Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેસાણામાં ગર્ભ પરિક્ષણ ન થતું હોવાની સૂચના ન લગાવવા સહિતની બાબતોને લઇ 4 તબીબો સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી

ગાઇડલાઇનના ભંગને લઇને તપાસ મહેસાણા જિલ્લામાં ગર્ભ પરીક્ષણન ન થતું હોવાની નોટિસ કે સૂચના ન લગાવવા મામલે  તેમજ તેના સાધનોનો દુરુપયોગ તો નથી થઇ રહ્યોને તેની તપાસ અર્થે  તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું. ઓચિંતી હાથ ધરેલી તપાસમાં જિલ્લાની કેટલીક હોસ્પિટલની બેદરકારી પણ સામે આવી અને આવી હોસ્પિટલ સામે કાર્યવાહી અને જરૂરી સૂચનાઓ આપી તાત્કાલિક ધોરણે પગલાં ભરવાં મહેસાણા DDOએ આરોગ્ય વિભાà
મહેસાણામાં ગર્ભ પરિક્ષણ ન થતું હોવાની સૂચના ન લગાવવા સહિતની બાબતોને લઇ 4 તબીબો સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી
ગાઇડલાઇનના ભંગને લઇને તપાસ 
મહેસાણા જિલ્લામાં ગર્ભ પરીક્ષણન ન થતું હોવાની નોટિસ કે સૂચના ન લગાવવા મામલે  તેમજ તેના સાધનોનો દુરુપયોગ તો નથી થઇ રહ્યોને તેની તપાસ અર્થે  તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું. ઓચિંતી હાથ ધરેલી તપાસમાં જિલ્લાની કેટલીક હોસ્પિટલની બેદરકારી પણ સામે આવી અને આવી હોસ્પિટલ સામે કાર્યવાહી અને જરૂરી સૂચનાઓ આપી તાત્કાલિક ધોરણે પગલાં ભરવાં મહેસાણા DDOએ આરોગ્ય વિભાગને સૂચિત કર્યા. ગર્ભ પરીક્ષણ અટકાવવા મામલે રાજ્ય સરકાર દ્વારા કેટલીક ગાઈડ લાઇન સાથે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે તેમ છતાં જો તેનો અમલ થતો ન જણાય તો દંડનાત્મક પગલાંની પણ જોગવાઈ કરવામાં આવી છે. 

'અહીં ગર્ભનું જાતીય પરીક્ષણ " કરવા માં આવતું નથી' તેવી સૂચના નહોતી મુકી 
મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સારવાર અને ચકાસણી માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોનો નિયમ મુજબ અમલ કરવામાં આવતો ન હોવાથી 4 તબીબોને નોટીસો ફટકારવા માં આવી છે..આરોગ્ય વિભાગે સોનોગ્રાફી મશીન સહિતના સાધનોનો હોસ્પિટલમાં મેડીકલ  સારવાર માટે ઉપયોગ કરવા નિયમ બનાવ્યા છે..જેમાં સોનોગ્રાફી મશીન ઉપયોગ કરનાર તબીબ અને હોસ્પિટલે "અહીં ગર્ભ નું જાતીય પરીક્ષણ " કરવા માં આવતું ન હોવાનું બોર્ડ લગાવવું ફરજિયાત છે..

સોનોગ્રાફીને લગતા કોઇ રિપોર્ટ રાખ્યા ન હતા 
જોકે મહેસાણા ની લાયન્સ હોસ્પિટલ, મંગલમ એક્સરે,કડી ની પારુલ નર્સિંગ અને ભાગ્યોદય હોસ્પિટલ સહિત 4 હોસ્પિટલમાં માં ગર્ભ  પરીક્ષણ ન થતું હોવાના બોર્ડ લગાવ્યા નહોતા..આથી મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીની સૂચના થી આરોગ્ય વિભાગે નોટિસો ફટકારતા તબીબી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે..આ સાથે નવીન મેડિકલ મશીનો વસાવ્યા એની જાણ પણ કરાઈ નહીં અને સૌથી મહત્વ ની વાત એ છે કે સોનોગ્રાફી મશીનો ઉપયોગ કરનાર તબીબો અને હોસ્પિટલો દ્વારા સોનોગ્રાફીના રીપોર્ટ આરોગ્ય વિભાગને આપવામાં આવતા નથી અને કાગળ ઉપર સોનોગ્રાફી કર્યાનો કોઈ જ રેકોર્ડ રાખવા માં આવતો નથી.. આ કારણે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ આવનારા સમયમાં આ તમામ મુદ્દે તબીબો અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.