Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કચ્છના સુરજબારી નજીક ટ્રકની હડફેટે ચઢતા 22 ઘેટા-બકરાના મોત

કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી નજીક ટ્રકની હડફેટે ચઢતા 22 ઘેટા બકરાના મોત નીપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. છેલ્લા ઘણા સમયથી અવારનવાર અહીના માર્ગ પર બેફામ દોડતી ટ્રકોના કારણે પશુઓના મોત થઈ રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે . છેલ્લા છ મહિનામાં અનેક વખત અબોલ પશુઓ મોતને ભેટ્યા છે ત્યારે આરટીઓ અને પોલીસ તંત્ર ગંભીર બને તે જરૂરી બની રહે છે  22 જેટલા ઘેટા બકરાના મોતથી માલધારી પરિàª
કચ્છના સુરજબારી નજીક ટ્રકની હડફેટે ચઢતા 22 ઘેટા બકરાના મોત
Advertisement
કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી નજીક ટ્રકની હડફેટે ચઢતા 22 ઘેટા બકરાના મોત નીપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. છેલ્લા ઘણા સમયથી અવારનવાર અહીના માર્ગ પર બેફામ દોડતી ટ્રકોના કારણે પશુઓના મોત થઈ રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે . છેલ્લા છ મહિનામાં અનેક વખત અબોલ પશુઓ મોતને ભેટ્યા છે ત્યારે આરટીઓ અને પોલીસ તંત્ર ગંભીર બને તે જરૂરી બની રહે છે 
 22 જેટલા ઘેટા બકરાના મોતથી માલધારી પરિવારમાં આભ તૂટી પડ્યું 
સુરજબારી ધોરીમાર્ગ પર આજે સવારે  ટ્રકની અડફેટે 22 ઘેટા-બકરા મોતને ભેટ્યા. માળિયા તરફથી કચ્છ બાજુ આવતી ટ્રકની હડફેટે ઘેટાં બકરા આવી જતા ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા. જ્યારે 5 ઘેટાં ગંભીરરૂપથી ઘાયલ થયા હતા. 

નાસી રહેલા ટ્રક ડ્રાઇવરને પકડી લેવાયો 
અકસ્માત સર્જી નાસી રહેલા ટ્રકને અન્ય માલધારીએ અટકાવી લીધો હતો . સુરજબારી ટોલ ગેટની હાઇવે પેટ્રોલિંગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરી સુચારુ બનાવી રાખ્યો હતો.અંજાર તાલુકાના રબારી સમાજના માલધારી પશુ માલ સાથે કચ્છ પરત આવી રહ્યા હતા ત્યારે સુરજબારી બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો હોવાનું જાણવા મળે છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×