Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

140 વર્ષ જૂનો બ્રિજ 2 કરોડના ખર્ચે રિનોવેશન બાદ માત્ર ચાર દિવસમાં તૂટી પડ્યો

મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થવાની ઘટનામાં અનેક લોકો મોતને ભેટી ચૂકયા છે...તો અનેક લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.. વાત કરીએ આ પુલની તો આ પુલ 140 વર્ષથી પણ વધુ જૂનો હતો. 20 ફેબ્રુઆરી 1879ના રોજ આ પુલનું ઉદઘાટન કરાયુ હતું.. પુલનું ઉદઘાટન ગવર્નર રિચર્ડ ટેમ્પલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુલ બનાવવાનો સામાન તે સમયે ઇંગ્લેંડથી મંગાવવામાં આવ્યો હતો. તે સમયે સાડા ત્રણ લાખ રૂપિયાના ખર્ચે આ બ
140 વર્ષ જૂનો બ્રિજ 2 કરોડના ખર્ચે રિનોવેશન બાદ માત્ર ચાર દિવસમાં તૂટી પડ્યો
Advertisement
મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થવાની ઘટનામાં અનેક લોકો મોતને ભેટી ચૂકયા છે...તો અનેક લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.. વાત કરીએ આ પુલની તો આ પુલ 140 વર્ષથી પણ વધુ જૂનો હતો. 20 ફેબ્રુઆરી 1879ના રોજ આ પુલનું ઉદઘાટન કરાયુ હતું.. પુલનું ઉદઘાટન ગવર્નર રિચર્ડ ટેમ્પલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુલ બનાવવાનો સામાન તે સમયે ઇંગ્લેંડથી મંગાવવામાં આવ્યો હતો. 
તે સમયે સાડા ત્રણ લાખ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. પુલની લંબાઇ 765 ફૂટ જેટલી હતી. તાજેતરમાં જ પુલના રિનોવેશનની કામગીરી પૂર્ણ થઇ હતી..રિનોવેશનની કામગીરી લગભગ 6 મહિના ચાલી હતી. જે બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બ્રિજ પર જવા માટે 15 રૂપિયા ટિકીટ રાખવામાં આવી હતી. 
 
 આ બ્રિજના મેઇન્ટેનન્સની જવાબદારી ઓરેવા ગ્રુપ સંભાળે છે.. આ ગ્રુપે માર્ચ 2022થી માર્ચ 2037 સુધી એટલે કે 15 વર્ષ માટે મોરબી નગરપાલિકા સાથે આ મામલે કરાર કરેલો છે. આ ગ્રુપ પાસે જ બ્રિજની સુરક્ષા,સફાઇ, જાળવણી, ટોલ વસુલવાનું કામ છે.
Tags :
Advertisement

.

×