રાધનપુરમાં કેનાલ લિકેજને કારણે ઉભા પાક પર ફરી વળ્યા પાણી, ખેડૂતોને મોટુ નુકસાન
રાધનપુર તાલુકામાં કેનાલ લિકેજને કારણે કેનાલના પાણી પાક પર ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પિયત માટે ખેડૂતોને સમયસર પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગ દ્વારા કેનાલો બનાવાઇ છે, પણ તેની ગુણવતાને લઇ ખેડૂતોને ભારે હાલાકી તેમજ આર્થિક નુકશાન વેઠવું પડી રહ્યું છે.ભીલોટ થી બામરોલી ગામ નજીકથી પસાર થતી ડિસ્ટ્રિબ્યુટર કેનાલ લીકેજકેનાલમ
Advertisement
રાધનપુર તાલુકામાં કેનાલ લિકેજને કારણે કેનાલના પાણી પાક પર ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પિયત માટે ખેડૂતોને સમયસર પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગ દ્વારા કેનાલો બનાવાઇ છે, પણ તેની ગુણવતાને લઇ ખેડૂતોને ભારે હાલાકી તેમજ આર્થિક નુકશાન વેઠવું પડી રહ્યું છે.
ભીલોટ થી બામરોલી ગામ નજીકથી પસાર થતી ડિસ્ટ્રિબ્યુટર કેનાલ લીકેજ
કેનાલમા પાણી છોડતાં ની સાથે ગાબડાં,લીકેજ ને લઇ ખેતરમાં તૈયાર થયેલા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકશાનીનો સામનો કરવાનાંના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે આજે રાધનપુર તાલુકાના ભીલોટ થી બામરોલી ગામ નજીકથી પસાર થતી ડિસ્ટ્રિબ્યુટર કેનાલ લીકેજ થતા પાણી ઘઉંના પાકમાં ફરી વળ્યા હતા.જેને કારણે ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.
કેનાલ બંધ કરવાની ખેડૂતોની ચીમકી
પાકને નુકસાન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને 10 દિવસમાં કેનાલ રીપેર કરવામાં નહિ આવે તો કેનાલ બંધ કરવાની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ જિલ્લાના લીંબુનો સ્વાદ છે અનેરો, રાજ્યના કુલ ઉત્પાદનના 30 ટકા લીંબુ અહીં પાકે છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


