સુરત પૂર્વ બેઠક પર ગૃહ રાજ્યમંત્રીશ્રીનો ઝંઝાવાતી પ્રચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) થોડાં દિવસો જ બાકી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) સુરત પૂર્વની બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં રોડ-શૉ કર્યો હતો. અહીં તેમને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. તેમની સાથે ભાજપના ઉમેદવાર અરવિંદ રાણા (Arvind Rana) અને તેમની સાથે દર્શનાબેન જરદોશ (Darshana Jardosh) પણ જોડાયા હતા.સુરતમાં (Surat) હર્ષભાઈ સંઘવી વાજતે-ગાજતે પ્રચાર રોડ-શૉમાં નિકળ્યા હતા.Â
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) થોડાં દિવસો જ બાકી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) સુરત પૂર્વની બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં રોડ-શૉ કર્યો હતો. અહીં તેમને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. તેમની સાથે ભાજપના ઉમેદવાર અરવિંદ રાણા (Arvind Rana) અને તેમની સાથે દર્શનાબેન જરદોશ (Darshana Jardosh) પણ જોડાયા હતા.
સુરતમાં (Surat) હર્ષભાઈ સંઘવી વાજતે-ગાજતે પ્રચાર રોડ-શૉમાં નિકળ્યા હતા.
હર્ષભાઈ સંઘવીના રોડ-શૉમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ હર્ષભાઈના રોડ શોમાં જોડાયા હતા. તેમનું પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
હર્ષભાઈ સંઘવીએ ખુલ્લી જીપમાં અરવિંદ રાણાના સમર્થનમાં કૈલાસનગર જૈન ઉપાશ્રયથી આઠવા ગેટ સુધીનો રોડ-શૉ યોજાયો હતો.
હર્ષભાઈના રોડ-શૉમાં જૈન સમાજ સહિત દરેક સમાજના લોકો જોડાયા હતા અને તેમનું પુષ્પવર્ષા, ફુલહાર અને દિવડાંની આરતીથી હર્ષભાઈનું સ્વાગત કરાયું હતું.
સુરત પૂર્વ વિસ્તારમાં હર્ષભાઈના રોડ-શૉને પગલે મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને હર્ષભાઈ સંઘવીએ ભાજપના (BJP) ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી.
આ પણ વાંચો - સત્તાના સંગ્રમામાં CMશ્રીનો દમદાર પ્રચાર, લોકો બોલ્યા, "આજે તો અમારા ભુપેન્દ્ર દાદા આવે છે"
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement