Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની અટકાયત

પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી છે. જુના એક કેસમાં ગાંધીનગરના નિવાસસ્થાનેથી તેમની અટકાયત કરવામાં આવી છે. ખાનગી ડ્રેસમાં પોલીસ તેમના બંગલે આવી હતી. આ મામલે ગુરુવારે દિવસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મહત્વનો ખુલાસો કરી શકે છે. રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની પોલીસે બુધવારે રાત્રે અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. દૂધ સાગર ડેરીના જુà
પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની અટકાયત
Advertisement
પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી છે. જુના એક કેસમાં ગાંધીનગરના નિવાસસ્થાનેથી તેમની અટકાયત કરવામાં આવી છે. ખાનગી ડ્રેસમાં પોલીસ તેમના બંગલે આવી હતી. આ મામલે ગુરુવારે દિવસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મહત્વનો ખુલાસો કરી શકે છે. 
રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની પોલીસે બુધવારે રાત્રે અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. દૂધ સાગર ડેરીના જુના કેસમાં વિપુલ ચૌધરીની અટકાયત કરાઇ હોવાનું જણાવાઇ રહ્યું છે. 
રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી તથા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની તેમના ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરવામાં આવી છે. વિપુલ ચૌધરીના ગાંધીનગરના બંગલે પોલીસ ખાનગી ડ્રેસમાં આવી હતી અને તેમની અટકાયત કરી હતી.
વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમની અટકાયત થવાથી અર્બુદા સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મહેસાણામાં અર્બુદા ભવન ખાતે એકત્ર થયા હતા. 
Tags :
Advertisement

.

×