રાજ્યમાં 12 વર્ષ બાદ જંત્રીના દરો થયા બમણા !
ગુજરાતમાં જંત્રી બમણો કરવાનો નિર્ણયઆજથી જંત્રીનો ભાવ અમલી બનશેએડહોક ધોરણે અમલમાં રહેશે નવી જંત્રીરાજ્યમાં 12 વર્ષ બાદ જંત્રીમાં થયો વધારોરાજ્યમાં સરવે સહિતની કામગીરી રહેશે ચાલુગુજરાત (Gujarat)રાજ્યમાં 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં બમણો વધારો કરાયો છે. જંત્રીના ભાવમાં વધારો થવાના પગલે એફોર્ડેબલ મકાનો મોંઘા થઇ શકે છે. આજથી જ નવા દરનો અમલ થશે.જંત્રીના ભાવમાં બમણો વધારો રાજ્ય સરકારે 2011
Advertisement
- ગુજરાતમાં જંત્રી બમણો કરવાનો નિર્ણય
- આજથી જંત્રીનો ભાવ અમલી બનશે
- એડહોક ધોરણે અમલમાં રહેશે નવી જંત્રી
- રાજ્યમાં 12 વર્ષ બાદ જંત્રીમાં થયો વધારો
- રાજ્યમાં સરવે સહિતની કામગીરી રહેશે ચાલુ
ગુજરાત (Gujarat)રાજ્યમાં 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં બમણો વધારો કરાયો છે. જંત્રીના ભાવમાં વધારો થવાના પગલે એફોર્ડેબલ મકાનો મોંઘા થઇ શકે છે. આજથી જ નવા દરનો અમલ થશે.
જંત્રીના ભાવમાં બમણો વધારો
રાજ્ય સરકારે 2011 બાદ ફરી એક વાર શનિવારે જંત્રીના ભાવમાં બમણો વધારો કર્યો છે. રાજ્યના મહેસુલ વિભાગે આ માટે નોટિફીકેશન પણ જાહેર કર્યું છે. રાજ્યમાં થતા ઝડપી વિકાસના પગલે જમીનના ભાવમાં વધારો થતાં જમીનોના બજારભાવ યોગ્ય રીતે નક્કી થઇ શકે તે માટે રાજ્યમાં જંત્રીના દર બમણા કરાયા છે.
અગાઉ પણ વધારો સુચવાયો હતો
રાજ્યમાં 2019માં પણ જંત્રીના દરોમાં સુધારો કરવાનો નિર્ણય કરાયો હતો પણ ત્યારબાદ તેનો અમલ કરી શકાયો ન હતો. મહેસુલ વિભાગે 2011ના જંત્રી દરોમાં 20થી 40 ટકા સુધીનો વધારો સુચવ્યો હતો
મકાનો મોંઘા થઇ શકે
જંત્રીના ભાવમાં બમણો વધારો કરાતા મકાનો મોંઘા થઇ શકે છે. આ વધારાની સીધી અસર મકાન ખરીદવા માગતા સામાન્ય લોકો પર પડશે. એફોર્ડેબલ મકાનોના ભાવમાં પણ વધારો થઇ શકે છે.
ગુજરાત બિલ્ડર-ડેવલપરની યોજાશે ઝૂમ મિટિંગ
બીજી તરફ ગુજરાત બિલ્ડર-ડેવલપરની આ મુદ્દે ઝૂમ મિટિંગ યોજવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. બેઠકમાં નવી જંત્રી માટે સરકારને રજૂઆત કરવામાં આવશે અને જંત્રીમાં વધારો પાછો ખેંચીને સમતોલ વધારો લાગુ કરવા અનુરોધ કરાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


