ગુજરાતમાં પ્રો-ઇન્કબન્સી છે :PM MODI
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં ભાજપ (BJP) દ્વારા આક્રમક પ્રચાર શરુ થયો છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે સુરેન્દ્રનગરમાં દૂધરેજ ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતમાં પ્રો ઇન્કબન્સી છે અને ગુજરાતની જનતાએ એન્ટી ઇન્કબન્સી શબ્દને હટાવી દીધો છે. ગુજરાતની જનતા ભાજપને સમર્થન આપવાની છેસુરેન્દ્રનગરમાં જાહેરસભાને સંબોધન કરતાં વડાપ્રધ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં ભાજપ (BJP) દ્વારા આક્રમક પ્રચાર શરુ થયો છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે સુરેન્દ્રનગરમાં દૂધરેજ ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતમાં પ્રો ઇન્કબન્સી છે અને ગુજરાતની જનતાએ એન્ટી ઇન્કબન્સી શબ્દને હટાવી દીધો છે.
ગુજરાતની જનતા ભાજપને સમર્થન આપવાની છે
સુરેન્દ્રનગરમાં જાહેરસભાને સંબોધન કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઝાલાવાડની ધરતી પર પગ મુકવો મારુ સૌભાગ્ય છે અને સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવારોને એમએએલએ બનાવાનું નક્કી કર્યું છે. મને સંતોના આશિર્વાદ મળ્યા છે. સંતોએ હેલિપેડ પર આવી મને આશિર્વાદ આપ્યા. જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં સભામાં કેસરીયો સાગર દેખાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ એન્ટી ઇન્કબન્સી શબ્દ હટાવી દીધો છે. ગુજરાતમાં પ્રો ઇન્કબન્સી છે. ગુજરાતની જનતા ભાજપને સમર્થન આપવાની છે. મને વિશ્વાસ છે કે સંતોના આશિર્વાદ એળે નહીં જાય. આ ચૂંટણી ભૂપેન્દ્ર નરેન્દ્ર નહીં પણ જનતા લડી રહી છે.
ગુજરાતની જનતાએ રિવાજ બદલ્યો છે
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ગુજરાતની જનતાએ રિવાજ બદલી નાંખ્યો છે અને આ ચૂંટણી ગુજરાતની માતા-બહેનો લડી રહી છે. તેમણે કહ્યું કે અઘરા કામ કરવા જ જનતાએ મને બેસાડ્યો છે અને હું અઘરા કામ પુરા કરીને જનતાનું ભલું કરું છું.
કોંગ્રેસ પર આકરા પ્રહાર
જાહેરસભામાં વડાપ્રધાનશ્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જનતાએ હટાવ્યા એટલે પદ માટે યાત્રા કરી રહ્યાં છે. સભામાં મેધા પાટકરને લઈ કોંગ્રેસને વડાપ્રધાનશ્રીએ આડે હાથ લીધી હતી અને કહ્યું કે કોંગ્રેસના નેતાઓ નર્મદા વિરોધીના ખભે હાથ મુકીને પદ માટે યાત્રા કરે છે. આવા વિરોધીઓને ગુજરાતની જનતા સજા કરવાની છે. આ ચૂંટણી નર્મદા વિરોધીઓને સજા કરવાની છે. તેમણે કહ્યું કે નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે.
કોંગ્રેસે મને અનેક અપશબ્દો કહ્યા
કોંગ્રેસવાળાનો અહંકાર તો જુવો કોંગ્રેસ કહે છે કે મોદીને તેની ઓકાત બતાવી દઇશું. તમે મને મોતનો સોદાગર પણ કહ્યો. તમે મને નીચ અને નીચી જાતિનો કહ્યો. કોંગ્રેસે મને અનેક અપશબ્દો કહ્યા. મારી કોઇ ઓકાત નથી. હું સેવક અને સેવાદાર છું. મારી ઓકાત તો સેવા કરવાની છે. તેઓ રાજખાન છે હું સેવાદાર છું .આ બધુ છોડો, વિકાસની વાતો કરો. ધીમી ગતિએ ચાલું નથી પણ દોડવું છે. અમે હિસાબ આપવા તૈયાર છીએ. મને જે કહેવું હોય તે કહે મારે તો કામ કરવું છે. ઔકાત વિશે નહીં પણ વિકાસ વિશે વાત કરવી જોઇએ.
તેમણે કહ્યું કે સુરેન્દ્ર, ભૂપેન્દ્ર અને નરેન્દ્રનો સંગમ છે. બધા પોલીંગ બુથમાં ભાજપને જીતાડજો.
Advertisement


