ગિરનાર પર્વત પર દીપડો જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર માં અંબાના મંદિર નજીક હેલિપેડ પાસે દિપડો જોવા મળતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. સાંજના સમયે પણ દિપડો, દિપડી અને બે બચ્ચાં જોવા મળ્યા હતા જેના પગલે લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગિરનાર પર્વત પર આવેલા માં અંબાના મંદિર નજીક દિપડો જોવા મળ્યો હતો. અંબાજી મંદિરના હેલિપેડ પાસે દિપડો જોવા મળ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે એક દિપડો શિàª
Advertisement
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર માં અંબાના મંદિર નજીક હેલિપેડ પાસે દિપડો જોવા મળતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. સાંજના સમયે પણ દિપડો, દિપડી અને બે બચ્ચાં જોવા મળ્યા હતા જેના પગલે લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગિરનાર પર્વત પર આવેલા માં અંબાના મંદિર નજીક દિપડો જોવા મળ્યો હતો. અંબાજી મંદિરના હેલિપેડ પાસે દિપડો જોવા મળ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે એક દિપડો શિકાર પાછળ દોડયો હતો અને થોડીવાર બાદ દિપડી બે બચ્ચાં સાથે દેખાઇ હતી. પાસેના દુકાનદારે દિપડાને નજીકથી નિહાળ્યો હતો. ગિરનાર પર્વત પર દિપડો જોવા મળતાં યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુઓ માં અંબાજીના દર્શન કરીને પગથીયાં ચડી રહ્યા હતા ત્યારે જ હેલિપેડ તરફથી દિપડાએ શિકાર માટે દોટ લગાવી હતી જેથી પગથીયાં પર રહેલા યાત્રીકો અને દુકાનદારોમાં ભય વ્યાપી ગયો હતો. ત્યારબાદ સાંજના સમયે પણ કેટલાક લોકોને દિપડો, દિપડી અને બે બચ્ચાં જોવા મળ્યા હતા, જેથી સમગ્ર મામલે વન વિભાગને જાણ કરાઇ હતી. વન વિભાગે સ્થળ પર જઇને માહિતી મેળવી હતી.


