જમાલપુર-ખાડિયા બેઠક પર જામશે ત્રિકોણીય જંગ, આ વખતે ભાજપનું પલડું ભારે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ઈમરાન ખેડાવાલાને જમાલપુર-ખાડિયા બેઠક માટે તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જે બાદ પાર્ટીની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સભ્યોએ રાજીવ ગાંધી ભવન સ્થિત કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં તોડફોડ પણ કરી હતી. પૈસાના બદલામાં ખેડાવાલાને ટિકીટ અà
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ઈમરાન ખેડાવાલાને જમાલપુર-ખાડિયા બેઠક માટે તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જે બાદ પાર્ટીની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સભ્યોએ રાજીવ ગાંધી ભવન સ્થિત કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં તોડફોડ પણ કરી હતી.
પૈસાના બદલામાં ખેડાવાલાને ટિકીટ અપાયાનો આરોપ
કોંગ્રેસની વાત કરીએ તો ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શાહનવાઝ શેખ માટે ટિકિટની માંગ કરી રહેલા વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે ખેડાવાલાને પૈસાના બદલામાં ટીકીટ આપવામાં આવી છે. જો કે ખેડાવાલાએ આ દાવાને નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે “વિરોધ કરનાર એક પણ વ્યક્તિ જમાલપુર-ખાડિયા મત વિસ્તારનો રહેવાસી નથી.બધા બહારના છે.ભાજપે આ લોકોને બોલાવ્યા છે. તેઓએ ભાજપના સમર્થનથી આ વિરોધ કર્યો છે, કારણ કે તેઓ જાણે છે કે તેઓ સીટ ગુમાવવાના છે."
2017માં અહીંથી ભુષણભટ્ટ હાર્યા હતા
2009ના સીમાંકન સુધી જમાલપુર-ખાડિયા ભાજપનો ગઢ હતો. 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ભૂષણ ભટ્ટને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા.જોકે પાર્ટી તરફથી ટિકિટ મળ્યા બાદ તેમણે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. આ વખતે અહીં લડાઈ ત્રિકોણીય થવાની શક્યતા છે કારણ કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલા મેદાનમાં છે. જમાલપુર- ખાડિયા વિધાનસભા ક્ષેત્રમાં લગભગ 2.17 લાખ મતદારો છે. જેમાં આશરે 1.13 લાખ હિંદુ મતદારો અને 1.04 લાખ મુસ્લિમ મતદારો છે.તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખેડાવાલાએ આક્ષેપ કર્યો હતો કે AIMIM કોંગ્રેસના મતોને કાપવા માટે તેની પોતાની સીટ સહિત ઉમેદવારો ઉભા કરી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


