દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે આખરે ભરૂચ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસ અને પતિએ પત્નીને અંધારામાં રાખી હોસ્પિટલની દવા કરાવી ગર્ભ પડાવી દેવા સહિતના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આખરે ભરૂચ મહિલા પોલીસ મથકમાં પોતાના પતિ સહિત સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી આરંભી છે.દહેજની માંગણી કરીભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદીએ પોતાના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યા છે લગ્નના દસેક દિવસ સાસરિà
Advertisement
દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસ અને પતિએ પત્નીને અંધારામાં રાખી હોસ્પિટલની દવા કરાવી ગર્ભ પડાવી દેવા સહિતના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આખરે ભરૂચ મહિલા પોલીસ મથકમાં પોતાના પતિ સહિત સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી આરંભી છે.
દહેજની માંગણી કરી
ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદીએ પોતાના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યા છે લગ્નના દસેક દિવસ સાસરિયાંઓએ સારી રીતે રાખ્યા બાદ સાસરિયાંઓ મેણા-ટોણા માણવા લાગેલ અને કહેતા કે હેસિયત મુજબ દહેજ આપેલ નથી તારા બાપે અમારી હેસિયત પ્રમાણે લગ્ન કરાવેલ નથી અને ફરિયાદીનો પતિ નવું ઘર ખરીદવું છે તારા બાપ પાસેથી 10 લાખ લઈ આવ તેવું કહેતા ફરિયાદીએ પૈસા લાવવાનીના પાડતા પતિએ માર જુડ કરી હતી અને પતિ કહે તો તું મારા લાયક નથી તું મને ગમતી નથી મેં મારા માં - બાપના કહેવાથી તારી સાથે લગ્ન કર્યાં છે અને જ્યારે ફરિયાદી કોઈની સાથે ફોન ઉપર વાત કરે તો પતિ હંમેશા કહેતો કે કયા ભાયડા સાથે વાત કરે છે તેમ કહી પતિ ફરિયાદીને તલાક આપવા જણાવતો હતો.
ગર્ભ પડાવી દીધો
ફરિયાદી જ્યારે ગર્ભવતી થઈ ત્યારે તેણીએ પતિને કહ્યું હું ગર્ભવતી થઈ છું તેમ કહેતા જ ફરિયાદીનો પતિ તેણીને ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ એક ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જઈ ડોક્ટરના કહ્યા મુજબ દવા ચાલુ કરેલી અને ફરિયાદીના પિતા ઈદ કરવા માટે લેવા આવતા તેમની સાથે ભુવા ગામે ગયેલી અને ઈદના અઠવાડિયા પછી પતિ તેડવા આવતા તેમની સાથે સાસરીમાં ગઈ હતી અને બીજા દિવસે ભરૂચ દવા લેવા આવેલી અને ડોક્ટરે ઇન્જેક્શન મારેલું અને તે ઇન્જેક્શનની અસર ધીરે ધીરે થવા લાગેલી અને રાત્રે 9 વાગે પેટમાં અચાનક દુઃખાવો થતા ફરિયાદીએ પતિને કહેલ પરંતુ તેઓએ ધ્યાન પર લીધેલ નહીં અને બ્લડીંગ પણ થવા લાગ્યું હતું જેના કારણે બીજા દિવસે ભરૂચની હોસ્પિટલમાં જ્યાં દવા ચાલતી હતી ત્યા મારી સાસુ અને માસી સાસુ લઈ ગયેલ અને ફરિયાદીનું ક્રિએટન કરાવેલું તેની જાણ આ લોકોએ ફરિયાદીના માતા પિતાને કરેલી ન હતી.
પોલીસ ફરિયાદ નોંધાઈ
જ્યારે ફરિયાદીના માતા પિતા તેણીને અન્ય ડોક્ટર પાસે લઈ ગયેલા જ્યાં તેમણે તપાસ કરાવતા ડોક્ટરે જણાવેલ કે 19/08/2022ના રોજ ઇન્જેક્શન આપવામાં આવેલું તેના કારણે ગર્ભ પડી ગયેલ છે તેવું કહેતા ગભરાઈ ગયેલી ફરિયાદીએ પોતાના પતિને ફોન કરેલ પરંતુ તેઓએ ઉપાડેલ નહીં અને તેડવા પણ આવેલ નહીં અને અંતે ફરિયાદીએ દહેજ ભૂખ્યા સાસરીયાઓમાં પતિ સાસુ સસરા ત્રણેય રહે પરમાર ફળિયુ દેત્રાલનાઓ સામે મહિલા પોલીસમાં દહેજ ધારા અને ગાળો ભાડવા સહિત શારીરિક માનસિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


