામાં આવી. પુસ્તકાલયી બાળવામાં આવ્યાં. શીખગુરુઓ, ગુરુ-પુત્રો, જૈન, બૌદ્ધ, સનાતની સંતો વિરુદ્ધ હિંસા અને બર્બરતાની તેઓએ તમામ હદો વટાવી દીધી હતી. તેમના શાસનમાં હિન્દુઓને પોતાના આરાધ્ધનાં દર્શન કરવા માટે પણ કર ચૂકવવો પડતો હતો.

બદશાહોના હરમમાં હજારો સ્ત્રીઓ બંદી બનાવી રાખવામાં આવતી

એક પણ મુગલશાસક એવો નહોતો કે જેણે લોકકલ્યાણની ભાવનાથી અહીં શાસન કર્યું હોય. આમ છતાં કથિત ગંગા-જમુના તહેજીબની વાતો કરનારી જમાત અને પંથનિરપેક્ષતા વાદીઓ અકબરને મહાનતમ શાસક ગણાવતાં થાકતા નથી.   

આ જમાત અકબરની એ સચ્ચાઈ નથી બતાવતી કે, અકબરે ચિતોડગઢનો કિલ્લો જીત્યા બાદ ૪૦,૦૦૦ નિઃશસ્ત્ર હિન્દુઓની કત્લેઆમ મચાવી હતી. અકબર, જહાંગીર અને શાહજહાં વગેરેને ઇતિહાસથી લઇ સાહિત્ય અને સિનેમામાં પણ આદર્શ કવાપ્રેમી, રાજા તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે, તેના હરમમાં હજારો સ્ત્રીઓ બંદી બનાવી રાખવામાં આવતી હતી.

અબુલ ફઝલ અનુસાર અકબરના હરમમાં ૫૦૦૦ મહિલાઓ હતી જેમાં મોટાભાગે રાજનૈતિક સંથિઓ કે યુદ્ધમાં જીત બાદ લાવવામાં આવી હતી. મુગલોના કાળમાં કલા, વાસ્તુ-સ્થાપત્ય, ભવનનિર્માણ વગેરેના યશોગાન કરતા સમયે એ તથ્યની સદાય ઉપેક્ષા કરવામાં આવી કે, તે જ્યાંથી આવ્યા હતા. તે ક્ષેત્રોમાં કલા અને નિર્માણના આવા એક પણ નમૂના કે ઉદાહરણ જોવા મળતાં નથી.  જેને આ જમાત મુગલી દેણ ગણાવે છે તે હકીકતમાં મૂળ ભારતના જ શિલ્પકારો, વાસ્તુવિદો, કારીગરો, કલાકારોની પારંપરિક અને મીલિક દૃષ્ટિ, ખોજ અને કુશળતાનું પરિણામ છે.  ભારતીય ઇતિહાસમાં એનો ક્યાંય ઉલ્લેખ કરાતો નથી. શું એ અધૂરો ઇતિહાસ નથી?

ભારતના આ સાચા ઇતિહાસને સ્થાન ક્યારે?

છત્રપતિ શિવાજી મહારાજના સમયગાળામાં મુગલો ક્યારેય દક્ષિણનો દુર્ગ જીતી શક્યા ન હતા. હેમૂ ઉર્ફે હેમચંદ્ર વિક્રમાદિત્ય એ મહાન હિન્દુ વીર છે. છત્રસાલ બુંદેલાએ માત્ર ૨૨ વર્ષની વયમાં જ ઔરંગઝેબને લવકાર્યો હતો. અને વારંવાર હરાવ્યો પણ હતો. શીખ યોદ્ધા બંદાસિંહ બહાદુરે સેનીપત અને સધોરામાં મુગલોને હરાવ્યા હતા. પેશ્વા બાજીરાવે તો આજીવન અજેય યોદ્ધા રહ્યા હતા. તેઓ મુગવો સામે ૪૨ યુદ્ધો વયા હતા તેમાંથી એકપણ યુદ્ધ હાર્યા ન હતા.

શિવાજી મહારાજના મોટા પુત્ર સંભાજી મહારાજે ૧૯૭૨ અને ૧૧૮૪માં ઔરંગઝેબને હરાવ્યો હતો. જનજાતિય ચૌદ્ધા બચિત બડહૂકને પણ 'અહોમ સામ્રાજય' (અસમ) સરાયઘાટની યુદ્ધમાં મુગલ સેનાને કારમો પરાજય આપ્યો હતો. મેવાડના સિસોદિયા રાજવંશના બપ્પા રાવલે તો અરબના સૈયદ વંશને છેક ઇરાન સુધી મારી ભગાવ્યા હતા.

૧૫૦૮માં મેવાડના શાસક બનેલા વોરચોદ્ધા રાણા સાંગાએ દિલ્હીથી લઈ માલવાના સુલતાનો સાથે ૧૮ લડાઈઓ વડી હતી અને તમામમાં મુગલોને હરાવ્યા હતા.

આ તી માત્ર ગણ્યા-ગાંફયા ઉદાહરણો છે. હકીકતમાં ભારતનો આખો ઇતિહાસ વીર યોષ્યાઓનાં પરાક્રમથી ભરેલો છે છતાં, આપણને ભણાવવામાં આવે છે કે મુગલોએ સંપૂર્ણ ભારત પર રાજ કર્યું હતું. પરંતુ એ અધૂરો અને મનઘડંત ઇતિહાસ છે.

મરાઠા યુદ્ધ (૧૮૦૩) સુધી દિલ્હીના લાલ કિલ્લા પર ભગવો ધ્વજ ફરકતો 

આપણે ત્યાં હંમેશાથી એવો ભ્રમ ફેલાવાયો છે કે, અંગ્રેજોએ મુગલોને હરાવી ભારતની સત્તા મેળવી હતી, પરંતુ હકીકતમાં અંગ્રેજોના આગમન પહેલાં જ મુગલિયા શાસનનો મૃત્યુ ઘંટ વાગી ચૂક્યો હતો.  ભારતના ૨૫ લાખ વર્ગ કિ.મી. ક્ષેત્રમાં પેશવાનીતિ હિન્દવી સ્વરાજ્યનું શાસન હતું.  મરાઠા યુદ્ધ (૧૮૦૩) સુધી દિલ્હીના લાલ કિલ્લા પર ભગવો ધ્વજ ફરકતો હતો.  આપણા કમનસીબે સ્વાધીનતા મળ્યા બાદ પણ દેશની શિક્ષણ વ્યવસ્થા પર એવા વામી-કોગ્રેસી વિચારધારાનો દબદબો રહ્યો છે, જેઓએ આપણી પેઢીઓની પેઢીઓને આપણા એ ગૌરવશાળી ઇતિહાસથી દૂર રાખવાનું પાપ કર્યું છે.

 

આ જમાતના ષડયંત્રને કારણે આપણા ઇતિહાસના પુસ્તકોમાં મગધ, મૌર્યગુપ્ત, ચૌલ, ચાલુક્ય, પાલ, પ્રતિહાર, પલ્લવ, પરમાર, વાકાટક, વિજયનગર, કાર્કેટ, કલિંગ, કાકતીય, મૈત્રક, મૈસૂરના ઓડેયર, અસમના અહોમ, નાગા, શીખ, રાષ્ટ્રકૂટ, શુગ, સાતવાહન જેવા ભારતના મહાન રાજવંશોની ચર્ચા નહિવત કરવામાં આવી છે.   શું ભારતને સુવર્ણભૂમિ કહેવાતી. આ સાંસ્કૃતિક ધરોહરીની જાણકારી આપણી યુવા પેઢીને ન મળવી જોઇએ? 

કોંગી અને ડાબેરી જમાતે આપણા સ્વગૌરવ પર સેક્યુલર કુઠરાઘાત કરવાનું પાપ છેલ્લા સાતથી વધુ દાયકાઓથી કર્યું છે, પરંતુ ૨૦૨૦ની નવી શિક્ષણ નીતિએ એક આશા જરુર જગાવી છે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦

રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦માં ગુણવત્તા અને સત્ય પર લક્ષ્ય આપવામાં આવ્યું છે, તો બીજી તરફ આપણા ઉન્નત વિજ્ઞાનના પ્રાચીન સ્રોતો, સાતત્યપૂર્ણ ઇતિહાસ અને પ્રાચીન વાઙમયના અધ્યયનને અને શોધોને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે. સાથે સાથે આપણો રાષ્ટ્રીય આચારવિચાર અને ઉચ્ચ નૈતિકતાનો અને મૂલ્યપરકતાનો શિક્ષણમાં સમાવેશ પર બળ મૂકવામાં આવ્યું છે, પરંતુ કોંગ્રેસનો ખેલ જુઓ- સાત-સાત દાયકા સુધી ભારતીય શિક્ષણપ્રણાલી પ્રત્યે હળાહળ દુર્લક્ષ સેવનાર અને મેકોલેવાદી શિક્ષણ પ્રણાલીને ભારતની પેઢીઓને માથે મારનાર, ઇતિહાસના ઇસ્લામીકરણ કરનાર કોંગ્રેસ સરકાર નવી શિક્ષાનીતિ-૨૦૨૦નો શરૂઆતથી જ વિરોધ કરી રહી છે. તાજેતરમાં જ NCERTના પુસ્તકોમાં આવા જ દોષપૂર્ણ ઇતિહાસને દૂર કરવાની સામે આ જમાત મેદાને પડો, ભારતમાં શિક્ષણનું ભગવાકરણ થઈ રહ્યું હોવાની કાગારોળ મચાવી રહી છે.

જેઓને ભારતની સંસ્કૃતિ અને સ્વ સાથે નાહવા નિચોવવાનો પણ સંબંધ રહ્યો નથી તેવા કોંગ્રેસના અઘોષિત અધ્યક્ષા સોનિયા ગાંધી નવો શિક્ષણનીતિ અંતર્ગત પાઠ્યપુસ્તકોમાં થઈ રહેલા સુધારા અંગે કહે છે કે, “વર્તમાન સરકાર શિક્ષણના નામે સાંપ્રદાયિક્તા અને નફરત ફેલાવી રહી છે. ભાજપ અને RSSની દીર્ઘકાલીન યોજના છે, જે અંતર્ગત શિક્ષણનીતિ -૨૦૨૦ એ NCERTના પાયક્રમોમાંથી મુગલ ભારત સાથે જોડાયેલાં પાઠોને હટાવાઈ રહ્યાં છે. અને વિશ્વ વિદ્યાલયોમાં સરકાર સમર્થક વિચારધારાવાળા લોકોની નિયુક્તિઓ થઈ રહી છે.'

કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તો નવી શિક્ષણનીતિને દેશવિરોધી ગણાવી હતી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન પોતાની ચૂંટણી ઢંઢેરામાં પણ જો કોંગ્રેસ સત્તામાં આવશે તો નવી શિક્ષણનીતિમાં સંશોધન કરવાનું વચન આપ્યું હતું.

શિક્ષણના માધ્યમ થકી જ કોઇપણ રાષ્ટ્ર કે સમાજ પોતાના આદર્શો આકાક્ષાઓ-સ્વપ્રી-સંકલ્પોને સાકાર કરવા સક્ષમ બને છે. 

આ મુદ્દે વિરોધ અને વિવાદને કોઈ સ્થાન નથી. વિપક્ષોએ કથિત સેક્યુલરવાદી ઇતિહાસકાર આ મુદ્દે રાજકારણ રમવાને બદલે શિક્ષણમાં આવી રહેલી આ સ્વજાગૃતિને આવકારવી જોઈએ, પરંતુ આવકારતી નથી એ આ દેશનું દુર્ભાગ્ય છે.

આ પણ વાંચો : Plane crash :અમદાવાદ પ્લેન ક્રેશમાં મુંબઈનો પરિવાર વિખેરાયો, 4 લોકોએ જીવ ગુમાવ્યા

Tags :
India's value-based education systemIrfan HabibNalandancertRomila ThaparTaxilauniversities
Next Article