Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસને મળી શકે છે મુખ્ય વિપક્ષનો દરજ્જો, 1985માં 14 બેઠક મેળવનાર જનતાદળ બન્યો હતો મુખ્ય વિપક્ષ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક અને કોંગ્રેસને માત્ર 17 બેઠક મળતા કોંગ્રેસને મુખ્ય વિપક્ષ તરીકે માન્યતા મળશે કે કેમ તે સવાલ ચચાનો વિષય બનેલો છે.. આવા સંજોગોમાં રાજ્ય સરકારનો વિરોધ પક્ષની માન્યતા અંગેનો ગુજરાત વિધાનસભા વેતન અને ભથ્થા કાયદો,1979 એવું કહે છે કે,સતાપક્ષ સિવાયના પક્ષમાં સૌથી વધુ ધારાસભ્યોની સંખ્યા ધરાવતા પક્ષને વિરોધ પક્ષની માન્યતા પણ મળે છે અને તેના નેતાન
કોંગ્રેસને મળી શકે છે  મુખ્ય વિપક્ષનો દરજ્જો  1985માં 14 બેઠક મેળવનાર જનતાદળ બન્યો હતો મુખ્ય વિપક્ષ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક અને કોંગ્રેસને માત્ર 17 બેઠક મળતા કોંગ્રેસને મુખ્ય વિપક્ષ તરીકે માન્યતા મળશે કે કેમ તે સવાલ ચચાનો વિષય બનેલો છે.. આવા સંજોગોમાં રાજ્ય સરકારનો વિરોધ પક્ષની માન્યતા અંગેનો ગુજરાત વિધાનસભા વેતન અને ભથ્થા કાયદો,1979 એવું કહે છે કે,સતાપક્ષ સિવાયના પક્ષમાં સૌથી વધુ ધારાસભ્યોની સંખ્યા ધરાવતા પક્ષને વિરોધ પક્ષની માન્યતા પણ મળે છે અને તેના નેતાને નિયમ મુજબ તમામ સુવિધા પણ આપવી પડે છે.

લોકસભામાં વિરોધ પક્ષ તરીકે માન્યતા મેળવવા માટે 10 ટકા બેઠક જરૂરી 
ઉલ્લેખનીય છે કે, લોકસભામાં વિરોધ પક્ષ તરીકે માન્યતા મેળવવા માટે 10 ટકા બેઠકની જોગવાઇ છે.રાજકીય પાર્ટીના નેતાઓ અને કાર્યકરો એવી દ્વિધામાં છે કે, કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે ગણવો કે નહીં. રાજય સરકારના 1979ના વિરોધ પક્ષના નેતા અંગેના કાયદામાં તે અંગે સ્પષ્ટતા છે.વિરોધ પક્ષ તરીકેની માન્યતા મળે એટલે કોંગ્રેસના ધારાસભ્યો પોતાના પક્ષનો નેતા નક્કી કરે તેને સરકારી સુવિધા પણ આપવી પડે છે. વિરોધ પક્ષના નેતાને કેબિનેટ કક્ષાના મંત્રીને સમકક્ષ હોદ્દો મળે છે. જેમાં તેમને ગાડી, બંગલો, વિધાનસભામાં ઓફિસ અને 19 વ્યકિતનો સ્ટાફ મળે છે.
1985માં માત્ર 14 બેઠકો મેળવનાર જનતાદળ મુખ્ય વિપક્ષ બન્યો હતો
કોંગ્રેસે 1985માં સ્વ.માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠક પર વિજય મેળવ્યો હતો. સામે જનતા દળને 14, ભાજપને 11 અને અપક્ષને 8 બેઠક મળી હતી. આ વખતે સૌથી વધુ ધારાસભ્ય ધરાવતી પાર્ટી તરીકે જનતા દળને વિરોધ પક્ષની માન્યતા મળી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


Tags :
Advertisement

.

×