ભરૂચના રણછોડજી મંદિર પૂર્ણિમાની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ..
ભરૂચના પૌરાણિક રણછોડજીના મંદિરે શરદપૂર્ણિમાની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને શરદ પૂર્ણિમાના પૂર્ણ ખીલેલા ચંદ્રની શીતલ ચાંદનીનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે શરદપૂનમે ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠે છે જેને શરદપૂર્ણિમાની તૈયારીઓ ચાલી રહી છે.સોળ કળા એટલે કે ચંદ્રના ૧૬ પ્રકારના કિરણો અમૃતા માનદા પુષા પુષ્ટિ, તૃષ્ટિ રતિ, ધૃતિ રાશિની ચંદ્રિકા ક્રાંતિ, જ્યોત્સના શ્રીપ્રીતિ, અંગàª
Advertisement
ભરૂચના પૌરાણિક રણછોડજીના મંદિરે શરદપૂર્ણિમાની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને શરદ પૂર્ણિમાના પૂર્ણ ખીલેલા ચંદ્રની શીતલ ચાંદનીનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે શરદપૂનમે ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠે છે જેને શરદપૂર્ણિમાની તૈયારીઓ ચાલી રહી છે.
સોળ કળા એટલે કે ચંદ્રના ૧૬ પ્રકારના કિરણો અમૃતા માનદા પુષા પુષ્ટિ, તૃષ્ટિ રતિ, ધૃતિ રાશિની ચંદ્રિકા ક્રાંતિ, જ્યોત્સના શ્રીપ્રીતિ, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃતા આ ૧૬ કિરણો એટલે ચંદ્રની શીતળતા ચેતનતા, આરોગ્ય વિજય પ્રદાન કરતી ૧૬ પ્રકારની શક્તિઓ આવી શીતળ ચાંદનીની રાત્રીએ ભરૂચના અતી પૌરાણિક અને પાવન નર્મદા તટે રણછોડજી ઢોળાવ પર આવેલા રણછોડજી મંદિરે શરદ પૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે જેમાં રણછોડજીને વિશેષ શણગાર કરવા સાથે આરતી તથા આગવી પરંપરા મુજબ ભજનની રમઝટ જામશે.
આ ઉપરાંત રણછોડજી મંદિરના પટાંગણમાં આવેલી દીપમાળા પણ રોશનીથી ઝગમગી ઉઠશે.વર્ષો પહેલા આ દીપમાળા માં તેલના દિવડા બાધા પૂરી થઈ હોય તેવા શ્રદ્ધાળુઓ મૂકતા હતા. આધુનિક સમયમાં દીવડાઓનું સ્થાન રંગબેરંગી ઈલેક્ટ્રીક બલ્બોએ લીધું છે.જેથી દીપમાળ પણ હવે રંગબેરંગી રોશનીથી શરદપૂર્ણિમાની શીતળ ચાંદની સાથે સ્પર્ધા કરતો હોય તેમ શરદ પૂર્ણિમાએ લાગે છે પાસે જ નવચોકી ઓવારે જવાનું પણ લોકો ચૂકતા નથી..
આમ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભરૂચ રણછોડજી મંદિરે દિવસે ઉગ્યો હોય અને મેળો જામ્યો હોય તેવો માહોલ જોવા મળશે.ડાકોરમાં મંદિર સંકુલમાં રહેલ દીપમાળા જેવું જ દીપમાળા ભરૂચના નવ ચોકી આવેલ રણછોડજીના ઢોળાવ ઉપર આજે પણ કાર્યરત છે અને આ દીપમાળા શરદ પૂનમની રાતે ઝળહળતી કરી દેવાય છે અને કહેવાય છે કે આ દીપમાળા ઉપર દીપ પ્રગટાવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે અને કેટલાય ભક્તોની મનોકામના પૂર્ણ થતા આ દીપમાળા ઉપર દીપ પ્રચલિત કરી દીપમાળાને જળહળતો કરી દેવામાં આવે છે અને આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં ભક્તોનો માનવ મેળામણ ઉંટી પડે છે.


