Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યના આ શહેરમાં અચાનક કેમ કરવામાં આવ્યો અંધારપટ, જાણો

રાજયના તમામ નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓના પડતર પ્રશ્નોને લઈને રાજય સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા નગરપાલિકાના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી ગત રાત્રિએ રાજયની 157 નગરપાલિકામાં એક દિવસ માટે સ્ટ્રીટ લાઈટો બંધ કરી ગુજરાતમાં અંધારપટ કાર્યક્રમ કરવાનો નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા નિર્ણય કરાયો છે. જેના ભાગરૂપે ગત રાત્રિએ બોટ
રાજ્યના આ શહેરમાં અચાનક કેમ કરવામાં આવ્યો અંધારપટ  જાણો
Advertisement
રાજયના તમામ નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓના પડતર પ્રશ્નોને લઈને રાજય સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા નગરપાલિકાના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી ગત રાત્રિએ રાજયની 157 નગરપાલિકામાં એક દિવસ માટે સ્ટ્રીટ લાઈટો બંધ કરી ગુજરાતમાં અંધારપટ કાર્યક્રમ કરવાનો નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા નિર્ણય કરાયો છે. 

જેના ભાગરૂપે ગત રાત્રિએ બોટાદ, ગઢડા, બરવાળા નગરપાલિકાના કર્મચારીઓ સ્ટ્રીટ લાઈટો બંધ રાખી સમગ્ર બોટાદ જિલ્લામાં અંધારપટ કરી સરકારની અન્યાયકારી નીતિનો વિરોધ કર્યો હતો. વળી આ વિરોધના કારણે જાહેર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તે સ્ટ્રીટ લાઇટો બંધ થતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ થઇ ગયો હતો અને આ કારણોસર વાહન ચાલકો તેમના વાહનની લાઇટો ચાલુ રાખી આગળ વધતા જોવા મળ્યા હતા. આ પ્રકારના વિરોધ મારફતે નગરપાલિકાના કર્મચારીઓ રાજ્ય સરકારને પ્રાથમિક દ્રષ્ટિએ તે દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, જો તેમની માંગો પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અન્ય આવશ્યક સેવાઓ જેવી કે, પાણી, સફાઈ અને લાઇટ પણ બંધ કરી અચોક્કસ મુદતની હડતાળ પર નગરપાલિકાના કર્મચારીઓ ઉતરે તેવી તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.  

Tags :
Advertisement

.

×