Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં એકબીજાને ભેટીને રડી પડ્યા કોંગ્રેસ નેતા, સર્જાયા ભાવુક દ્રશ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat assembly election)પરિણામ જાહેર થઈ ગયું છે. તો બીજી તરફ અમદાવાદમાં ઈમોશનલ દ્રશ્યો સામે આવ્યા છે.  અમદાવાદમાં કોંગ્રેસના(CONGRESS)બે નેતાઓનો ભાવુક વિડીયો વાયરલ થયો છે.ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Sheikh)અને ઇમરાન ખેડાવાલા (Imran Khedawala)એકબીજાને ભેટીને રડી પડયા હતા. બને નેતાઓએ એક બીજાને સાંત્વના આપી હતી. ઇમરાન ખેડાવાલાની જીત પર ગ્યાસુદ્દીન શેખે અભિનંદન પાઠવ્યા હતા. તો બીજી તરફ ગ્યાસુદ્
અમદાવાદમાં એકબીજાને ભેટીને રડી પડ્યા કોંગ્રેસ નેતા  સર્જાયા ભાવુક દ્રશ્યો
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat assembly election)પરિણામ જાહેર થઈ ગયું છે. તો બીજી તરફ અમદાવાદમાં ઈમોશનલ દ્રશ્યો સામે આવ્યા છે.  અમદાવાદમાં કોંગ્રેસના(CONGRESS)બે નેતાઓનો ભાવુક વિડીયો વાયરલ થયો છે.ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Sheikh)અને ઇમરાન ખેડાવાલા (Imran Khedawala)એકબીજાને ભેટીને રડી પડયા હતા. બને નેતાઓએ એક બીજાને સાંત્વના આપી હતી. ઇમરાન ખેડાવાલાની જીત પર ગ્યાસુદ્દીન શેખે અભિનંદન પાઠવ્યા હતા. તો બીજી તરફ ગ્યાસુદ્દીન શેખની હાર પર ઇમરાન ખેડાવાલાએ હિંમત આપી હતી. તમને જણાવી દઈએ કે, ગ્યાસુદ્દીન શેખની ઓફિસ પર ઇમરાન ખેડાવાલા મળવા ગયા હતા.
ગુજરાતના 33 જિલ્લામાંથી કેટલા જિલ્લા થયા કોગ્રેસ મુક્ત?

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી. વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોગ્રેસનો સફાયો થયો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લા કોગ્રેસ મુક્ત થયા હતા. બીજી તરફ  કૉંગ્રેસના 44 અને આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. રાજ્યના 13 જિલ્લાઓમાં કૉંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. રાજ્યના 13 જિલ્લાઓમાં તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.
અમદાવાદ 21 બેઠક પૈકી 19 બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો લહેરાયો

અમદાવાદ શહેર 16 અને જિલ્લાની 5 મળી 21 બેઠક પૈકી 19 બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કૉંગ્રેસને માત્ર બે જ બેઠક મળી હતી.  તો એક માત્ર પોરબંદર જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં ભાજપને ભવ્ય જીત મળી છે. પોરબંદર જિલ્લાની એક બેઠક પરથી કૉંગ્રેસ જ્યારે બીજી બેઠક પરથી સમાજવાદી પાર્ટીની જીત થઇ છે. તો કચ્છ જિલ્લાની 6 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 1995 બાદ પહેલીવાર તમામ બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી છે તો જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક પરથી 3 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક બેઠક કૉંગ્રેસ તો એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આવી છે. અમરેલી જિલ્લામાં  2017ની ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો હતો. પાંચેય બેઠક પર કૉંગ્રેસની જીત થઈ હતી.

2022માં પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ

2022માં પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ છે. બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકમાંથી 4 બેઠક પર ભાજપની  જીત થઇ છે. મહેસાણા જિલ્લાની 7 બેઠક પૈકી 6 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. પાટણની કુલ 4 બેઠક પૈકી 2 બેઠક પર ભાજપની જીત થઇ છે. જ્યારે 2 બેઠક પર કૉંગ્રેસની જીત થઇ છે. સુરત શહેરની 12 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઇ છે. ઓલપાડથી મુકેશ પટેલ 1 લાખ 15 હજારની લીડથી જીત્યા હતા. માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાની જીત થઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×