Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ

વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સમગ્ર રાજ્યમાં માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવે છે તે અંતર્ગત જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ મધ્યસ્થ ખંડમાં માતૃભાષા વંદના અને સ્વરચિત કાવ્ય પઠન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના વિધાર્થીઓ ઉપરાંત જૂનાગઢના નિવાસી અધિક કલેકટર એલ.વી. બાંભણીયા એ પણ પોતાના સ્વરચિત કાવ્યો રજૂ કર્યા હતા.ગુજરાતી સાહિત્યà
ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ
Advertisement
વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સમગ્ર રાજ્યમાં માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવે છે તે અંતર્ગત જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ મધ્યસ્થ ખંડમાં માતૃભાષા વંદના અને સ્વરચિત કાવ્ય પઠન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના વિધાર્થીઓ ઉપરાંત જૂનાગઢના નિવાસી અધિક કલેકટર એલ.વી. બાંભણીયા એ પણ પોતાના સ્વરચિત કાવ્યો રજૂ કર્યા હતા.
ગુજરાતી સાહિત્યના અનેક રત્નો પણ બહાર આવ્યા છે
ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનો માતૃભાષા સાથે અનોખો નાતો રહ્યો છે, આઝાદી પહેલાં માત્ર શિક્ષણના હેતુ થી જ જે ભવ્ય ઈમારતનું નિર્માણ થયું ત્યારે જૂનાગઢમાં નવાબનું શાસન હતું, નવાબના વજીર બહાઉદ્દીનભાઈએ આ કોલેજનું માત્ર શિક્ષણના હેતુથી નિર્માણ કરાવ્યું હતું અને તે સમયે અંગ્રેજો આ કોલેજના આચાર્ય હતા, મહત્વની વાત એ છે કે અંગ્રેજોનું શાસન અને એક અંગ્રેજ આચાર્ય હોવા છતાં પણ અહીં ગુજરાતી માધ્યમમાં શિક્ષણકાર્ય ચાલતું હતું, ગુજરાતી આપણી માતૃભાષા છે અને તે સમયે પણ માતૃભાષાનું કેટલુ મહત્વ હતું તે અહીં તાદ્રશ થાય છે, વળી આ કોલજમાં ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ અને મનોજ ખંઢેરીયા જેવા લેખકો, સાહિત્યકારો અને કવિઓ અભ્યાસ કરી ચૂક્યા છે. જે કોલેજના પાયામાં માતૃભાષા છે ત્યાંથી ગુજરાતી સાહિત્યના અનેક રત્નો પણ બહાર આવ્યા છે, માતૃભાષા દિવસે કોલેજમાં અહીં અભ્યાસ કરી ચૂકેલા ગુજરાતી સાહિત્યના રત્નોને યાદ કરવામાં આવ્યા અને સ્વરચિત કાવ્યોનું પઠન કરીને માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.

યુનેસ્કોએ1999 માં21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા ઉજવવાની જાહેરાત કરી હતી
1999 ના નવેમ્બરમાં યુનેસ્કો દ્વારા ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવા તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવા દર વર્ષે 21 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.1952 માં ભાષા આંદોલન વખતે માર્યા ગયેલા વિદ્યાર્થીઓની યાદમાં યુનેસ્કોએ 1999ના નવેમ્બર માસમાં તા. 21ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યાર વર્ષ 2000 થી દર વર્ષે 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
1956 માં બાંગ્લા ભાષાને પાકિસ્તાનમાં સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો
ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી 1947 માં પાકિસ્તાન સરકારે ઉર્દુને રાષ્ટ્રભાષા નો દરજ્જો આપ્યો તે વખતે પૂર્વ પાકિસ્તાન ( હાલમાં બાંગ્લાદેશ ) માં તેનો વિરોધ થયો હતો. 21ફેબ્રુઆરી 1952 માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અન્ય સામાજીક સંગઠનોએ વિરોધ દેખાવો કર્યા. પોલીસે દેખાવકારો પર ગોળીબાર કરતા ચાર વિદ્યાર્થીઓના મૃત્યુ થયા ત્યાર બાદ 1956 માં બાંગ્લા ભાષાને પાકિસ્તાનમાં સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો.
વિશ્વમાં બોલાતી ભાષાના 90 ટકા જેટલી ભાષા બોલનારની સંખ્યા 1 લાખથી પણ ઓછી છે
વિશ્વમાં હાલમાં 6809 ભાષા બોલાય છે જો કે તેમાંથી અડધો અડધ વસ્તી ફકત 23 ભાષાનો જ ઉપયોગ કરે છે. 2400 જેટલી ભાષા નામશેષ થવાને આરે છે. વિશ્વમાં બોલાતી ભાષાના 90 ટકા જેટલી ભાષા બોલનારની સંખ્યા 1 લાખથી પણ ઓછી છે. 350 જેટલી ભાષા તો એવી છે કે તેને બોલનારની સંખ્યા 50 કરતા પણ ઓછી છે.કમ્બોડીયન ભાષામાં સૌથી વધુ 74 અક્ષર છે. જયારે રોટોકાસ દેશની પાપુઅન ભાષામાં સૌથી ઓછા ફકત 11અક્ષર છે જ્યારે અંગ્રેજી ભાષામાં સૌથી વધુ અઢી લાખ શબ્દો છે. પપુઆ ન્યુગીનીઆ એક નાનકડો દેશ છે પરંતુ આ દેશમાં સૌથી વધુ 840 ભાષાઓ બોલાય છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×