જિલ્લામાં ત્રણ વર્ષની સરખામણીમાં પાંચ હજાર હેકટરમાં તમાકુના પાકનું વાવેતર વધ્યું
અગાઉના સમયમાં સોનાના પર્ણના મુલક તરીકે ઓળખાતા ચરોતર પ્રદેશમાં તમાકુ જ મુખ્ય ખેતી પાક હતો. જુદા જુદા પ્રકારની તમાકુની ખેતી દ્વારા અનેકો ખેડૂતો આર્થિક રીતે સદ્ઘર બન્યા છે. આણંદ (Anand)જિલ્લામાં તમાકુનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો કે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક તમાકુની ખેતી ઘટાડવા સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તમાકુના દિનપ્રતિદિન વધતા જતા ઉપયો
Advertisement
અગાઉના સમયમાં સોનાના પર્ણના મુલક તરીકે ઓળખાતા ચરોતર પ્રદેશમાં તમાકુ જ મુખ્ય ખેતી પાક હતો. જુદા જુદા પ્રકારની તમાકુની ખેતી દ્વારા અનેકો ખેડૂતો આર્થિક રીતે સદ્ઘર બન્યા છે. આણંદ (Anand)જિલ્લામાં તમાકુનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો કે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક તમાકુની ખેતી ઘટાડવા સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તમાકુના દિનપ્રતિદિન વધતા જતા ઉપયોગના કારણે તેના વાવેતરમાં વધારો થઇ રહ્યો છે. જો કે તમાકુ સેવનથી કેન્સર સહિતની ગંભીર બિમારીઓ થવાની વધુ સંભાવના છે.
જો કે આણંદ જિલ્લામાં ડાંગર અને તમાકુ મુખ્ય પાક છે. પરંતુ અન્ય પાકના વાવેતરની સરખામણીએ ખેડૂતોને તમાકુ વાવેતરનો ખર્ચ ઓછો અને વેચાણ ભાવ વધુ મળે છે. આથી તમાકુનું વાવેતર ઘટાડવામાં આવે તો આર્થિક રીતે નુકસાની થઇ શકે છે તેવી ગણતરી ખેડૂતો મૂકી રહ્યા છે. જેના કારણે તમાકુને બદલે ખેડૂતો અન્ય વૈકલ્પિક ખેતી પાક તરફ વળે તે માટે અભિયાન સહિત ખેતી સહાય યોજનાઓ પણ સરકારે અમલમાં મૂકી છે. વિવિધ રોકડિયા પાકો અંગે ખેડૂતોને માર્ગદર્શન માટે સેમિનાર, તાલીમ યોજવામાં આવે છે.
પરંતુ તેની આણંદ જિલ્લામાં નોંધનીય અસર જોવા મળતી નથી. છેલ્લા ત્રણ વર્ષમાં આણંદ જિલ્લામાં ગત વર્ષ કરતાં તમાકુનું વાવેતર ઘટયું છે. પરંતુ એવરેજ વાવેતરમાં વધારા સાથે આ વર્ષ 5 હજાર હેકટર વધારો જોવા મળે છે. રવિ સીઝનમાં જિલ્લામાં અડધોઅડધ વિસ્તારમાં તમાકુનું વાવેતર થાય છે. જિલ્લામાં 1.48 લાખ હેકટરમાંથી 63 હજાર હેકટરમાં તમાકુનું વાવેતર થયું છે. જે ગત વર્ષ કરતાં 50 હજાર હેકટર ઓછું છે. પરંતુ ત્રણ વર્ષની સરખામણીમાં પાંચ હજાર હેકટરમાં વાવેતર વધ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


