Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ નેશનલ હાઈવે ઓથોરિટી સામે ઊતરી મેદાનમાં

વડોદરા મુંબઈ એક્સપ્રેસ - વે (Vadodara Mumbai Express Way) ભરૂચ (Bharuch) જિલ્લાના 32 ગામના ખેડૂતોની જમીન સંપાદનને લઈ કલેકટરના (Collector) હુકમ સામે નેશનલ હાઈવે ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ માં પહોંચતા ખેડૂતોએ ફરી એકવાર મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે તો ભાડભૂત બેરેજ યોજનાને લઈને પણ જમીન સંપાદન સામે ખેડૂતોએ (Farmers) સમાન વર્તનની માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી મૂકી હતી.કલેક્ટર સાહેબની કોર્ટનો ચુકાદો90 દિવસ પહેલા વડ
ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ નેશનલ હાઈવે ઓથોરિટી સામે ઊતરી મેદાનમાં
Advertisement
વડોદરા મુંબઈ એક્સપ્રેસ - વે (Vadodara Mumbai Express Way) ભરૂચ (Bharuch) જિલ્લાના 32 ગામના ખેડૂતોની જમીન સંપાદનને લઈ કલેકટરના (Collector) હુકમ સામે નેશનલ હાઈવે ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ માં પહોંચતા ખેડૂતોએ ફરી એકવાર મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે તો ભાડભૂત બેરેજ યોજનાને લઈને પણ જમીન સંપાદન સામે ખેડૂતોએ (Farmers) સમાન વર્તનની માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી મૂકી હતી.
કલેક્ટર સાહેબની કોર્ટનો ચુકાદો
90 દિવસ પહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ - વેમાં ભરૂચ જિલ્લાના 32 ગામોના ખેડૂતોની જમીન સંપાદન થાય જેમાં અંકલેશ્વર તાલુકાના પૂર્ણ ગામના કલેક્ટર સાહેબની કોર્ટનો 5/11/2022ના રોજ ચુકાદો જાહેર કરાયો હતો જેમાં રૂપિયા 660 પ્રતિ ચોરસ મીટર પ્રમાણે વળતર ચૂકવવાનો ચુકાદો જાહેર કરાયો હતો.
ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ
જે નેશનલ હાઇવે ઓથોરિટી સાથે મીટીંગ કરીને નક્કી કરેલ હોવા છતાં નેશનલ હાઈવે ઓર્થોરીટી દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સમગ્ર હુકમને પડકારવામાં આવેલ છે અને 90 દિવસ પૂર્ણ થાય તે પહેલા જ નેશનલ હાઈવે ઓથોરિટી ખેડૂતોને વર્તન નહીં ચૂકવવાની નેમ સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
ખુશી નિરાશામાં ફેરવાઈ
જેના કારણે 90 દિવસ પહેલા જમીન સંપાદન મુજબ વળતર મેળવવાની આશાએ ખુશીથી જુમે ઉઠેલા અને મોટા ઉપાડે મોઢુ મીઠું કરી ખુશી વ્યક્ત કરનારા ખેડૂતો ફરી એકવાર નિરાશ બની નેશનલ હાઈવે ઓથોરિટી સામે બાયો ચડાવી છે અને ભરૂચ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરી છે
ખેડૂતો મેદાનમાં
ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજ યોજનામાં ડાબા કાંઠા પૂર સંરક્ષણ માટે ડાબા કાંઠા વિસ્તારની જમીનો સંપાદન કરતા પહેલા બજાર કિંમત રિવાઇઝ કરી વળતર આપવાની માંગ સાથે ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે અને તેઓએ પણ સમાન વળતરની માંગણી સાથે મેદાનમાં ઉતરતા ખેડૂતો આજે રસ્તા ઉપર ઉતરીને ન્યાયની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે સાથે જ ભાળભુત મેરેજ યોજનાના કારણે દરિયાના પાણી ભૂખી ખાડી મારફતે ખેડૂતોના ખેતરોમાં પહોંચી જાય તેવો ભય પણ ઉભો થયો છે સાથે જ સુરત વલસાડ નવસારીના ખેડૂતોને સન્માન્ય વળતર ચૂકવવામાં આવતો હોય તો ભરૂચ જિલ્લાના ખેડૂતોને કેમ નહીં તેવા આક્ષેપ સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતો મેદાનમાં ઉતાર્યા છે અને કલેક્ટર કચેરી મુકતા જ્યાં સુધી સમાન વળતર નહીં ત્યાં સુધી જમીન નહીંની માંગ સાથે કલેકટરને રજૂઆત કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×