ગુજરાત ફર્સ્ટના અહેવાલને પગલે અંકલેશ્વરની નાલંદા સ્કૂલમાં હાથ ધરાઇ સફાઇ, શૈક્ષણિક કાર્ય થયું પૂર્વવત
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નાલંદા સ્કૂલના સંકુલમાં ગટરના પ્રદૂષિત પાણી ફરી વળ્યા હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતાની સાથે બંને ગ્રામ પંચાયત કામે લાગી ગઈ હતી અને શાળા સંકુલમાંથી ગટરના પ્રદૂષિત પાણી બહાર કાઢી સંકુલને ચોખ્ખું કરી નાખવામાં આવ્યું હતું જેના પગલે પાંચ દિવસ માટે જાહેર કરાયેલી રજાઓ રદ કરી ફરી શિક્ષણ કાર્ય માત્ર એક જ દિવસ બાદ શરૂ કરી દેવામાં આવ્યું હતું.અàª
Advertisement
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નાલંદા સ્કૂલના સંકુલમાં ગટરના પ્રદૂષિત પાણી ફરી વળ્યા હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતાની સાથે બંને ગ્રામ પંચાયત કામે લાગી ગઈ હતી અને શાળા સંકુલમાંથી ગટરના પ્રદૂષિત પાણી બહાર કાઢી સંકુલને ચોખ્ખું કરી નાખવામાં આવ્યું હતું જેના પગલે પાંચ દિવસ માટે જાહેર કરાયેલી રજાઓ રદ કરી ફરી શિક્ષણ કાર્ય માત્ર એક જ દિવસ બાદ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક સારંગપુર અને ગડખોલ ગ્રામ પંચાયતની વચ્ચે આવેલી નાલંદા સ્કૂલ સંકુલમાં ગટરના પ્રદૂષિત પાણી ફરી વળ્યા હતા. જેના પગલે તાત્કાલીક ધોરણે વિદ્યાર્થીઓને રજાઓ આપી પાંચ દિવસ માટે સ્કૂલ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ સમગ્ર અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતાં જ ગડખોલ ગ્રામ પંચાયત અને સાળંગપુરની ગ્રામ પંચાયત સતત કામે લાગી ગઈ હતી અને જામ થઈ ગયેલી ગટરની સફાઈ કરવા સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી કામગીરી બાદ આખરે નાલંદા સ્કૂલ સંકુલમાં ભરાયેલા ગટરના પ્રદૂષિત પાણીનો નિકાલ થતાં સમગ્ર સંકુલ ચોખ્ખું કરીને શિક્ષકોને જાણ કરવામાં આવી હતી જેના પગલે શિક્ષકોએ પણ પાંચ દિવસ જે રજા જાહેર કરી હતી તેને રદ કરી તાબડતોબ શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું. . જે બાદ ફરી એકવાર નાલંદા સ્કૂલ વિદ્યાર્થીઓની કિલિકારીઓથી ગુંજી ઊઠી હતી.
ગટરના પ્રદૂષિત પાણી સ્કૂલ સંકુલમાં ભરાઈ રહેતા શિક્ષકોએ રજા જાહેર કરી પરંતુ તેના નિકાલ માટેના પ્રયાસો ન કરતા આખરે મીડિયાએ વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર ન પડે તે માટે સમગ્ર અહેવાલ પ્રકાશિત કર્યા હતા જેના પગલે તાબડતોબ બંને ગ્રામ પંચાયત અને તંત્ર કામે લાગ્યું હતું અને ગટરના પ્રદૂષિત પાણીનો નિકાલ કરી માત્ર એક જ દિવસમાં સ્કૂલ કાર્ય શરૂ કરી દેતા મીડિયાનો પણ સ્થાનિકો આભાર માની રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


