રાપર તાલુકા પંચાયતના સદસ્યના યુવાન પુત્રએ ગળેફાંસો ખાઇ આપઘાત કરતા અરેરાટી
ભુજના( Bhuj) રાપર તાલુકા પંચાયતના સદસ્યના યુવાન પુત્રએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં રાપરમાં આઘાતની લાગણી છવાઈ જવા પામી છેમરણ જના૨ ૨૨ વર્ષિય સુખદેવ ઊર્ફે બળદેવ વિશાભાઈ ચૌહાણનો મૃતદેહ રાપરની પ્રાગપર ચોકડીએ ચામુંડા હોટેલ પાછળ આવેલી અવાવરૂ ઓરડીમાંથી મળી આવ્યો હતો. મૃતક યુવક દુકાન ચલાવતો હતો અને પરિણીત હતો.મૃતકના પિતા વિશાભાઈ ચૌહાણ રાપર તાલુકા પંચાયતની કિડીયાનગર બેઠà
Advertisement
ભુજના( Bhuj) રાપર તાલુકા પંચાયતના સદસ્યના યુવાન પુત્રએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં રાપરમાં આઘાતની લાગણી છવાઈ જવા પામી છેમરણ જના૨ ૨૨ વર્ષિય સુખદેવ ઊર્ફે બળદેવ વિશાભાઈ ચૌહાણનો મૃતદેહ રાપરની પ્રાગપર ચોકડીએ ચામુંડા હોટેલ પાછળ આવેલી અવાવરૂ ઓરડીમાંથી મળી આવ્યો હતો. મૃતક યુવક દુકાન ચલાવતો હતો અને પરિણીત હતો.
મૃતકના પિતા વિશાભાઈ ચૌહાણ રાપર તાલુકા પંચાયતની કિડીયાનગર બેઠક પરથી ચૂંટાયેલાં છે.સુખદેવ ગત સાંજે પાંચ વાગ્યાથી એકાએક લાપત્તા બન્યો હતો. પરિવારજનોએ આખી રાત તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન, આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સુખદેવના આપઘાતનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


