Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એ…એ….ધડામ ! ટંકારામાં સ્કૂલ બસ પહોંચે ત્યાં જ પ્રવેશદ્વાર થયો ધરાશાયી, જુઓ video

મોરબી ટંકારા શહેરમાં પ્રવેશદ્વાર અચાનક ધરાશયી ટંકારામાં ઉગમણા નાકે પ્રવેશદ્વાર ધરાશયી થયો  આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતીપ્રવેશદ્વાર તૂટ્યો ત્યારે કોઈ અવર જવર ન હોવાથી મોટી જાનહાની ટળી મોરબીના (Morbi)ટંકારામાં(Tankara)પ્રવેશદ્વાર (Entrance)ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. ઉગમણા નાકાનો પ્રવેશદ્વાર તૂટતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. જો કે પ્રવેશદ્વાર પાસે સ્કૂલ બસ
એ hellip એ hellip  ધડામ   ટંકારામાં સ્કૂલ બસ પહોંચે ત્યાં જ પ્રવેશદ્વાર થયો ધરાશાયી  જુઓ video
Advertisement
  • મોરબી ટંકારા શહેરમાં પ્રવેશદ્વાર અચાનક ધરાશયી 
  • ટંકારામાં ઉગમણા નાકે પ્રવેશદ્વાર ધરાશયી થયો  
  • આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી
  • પ્રવેશદ્વાર તૂટ્યો ત્યારે કોઈ અવર જવર ન હોવાથી મોટી જાનહાની ટળી 
મોરબીના (Morbi)ટંકારામાં(Tankara)પ્રવેશદ્વાર (Entrance)ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. ઉગમણા નાકાનો પ્રવેશદ્વાર તૂટતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. જો કે પ્રવેશદ્વાર પાસે સ્કૂલ બસ (School Bus) પહોંચે તે પહેલા જ ધરાશાયી થયો હતો. જેને લઈને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 
પ્રવેશદ્વાર ધરાશાયીની ઘટના CCTV માં કેદ થઈ હતી. જયાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, દરવાજા નજીક સ્કૂલ બસ પહોંચી રહી છે, ત્યાં અચાનક જ પ્રવેશદ્વાર ધડાકાભેર ધરાશાયી થયો હતો. ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા. જો કે બાળકોને કોઈ પણ પ્રકારની ઈજા ન થતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા

થોડા દિવસો અગાઉ ગાંધીનગરમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. ગાંધીનગર ચ-6 સર્કલ પાસે એક સ્કૂલવાન બાળકોને લઈને પસાર થઈ રહી હતી. એ સમયે પૂરપાટ ઝડપે જઈ રહેલી ખાનગી બસના ચાલકે આ સ્કૂલવાનને ભયંકર ટક્કર મારી હતી. જે બાદ સ્કૂલવાન દૂર સુધી ફેંકાઈ હતી.

Advertisement

Advertisement

10 જેટલા બાળકોને ઈજા પહોંચી હતી


આ ટક્કર એટલી ભયંકર હતી કે આખી સ્કૂલવાન પલટી ખાઈ ગઈ હતી. ત્યારે આ અકસ્માતમાં સ્કૂલવાનમાં બેસેલા 10 જેટલા બાળકોને ઈજા પહોંચી હતી. એ તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આપણ  વાંચો- સુરત પોલીસની સરાહનીય કામગીરી, અપહરણ કરાયેલા બાળકને ગણતરીના કલાકોમાં જ મુક્ત કરાવ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×