નર્મદા ડેમના તમામ દરવાજા ખોલાયા, પાણી ગોલ્ડન બ્રિજની લગોલગ પહોંચતા ભરૂચનું તંત્ર એલર્ટ
સમગ્ર મહારાષ્ટ્ર અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ સહિત વિવિધ ડેમોમાં પાણીની આવક થઈ રહી છે જેના ભાગરૂપે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થવાના કારણે ત્રણ લાખ દિવસે પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ નજીક નર્મદા નદીમાં સતત પાણીની આવક થવાના કારણે ગોલ્ડન બ્રિજની સપાટીમાં વધારો થઈ રહ્યો છે સાથે ભરતીના પાણી આવવાના કારણે પણ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવા એંધાણું વર્તાઈ રહ્
Advertisement
સમગ્ર મહારાષ્ટ્ર અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ સહિત વિવિધ ડેમોમાં પાણીની આવક થઈ રહી છે જેના ભાગરૂપે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થવાના કારણે ત્રણ લાખ દિવસે પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ નજીક નર્મદા નદીમાં સતત પાણીની આવક થવાના કારણે ગોલ્ડન બ્રિજની સપાટીમાં વધારો થઈ રહ્યો છે સાથે ભરતીના પાણી આવવાના કારણે પણ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવા એંધાણું વર્તાઈ રહ્યા છે ત્યારે નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોના લોકોને એલર્ટ કરવા સાથે કેટલાય લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે નર્મદા ડેમના ૨૩ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને સતત પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે નર્મદા નદીમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. પશુપાલકોને અવરજવર કરવા ન જવા દેવા પશુપાલન કરનારા લોકોને સૂચનાઓ આપવામાં આવી છે અને માછીમારોને પણ નદીમાં માછીમારી ન કરવા માટેના સૂચનો અપાયા છે. ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થવા સાથે નર્મદા નદીના કાંઠાના ખેડૂતોના ખેતરોમાં પણ પાણી પહોંચ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે જેના પગલે ફરી એક વાર ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
ભરૂચ નજીક નર્મદા નદીની સપાટીમાં વધારો થતા સતત ભરૂચ અંકલેશ્વરના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સાથે વેચાણ વાળા કેટલાય ગામોના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી રહી છે અને કેટલાય લોકોને સુરક્ષિત સ્થળાંતર કરાયા છે ભરૂચ જિલ્લામાં પણ સતત નર્મદા નદીમાં પાણીની આવક થવા સાથે દરિયાઈ ભરતીના પાણીના કારણે સતત સપાટીમાં વધારો નોંધાયો હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે ત્યારે નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવા એંધાણો વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી રહી છે.


