Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ ચૂંટણી આગામી 25 વર્ષનું ભાવિ નક્કી કરશે: PM MODI

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ને આડે હવે એક સપ્તાહનો સમય બચ્યો છે ત્યારે ભાજપ દ્વારા આક્રમક પ્રચાર ચાલી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સતત વિવિધ સ્થળએ જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી મોદી ઝંઝાવાતી ચૂંટણી પ્રચારમાં આજે બનાસકાંઠાના પાલનપુરમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે વિજય સંકલ્પ સંમેલનને સંબોધન કર્યું હતું. આ સંમેલન દ્વારા તેમણે જિલ્લાનà
આ ચૂંટણી આગામી 25 વર્ષનું ભાવિ નક્કી કરશે  pm modi
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ને આડે હવે એક સપ્તાહનો સમય બચ્યો છે ત્યારે ભાજપ દ્વારા આક્રમક પ્રચાર ચાલી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સતત વિવિધ સ્થળએ જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી મોદી ઝંઝાવાતી ચૂંટણી પ્રચારમાં આજે બનાસકાંઠાના પાલનપુરમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે વિજય સંકલ્પ સંમેલનને સંબોધન કર્યું હતું. આ સંમેલન દ્વારા તેમણે જિલ્લાની 9 વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. 

પાલનપુરમાં સંબોધી જાહેર સભા
વડાપ્રધાને પાલનપુરમાં જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું કે આ ચૂંટણી આગામી 25 વર્ષનું ભાવિ નક્કી કરશે.  ગુજરાતના વિકાસની વાતો કરું તો કંઇ ખુટે જ નહીં. વિકાસના એટલા બધા કામો કર્યા છે કે તમે ગણ્યા કરો.  તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતમાં રણને તોરણ બનાવ્યું છે. વિકાસથી નવી સંભાવનાઓ આપણે ઉભી કરી છે. કચ્છના રણોત્સવથી આપણને અનેક ફાયદા થઇ રહ્યા છે. પર્યાવરણમાં ભારત પોતાની નામના કરી રહ્યું છે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવાનું છે. 
મા અંબાના ધામમાં રોજગારી ઉભી થશે
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ધાર્મિક સ્થળો પર વધુમાં વધુ લોકો આવે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. મા અંબાના ધામમાં રોજગારી ઉભી થશે. 
 પાંચ 'પ'નું આપ્યું સૂત્ર
તેમણે કહ્યું કે હું પાંચ 'પ'ની વાત કરવા આવ્યો છું. તેમણે આ સભામાં પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન, પોષણ અને પાણીનું સૂત્ર આપ્યું હતું. ધરોઇ ડેમને પર્યટન સ્થળ બનાવાશે. તેમણે કહ્યું કે યુવાનોને કહેવાનું છે કે ઉજ્જવળ 25 વર્ષની ચિંતા કરજો. આમ તો બનાસકાંઠા પર મારો હક તો ખરો તેમ પણ તેમણે કહ્યું હતું. આ વખતે બનાસકાંઠામાં તમે ભાજપને 100 ટકા મત આપજો તેમ તેમણે કહ્યું હતું. 

વાતાવરણ વાવાઝોડાનું છે, ચમકારો દેખાશે
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે મજબૂત સરકાર બનાવવા માટે તમારું સમર્થન જોઇએ. ઘેર ઘેર જઇને કહેજો કે આપણાં નરેન્દ્ર ભાઇ આવ્યા હતા. આ વખતે વાતાવરણ વાવાઝોડાનું છે, ચમકારો દેખાશે. તમે મને લોકસભામાં ખુબ મતો આપ્યા, એનો રેકોર્ડ તોડજો તેમ તેમણે કહ્યું હતું. 
Tags :
Advertisement

.

×