Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતની કારંજ બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
સુરતની કારંજ બેઠકની તસવીર અને તાસીર શું છે  જાણો આ અહેવાલમાં
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
બેઠકનો પરિચય
સુરત જિલ્લાની બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપની નજર છે. આ બેઠકના મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે. જેનો પુરાવો ગત ચૂંટણીઓ છે. વર્ષ 2012 અને 2017માં યોજાયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આ સીટ 2008ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. કારંજમાં આદિવાસીઓ વસે છે.  સુરત શહેર તાલુકાના સુરત મહાનગરપાલિકા વોર્ડ નં. 36, 46, 47, 48 નો સમાવેશ થાય છે અને આ વિસ્તારના મતદારો  મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યોથી રોજગારી મેળવે છે.

ઈતિહાસ
વર્ષ 2008માં કારંજ વિધાનસભા સીટ અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ 2012માં આ વિધાનસભા મત વિસ્તાર માટે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. કારંજ વિધાનસભા ક્ષેત્રમાં રહેતા 60% લોકો સૌરાષ્ટ્રના પાટીદાર પરિવારો છે. જ્યારે બાકીના 40%માં અન્ય તમામ સમાજના લોકોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં  મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના લોકો રહે છે. ડાયમંડ અને એમ્બ્રોઇડરીના કારખાના આવેલા છે, જ્યાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કામદારો કામ કરે છે. પાટીદાર અનામત આંદોલન છતાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપને પસંદ કરી હતી. પાટીદાર આંદોલનને કારણે તત્કાલિન ધારાસભ્ય જનક બગદાણાવાળાની હાર થવાની શક્યતાને લીધે ભાજપે પ્રવીણભાઈ ઘોઘારીને ઉમેદવાર તરીકે ઉતાર્યા અને તેઓ જીત્યા પણ હતા.
ગત ચૂંટણી પરિણામ
કારંજ વિધાનસભા સીટ પર હાલ ભાજપના પ્રવીણભાઈ ઘોઘારી ધારાસભ્ય છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રવીણભાઈ ઘોઘારીએ કોંગ્રેસના ભાવેશભાઈ રબારીને લગભગ 35,000 મતોથી હરાવીને જીત મેળવી હતી. 2012માં ભાજપના જનક ભાઈ બગદાણાવાલાએ કોંગ્રેસના જયસુખભાઈ ઝાલાવાડિયાને 55 હજાર મતોથી હરાવીને જીત મેળવી હતી. હવે જોવાનું એ રહેશે કે, 2022ની ચૂંટણીમાં ભાજપ ફરી જીત જાળવી રાખવામાં સફળ રહે છે કે કેમ? કારણ કે કોંગ્રેસની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ ભાજપને ટક્કર આપવા મેદાનમાં ઉતરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના પ્રવિણભાઈ મનજીભાઈ ધોધારીએ કોંગ્રેસના ભાવેશભાઈ ગોવિંદભાઈ ભુંભાળિયાને હરાવ્યા હતા. પ્રવીણભાઈને 38 હજારથી વધુ મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર પાસે 13 હજારથી વધુ મત હતા.
2022માં થશે મોટી ટક્કર
સુરતમાં ભાજપ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ઉત્સાહભેર વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. પાટીદાર મત વિસ્તાર ગણાતા વરાછા, કરંજ ,કામરેજ વિસ્તારના વૉર્ડમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા ઉમેદવાર ચૂંટાઈને આવ્યા હતા. તેનાથી સ્પષ્ટ થઇ જાય છે કે, ભાજપથી નારાજ અને કોંગ્રેસને નહીં પસંદ કરનારા લોકો માટે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે સામે આવી છે. મનપાની ચૂંટણીમાં જે સ્પષ્ટ થઈ ગયું છે. પાટીદાર વિસ્તાર તરીકે જે ચાર વિધાનસભા બેઠક છે ત્યાં સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા 20 લાખથી પણ વધુ છે અને તેઓને નિર્ણાયક મતદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
કારંજ બેઠકના હાર-જીતના સમીકરણ
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 ઘોઘારી પ્રવિણભાઈ ભાજપ
2012 કાછડિયા જનકભાઈ ભાજપ
Tags :
Advertisement

.

×