Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચા ની ચૂસકી લેતા લેતા કાળનો કોળિયો બનતા બચ્યા લોકો, જુઓ video

ગુજરાતના સુરત શહેરમાં રસ્તા પર દોડતી એક બોલેરો પિકઅપ વાન ચાના સ્ટોલ સાથે અથડાઈ જેમાં મોટી જાનહાનિ ટળી છે.  સુરતના સારોલી વિસ્તારમાં ચાના સ્ટોલ પર બોલેરો પીકઅપ વાન ઘૂસી ગઈ હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં  ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.CCTVમાં કેદ થયેલી આ તસવીરો સુરતના સારોલી વિસ્તારમાં આવેલા બાપાનો બગીચો નામના ચાના ઢાબાની છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે લોકો ઢાબામાં ખાટલા પર àª
ચા ની ચૂસકી લેતા લેતા કાળનો કોળિયો બનતા બચ્યા લોકો  જુઓ video
Advertisement
ગુજરાતના સુરત શહેરમાં રસ્તા પર દોડતી એક બોલેરો પિકઅપ વાન ચાના સ્ટોલ સાથે અથડાઈ જેમાં મોટી જાનહાનિ ટળી છે.  સુરતના સારોલી વિસ્તારમાં ચાના સ્ટોલ પર બોલેરો પીકઅપ વાન ઘૂસી ગઈ હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં  ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
CCTVમાં કેદ થયેલી આ તસવીરો સુરતના સારોલી વિસ્તારમાં આવેલા બાપાનો બગીચો નામના ચાના ઢાબાની છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે લોકો ઢાબામાં ખાટલા પર સૂઈને ચાની ચૂસકી લેતા હોય છે. આ રોડ પરથી એક બોલેરો પીકઅપ વાન ખૂબ જ ઝડપે અહીં પ્રવેશે છે. બોલેરો પીકઅપ વાન પ્રવેશતાની સાથે જ અહીં બેઠેલા લોકો તેની સાથે અથડાય છે અને બાકીના લોકોમાં ફફડાટ ફેલાયો છે.
હોટલમાં બેસેલા ત્રણ લોકો ઘાયલ થયા
બોલેરો પીકઅપ વાનની સ્પીડ એટલી ઝડપી હતી કે અહીં બેઠેલા લોકો કંઈ સમજે તે પહેલા જ તે સામે આવેલા તમામ લોકોને કચડીને બહાર નીકળી ગઈ હતી. જે સમયે આ અકસ્માત થયો તે સમયે વિક્રમ હીરા નામનો છોકરો ઢાબામાં ચા બનાવી રહ્યો હતો. આ ઘટનામાં કુલ  ત્રણ  લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઢાબા પર ચા બનાવનાર વિક્રમ નસીબદાર હતો કે તેનો બચાવ થયો.
Tags :
Advertisement

.

×