Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દાહોદમાં રેલવેના અદ્યતન એન્જિન બનશે, દુનિયામાં આ જિલ્લાની નવી ઓળખ ઉભી થશે : રેલ રાજ્યમંત્રીશ્રી

આજે દાહોદ જિલ્લામાં 100 કરોડના ખર્ચે બનનાર બે રોડઓવર બ્રીજના શિલાન્યાસ કરતા કેન્દ્રીય રાવસાહેબ દાનવે પાટીલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે રતલામ ડિવિઝનના દાહોદ ખાતે 07 ઓક્ટોબર 2022ના રોજ કેન્દ્રીય  રેલ્વે કોલસા અને ખાણ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે પાટીલ દ્વારા આજે  પીપલોદમાં  યાર્ડ ખાતે લેવલ ક્રોસિંગ નં.28 અને પીપલોદ-લીમખેડા વિભાગમાં લેવલ ક્રોસિંગ નંબર 32 ની જગ્યાએ રોડ ઓ
દાહોદમાં રેલવેના અદ્યતન એન્જિન બનશે  દુનિયામાં આ જિલ્લાની નવી ઓળખ ઉભી થશે   રેલ રાજ્યમંત્રીશ્રી
Advertisement
આજે દાહોદ જિલ્લામાં 100 કરોડના ખર્ચે બનનાર બે રોડઓવર બ્રીજના શિલાન્યાસ કરતા કેન્દ્રીય રાવસાહેબ દાનવે પાટીલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે રતલામ ડિવિઝનના દાહોદ ખાતે 07 ઓક્ટોબર 2022ના રોજ કેન્દ્રીય  રેલ્વે કોલસા અને ખાણ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે પાટીલ દ્વારા આજે  પીપલોદમાં  યાર્ડ ખાતે લેવલ ક્રોસિંગ નં.28 અને પીપલોદ-લીમખેડા વિભાગમાં લેવલ ક્રોસિંગ નંબર 32 ની જગ્યાએ રોડ ઓવર બ્રિજનો શિલાન્યાસ કર્યા હતા.
પીપલોદ ખાતે સભાનું સંબોધન કરતા તેમને દાહોદના રેલવેની દ્રષ્ટિ એ ખૂબ મહત્વનું ગણાવતા જણાવ્યું હતું કે દાહોદના રેલવે વર્કશોપ નું નિરીક્ષણ કર્યા પછી રેલ રાજ્ય મંત્રી જણાવ્યું હતું કે, આ રેલવે વર્કશોપ બ્રિટિશ સમય થી ચાલી રહ્યું છે અને તેમાં રેલવેના કોચ, વેગન અને વેપન નું રીપેરીંગ કામ થતું આવ્યું છે અને જ્યારેદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹20 હજાર કરોડ દાહોદના વર્કશોપને ફાળવેલા છે ત્યારે દાહોદમાં હવે રેલવેના અદ્યતન એન્જિન બનશે અને તે એન્જિન વિદેશોમાં ભારત વેચશે અને જેના લીધે દાહોદ  વિશ્વ વિખ્યાત થશે.
તેમણે કહ્યું, હવે પછીના સમયમાં દાહોદની પછાત આદિવાસી જિલ્લા તરીકે ની તસવીર છે તે બદલાશે અને વિકાસશીલ જિલ્લા તરીકે દેશના વિકાસમાં સિંહ ફાળો આપશે.પીપલોદ ની સભા પછી  માન કેન્દ્રીય રાજ્યમંત્રી   દ્વારા દાહોદ સ્ટેશન ઉપર રેલ્વેના નવા ફૂટ ઓવર બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો અને દાહોદ ઓડિટોરિયમમાં પણ એક સભા સંબોધી હતી.  આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ માનનીય સાંસદ જસવંતસિંહ ભાભોર, ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા, ધારાસભ્ય બચુભાઈ ખાબડ ભાજપ જિલ્લા પ્રમુખ અને સ્થાનિક રેલવે અધિકારીઓ, ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
Advertisement

.

×