રાજ્યના આ શહેરમાં નગરપાલિકાના મહિલા પ્રમુખ પર ફેંકાઈ શાહી, કારણ ચોંકાવી દેશે
કચ્છના ગાંધીધામ ખાતે આજે નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન નગરપાલિકાના મહિલા પ્રમુખ પર શાહી ફેંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. આજે સવારે 11 વાગ્યે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ ઉપસ્થિત રહેવા માટે ટાઉનહોલ ખાતે પહોંચ્યા ત્યારે જ વોર્ડ નંબર 12 ના રહેવાસીઓ અને કોંગ્રેસના નગરસેવકોએ તેમને દરવાજા પર અટકાવી દીધા હતા અને વિકાસ કામોના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતà«
Advertisement
કચ્છના ગાંધીધામ ખાતે આજે નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન નગરપાલિકાના મહિલા પ્રમુખ પર શાહી ફેંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. આજે સવારે 11 વાગ્યે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ ઉપસ્થિત રહેવા માટે ટાઉનહોલ ખાતે પહોંચ્યા ત્યારે જ વોર્ડ નંબર 12 ના રહેવાસીઓ અને કોંગ્રેસના નગરસેવકોએ તેમને દરવાજા પર અટકાવી દીધા હતા અને વિકાસ કામોના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. આ દરમિયાન મહિલા પ્રમુખના મોઢા પર શાહી ફેંકવામાં આવી હતી અને તેમને તેમનું મોઢું કાળું કરી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
અચાનક બનેલી ઘટનાથી હેબતાઈ ગયેલા મહિલા પ્રમુખ ઈશીતાબેને આરોપ મૂક્યો હતો કે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમિત જોશી જયશ્રીબેન ચાવડા સહિતના આગેવાનોએ તેમના પર આ હુમલો કર્યો છે અને આ રીતે તેઓ શાહી ફેંકી શકે છે તો ક્યારેક તેજાબ હુમલો પણ કરી શકાય તેવો આરોપ તેમણે મુક્યો હતો. ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસ પહોંચી હતી. જોકે, સામાન્ય સભા શરૂ ન કરવા દેવાના કોંગ્રેસના નગરસેવકોનો પ્રયાસ વચ્ચે પોલીસની સાથે રાખી સામાન્ય સભા શરૂ કરવામાં આવી હતી, તેમાં વિવિધ વિકાસ કામોના ઠરાવો કરવામાં આવ્યા હતા. દરમિયાન વિરોધ પક્ષના નેતા સમીપ જોશીએ જણાવ્યું હતું કે તેમણે કરેલા કાળા કરતુતોના કારણે જ નાગરિકોએ તેમનું મોઢું કાળું કર્યું છે. જેમાં કોંગ્રેસનો કોઈ હાથ નથી લોકો વિકાસ કામોના મુદ્દે ખૂબ જ નારાજ છે. બહુમતી ધરાવતા ભાજપના શાસકો પોતાની વિકરાળ બહુમતીના જોરે પોતાના જ વિકાસ કામો કરતા હોવાનો આરોપ કર્યો હતો.
નોંધનીય છે કે, ગાંધીધામ નગરપાલિકામાં વિકરાળ બહુમતી ધરાવતા ભાજપના શાસક પક્ષમાં પણ આંતરિક ડખ્ખો છે. થોડા સમય પહેલા ભાજપના જ નગરસેવક નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો અને મહિલા પ્રમુખ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. બીજી તરફ આ ઘટના બાદ ભાજપના સભ્યો બી ડીવીજન પોલીસ મથક પહોંચા હતા. જોકે, પછીથી શાસક પક્ષના નેતાઓની મીટિંગ નગરપાલિકા ખાતે મળી હતી, જેમા આગળની કાર્યવાહી માટે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


