Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સલૂનમાં નવી સ્ટાઇલથી વાળ કાપવાની હોશિયારી યુવકને પડી ભારે

વલસાડના વાપીના સુલપડમાં બની વિચિત્ર ઘટનાવાળ કાપવાના સલૂનમાં યુવાનને અખતરા પડ્યા ભારેકાતરથી વાળ કાપવાને બદલે સળગાવીને વાળ કાપતા બની દુર્ઘટનાનવી સ્ટાઇલથી વાળ કાપવાની હોશિયારી પડી ભારેસમગ્ર ઘટના મોબાઈલમાં કેદયુવક ગળાના ભાગ સુધી દાઝ્યોકોઈ પણ પ્રકારની મહારત વિના અખતરા કરતા બની દુર્ઘટનાઘાયલ યુવાન સિવિલ હોસ્પિટલમાં ખસેડાયોતહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા લોકો કપડા ખરીદવાથી àª
સલૂનમાં નવી સ્ટાઇલથી વાળ કાપવાની હોશિયારી યુવકને પડી ભારે
Advertisement
  • વલસાડના વાપીના સુલપડમાં બની વિચિત્ર ઘટના
  • વાળ કાપવાના સલૂનમાં યુવાનને અખતરા પડ્યા ભારે
  • કાતરથી વાળ કાપવાને બદલે સળગાવીને વાળ કાપતા બની દુર્ઘટના
  • નવી સ્ટાઇલથી વાળ કાપવાની હોશિયારી પડી ભારે
  • સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ
  • યુવક ગળાના ભાગ સુધી દાઝ્યો
  • કોઈ પણ પ્રકારની મહારત વિના અખતરા કરતા બની દુર્ઘટના
  • ઘાયલ યુવાન સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા લોકો કપડા ખરીદવાથી લઇને પોતાના સુંદર દેખાવ માટે ઘણું બધુ કરતા હોય છે. મહિલા કે યુવતીઓ કપડા અને જ્વેલરીમાં તો પુરુષો અથવા નવ યુવક સ્ટાઇલિશ દેખાવવા માટે અલગ-અલગ પ્રકારના હેર સ્ટાઇલ કરાવવા સલૂન જતા હોય છે. પરંતુ ઘણીવાર સ્ટાઇલમાં દેખાવવાની લાલસામાં દુર્ઘટના બની જતી હોય છે જે ભારે પડી શકે છે. તાજેતરમાં એક સલૂનમાં એવી ઘટના બની કે જે જોયા બાદ તમારા રુંવાટા ઉભા થઇ જશે.
રાજ્યમાં એક યુવકને વાળ કાપવાના સલૂનમાં અખતરા કરવું ભારે પડ્યું હતું. સામાન્ય રીતે તમે સલૂનમાં જાઓ છો તો ત્યા તમારા વાળને કાતરની મદદથી કાપવામાં આવે છે પરંતુ હવે નવા યુગમાં જાણે નવ યુવકો અવનવા પ્રયોગો કરવામાં માને છે. ત્યારે આજના સમયે ઘણા સલૂનમાં વાળ કાપવા માટે કાતરની નહીં પણ આગની મદદ લેવામાં આવે છે. આ અખતરા ઘણીવાર ભારે પડી જતા હોય છે. કઇંક આવું જ વલસાડના વાપીના સુલપડમાં બન્યું જ્યા એક યુવકને વાળ કાપવાના સલૂનમાં અખતરો કરવો ભારે પડી ગયો હતો. અહીં યુવકને કાતરથી વાળ કાપવાને બદલે સળગાવીને વાળ કાપતા વાળમાં આગ લાગી ગઇ હતી. આ આગ લાગવાની સાથે જ યુવકના સમગ્ર ચહેરાથી લઇને તેની ગર્દન સુધી પહોંચી હતી. વાળ કાપનાર વ્યક્તિએ આગને શાંત કરવા માટે પ્રયત્ન કર્યો પરંતુ આગ શાંત ન થતા ત્યા હાજર લોકો ડરી ગયા હતા. જોકે, થોડીવારમાં આ આગ ઓલવાઇ ગઇ પરંતુ ત્યા સુધી યુવક ઘણો દાઝી ગયો હતો. યુવક ગર્દનની બાજુએ વધારે દાઝી ગયો છે. આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઇ છે. યુવકની હાલતને ધ્યાનમાં રાખી તેને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા તેની સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આજના નવ યુવકો વાળને અલગ-અલગ રીતે કપાવતા હોય છે. વળી બીજી તરફ સલૂન પણ એવા હાઇટેક ગેજેટ્સથી ભરપૂર હોય છે જ્યા લોકો મોટી રકમ આપી પોતાને સુંદર બનાવવા માટે જતા હોય છે. તમે ઘણીવાર વાળને કાપવા માટે તેમા આગ લગાવવામાં આવે તેવા વિડીયો જોયા જ હશે જે એક મહારત હાસિંલ કરેલા લોકો હોય છે કે જે જાણે છે કે કેવી રીતે આગની મદદથી વાળ કાપી શકાય પરંતુ ઘણીવાર મહારત હાસિંલ ન હોય તેવા લોકો પણ આવા અખતરા કરતા હોય છે અને પછી પરિણામ જે આ યુવક સાથે થયું તેવું આવતું હોય છે.  
Tags :
Advertisement

.

×