Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોરબીમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, સાવકા બાપે જ દીકરી સાથે હેવાનીયત ભર્યું કૃત્ય આચર્યું

પરપ્રાંતીય મહિલા સાથે પતિની જેમ રહેતા નરાધમે બાજુની ઓરડીમાં રમતી બાળા સાથે હેવાનીયતભર્યું કૃત્ય આચર્યું. પતિની જેમ રહેતા વ્યક્તિએ પોતાની દીકરીને જ હવસનો શિકાર બનાવી હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવી છેબાળકીની માતા સાથે પતિની જેમ રહેતા શખ્સે આચર્યું  કુકર્મમોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં માસૂમ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ શરમજનક કૃતà
મોરબીમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ   સાવકા બાપે જ દીકરી સાથે હેવાનીયત ભર્યું કૃત્ય આચર્યું
Advertisement
પરપ્રાંતીય મહિલા સાથે પતિની જેમ રહેતા નરાધમે બાજુની ઓરડીમાં રમતી બાળા સાથે હેવાનીયતભર્યું કૃત્ય આચર્યું. પતિની જેમ રહેતા વ્યક્તિએ પોતાની દીકરીને જ હવસનો શિકાર બનાવી હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવી છે

બાળકીની માતા સાથે પતિની જેમ રહેતા શખ્સે આચર્યું  કુકર્મ
મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં માસૂમ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ શરમજનક કૃત્ય બાળકીની માતા સાથે પતિની જેમ રહેતા શખ્સે આચર્યું હોવાનું સામે આવતા આ નરાધમ ઉપર ફિટકારની લાગણી વરસી રહી છે. 

અગાઉ પતિને છોડીને પોતાની પાંચ વર્ષની દીકરી સાથે સિરામીક કારખાનાની ઓરડીમાં રહેતી હતી
જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક સિરામીક ફેક્ટરીમાં પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ધૃણાસ્પદ ઘટનાની તાલુકા પોલીસ અધિકારી કે.એ.વાળાએ વિગતો આપતા જણાવ્યું હતું કે બીજા રાજ્યમાંથી થોડા સમય અગાઉ પતિને છોડીને પોતાની પાંચ વર્ષની દીકરી સાથે સિરામીક કારખાનાની ઓરડીમાં રહીને મજૂરી કામ કરવા આવેલી મહિલાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વતની રવિરાજ રાજેન્દ્રભાઈ થરેસા સાથે પ્રેમ સંબંધ બંધાતા આ બન્ને કારખાનાની એક જ ઓરડીમાં ઘણા સમયથી પતિ પત્નીની જેમ જ સાથે રહેવા લાગ્યા હતા.

નરાધમે સાથે રહેતી પરપ્રાંતીય મહિલાની પાંચ વર્ષની દીકરી ઉપર નજર બગાડી
દરમિયાન બન્ને પતિ પત્નીની જેમ રહેતા હોય આ સંબંધથી સાવકો બાપ થતો હોવા છતાં આ નરાધમે સાથે રહેતી પરપ્રાંતીય મહિલાની પાંચ વર્ષની દીકરી ઉપર નજર બગાડી હતી અને બનાવના દિવસે મહિલા પોતાની ઓરડીમાં હોય અને બીજી બાજુની ઓરડીમાં રમતી પોતાની પુત્રી સમાન આ બાળકી પાસે જઈ ઓરડીને અંદરથી બંધ કરીને નરાધમે બાળકી ઉપર કુર્કમ આચર્યું હતું. હવસ સંતોષી લીધા બાદ નરાધમ ભાગી ગયો હતો.
 બાળકી દર્દથી રડતી હોવાથી તેની માતા અને આસપાસના લોકો દોડી ગયા
જ્યારે હેવાનીયત કૃત્યનો ભોગ બનેલી બાળકી દર્દથી રડતી હોવાથી તેની માતા અને આસપાસના લોકો દોડી ગયા ત્યારે આ નરાધમની પાપલીલાનો ભાંડો ફૂટ્યો હતો અને મહિલાએ આ શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ મહિલાએ કહ્યું હતું કે તેણીએ આરોપી સાથે લગ્ન કરી લીધા હોવાનો દાવો કર્યો હતો. પણ આ અંગે કોઈ પુરાવા ન હોઇ સાચી હકીકત બહાર લાવવા મહિલાના અસલ પતિને જાણ કરીને મોરબી બોલાવ્યા છે. જે આવ્યા બાદ જ તેના છૂટાછેડા થઈ ગયા બાદ આ બીજા લગ્ન છે કે કેમ તે હકીકત બહાર આવશે અને જો કે હાલ આરોપી હાથવેંતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
Tags :
Advertisement

.

×