Home » કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલની MLAએ કરી મુલાકાત
કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલની MLAએ કરી મુલાકાત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
59
વિશ્વમાં કોરોના ફરીએકવાર હાહાકાર મચાવી રહયો છે ત્યારે ભરૂચ જીલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તૈયારીઓનું નિરીક્ષણ કરી
ભારતમાં કોરોનાના વધતા જતા જોખમ વચ્ચે આજે દેશભરનાં કોવિડ હેલ્થ સેન્ટરો પર મોકડ્રિલ શરૂ કરવામાં આવી હતી ત્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પણ ભરૂચ સિવિયલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને કોરોનાના જોખમને ધ્યાને લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
હાલ પૂરતા 50 બેડ તૈયાર કરવામાં આવ્યા છે
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે હાલ પૂરતા 50 બેડ તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ ઑક્સીજન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા,મેડિકલ ઓફિસર અભિનવ શર્મા,સિવિલ હોસ્પિટલના હેડ ડો.પરાગ પંડ્યા, મેડિકલ સુપ્રિટેન્ડન્ટઆર.કે.બંસલ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીઓ બાબતે સૂચના આપી હતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject