Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં કંપનીની સિસ્ટમમાં ડિલિવરી થઈ ગયાનું બતાવી અઢી હજારથી વધુ પાર્સલ સગેવગે, 2 આરોપીઓની ધરપકડ

સુરત શહેરમાં સાયબર ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં એક્સપ્રેસ બીજ બિઝીલ લોજિસ્ટિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સિસ્ટમના ID પાસવર્ડ મેળવીને કેટલાક ઈસમોએ કંપનીની મંજૂરી વગર 2648 જેટલા પાર્સલો કંપનીની સિસ્ટમમાં ડિલિવરી થઈ ગયા હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હતો. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળતા પોલીસે બે આરોà
સુરતમાં કંપનીની સિસ્ટમમાં ડિલિવરી થઈ ગયાનું બતાવી અઢી હજારથી વધુ પાર્સલ સગેવગે  2 આરોપીઓની ધરપકડ
Advertisement
સુરત શહેરમાં સાયબર ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં એક્સપ્રેસ બીજ બિઝીલ લોજિસ્ટિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સિસ્ટમના ID પાસવર્ડ મેળવીને કેટલાક ઈસમોએ કંપનીની મંજૂરી વગર 2648 જેટલા પાર્સલો કંપનીની સિસ્ટમમાં ડિલિવરી થઈ ગયા હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હતો. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. 

કંપનીની સિસ્ટમના ID પાસવર્ડ મેળવી લીધા 
સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક્સપ્રેસ બીજ બિઝીલ લોજિસ્ટિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 6/7/2022થી 9/7/2022 દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવવા માટે ગમે તે રીતે કંપનીની સિસ્ટમના ID પાસવર્ડ મેળવી લીધા હતા અને કંપનીની મંજૂરી વગર જ કંપનીમાં આવેલા મીસો કંપનીના 2,648 જેટલા પાર્સલો કંપનીએ ગ્રાહકને ડીલીવર કરી દીધા હોવાનું બતાવીને કંપની સાથે છેતરપીંડી આચરી હતી. 
 
બે ઇસમોની ધરપકડ કરવામાં આવી 
આ મામલે ફરિયાદના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી અને સાયબર ક્રાઇમ પોલીસે બાતમીના આધારે પ્રણવ કુમાર પરીડા અને રવિ કાછડીયા નામના બે ઈસમોની ધરપકડ કરી છે. જેમાં પ્રણવ કુમાર મૂળ ઓડીસા ગંજામનો રહેવાસી છે અને અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા જલારામ નગરમાં રહે છે અને તે ઓનલાઈનના ધંધા સાથે સંકળાયેલો છે. 
બીજો આરોપી રવિ કાછડીયા મૂળ અમરેલી મોણપુરનો રહેવાસી છે અને તે હાલ સુરતના પુણા ગામમાં શાંતિનગર સોસાયટીમાં રહે છે આરોપી પણ ઓનલાઇન ના વેપાર સાથે સંકળાયેલો છે. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત મિસો કંપની પાસેથી પણ ડેટા મંગાવવામાં આવ્યો છે. તો પોલીસની પૂછપરછ માં વધુ કોઈ નવા ખુલાસા થાય તો નવાઈ નહીં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×