રાજકોટમાં યોજાઇ અશ્વ મેરેથોન, 30 કિલોમીટરની રેસમાં 18 શ્રેષ્ઠ અશ્વોએ લીધો ભાગ
રાજકોર હાલાર ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથવાર અશ્વ મેરેથોન યોજાઇ હતી.. 30 કિલોમીટરની આ અશ્વમેરેથોનમાં સૌરાષ્ટ્ર ના 18 જેટલા અશ્વોએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આ પ્રકારની અશ્વ મેરેથોન યોજાઇ હતી.રાજાશાહી વખત થી અશ્વ નું મહત્વ રહ્યું છે. આજે પણ અશ્વને પ્રેમથી ઉછેર અને રાઈડિંગ કરનારા લોકો જોવા મળે છે ત્યારે રાજકોટ નાં હાલાર સ્ટડ ફાર્મ દ્વારા સૌરાષ્ટ્ર મા પ્રથમ વખત યોજાયેલà«
Advertisement
રાજકોર હાલાર ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથવાર અશ્વ મેરેથોન યોજાઇ હતી.. 30 કિલોમીટરની આ અશ્વમેરેથોનમાં સૌરાષ્ટ્ર ના 18 જેટલા અશ્વોએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આ પ્રકારની અશ્વ મેરેથોન યોજાઇ હતી.રાજાશાહી વખત થી અશ્વ નું મહત્વ રહ્યું છે. આજે પણ અશ્વને પ્રેમથી ઉછેર અને રાઈડિંગ કરનારા લોકો જોવા મળે છે ત્યારે રાજકોટ નાં હાલાર સ્ટડ ફાર્મ દ્વારા સૌરાષ્ટ્ર મા પ્રથમ વખત યોજાયેલી અશ્વ મેરેથોન મા સૌરાષ્ટ્ર અમદાવાદ નાં અસવાર પોતાના મહામુલા અશ્વો સાથે જોડાયા હતા.
15 કિમીના રાઉન્ડ પછી અશ્વનું હેલ્થ ચેકઅપ
ત્રીસ કિલો મીટર ની આ અશ્વ મેરેથોન અશ્વ ની ફિટનેસ નું ખૂબજ ઈમ્પોર્ટન્ટ હતું કેમ કે 15કિલો મીટર એક રાઉન્ડ પૂર્ણ થાય પછી વેટરનરી તબીબ અશ્વ ની હાર્ટબીડ અને ચાલ ચેક કરે તેમાં યોગ્ય હોઈ તો જ બીજા તબક્કા નાં 15કિલો મીટર ની મેરેથોન મા અશ્વ અને અસવાર ભાગ લઈ શકે.
ઘોડી અને વછેરીની જોડીએ જગાવ્યું આકર્ષણ
રાજકોટ નાં ઈશ્વરીયા ગામ મા યોજાયેલી અશ્વ મેરેથોન મા ભાગ લેવા આવેલા પણ કહે છે અમારા માટે આ અશ્વ કિંમતી કાર થી મહામુલા છે ફોર્ચ્યુનકાર થી મોંધા અશ્વ સાથે તેઓ આ રોમાંચક અશ્વ મેરેથોન મા ભાગ લઈ ખુશી અનુભવતાં હતા જેમાં એક ઘોડી અને વછેડી ની જોડી એ આકર્ષણ જગાવ્યું હતું
7.7 ડિગ્રી ઠંડીમાં યોજાઇ મેરેથોન
રાજકોટ મા અશ્વમેરેથોન મા કાઠીયાવાડી મારવાડી સહીત અશ્વો સાથે અસવાર આવ્યા હતા રાજકોટ ની 7.7ડિગ્રી ઠંડી મા અશ્વ અને અસવારોએ મેરેથોનમાં ભાગ લીધો હતો અને અશ્વ ની ફિટનેસ સાથે 30કિલો મીટર ની મેરેથોનનિર્ધારિત સમય મા પૂર્ણ કરી પ્રથમ દ્ધિતીય સહીત વિજેતા ક્રમ મેળવ્યો હતો અને ત્યારે એક જ સૂર હતો કે રાજ્યસરકાર અશ્વ ઉછેર અને રાઇડીંગ ને પ્રોત્સાહિત કરશે તો કાઠીયાવાડી અશ્વોનું જતન થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


