કયા મહિલા ઉમેદવારો પાસે છે સૌથી વધુ સોનું? આ યાદીમાં રિવાબાનું પણ છે નામ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી છે. ત્યારે રાજ્યમાં મુખ્ય ત્રણ પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જનતાને રીઝવવનો પૂરો પ્રયત્ન કરી રહી છે. આ ચૂંટણીમાં પુરુષની સાથે આ ત્રણેય પાર્ટીઓએ 37 મહિલા ઉમેદાવારોને ટીકીટ આપી છે. ત્યારે આ મહિલાઓમાં સૌથી વધુ સોનુ કોની પાસે છે અને કેટલું છે આ જાણકારી તાજેતરમાં સામે આવી છે. આ ચૂંટણીમાં મહિલા ઉમેદવારોમાં સયાજીગંજ બેઠકના અમીબેન રા
Advertisement
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી છે. ત્યારે રાજ્યમાં મુખ્ય ત્રણ પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જનતાને રીઝવવનો પૂરો પ્રયત્ન કરી રહી છે. આ ચૂંટણીમાં પુરુષની સાથે આ ત્રણેય પાર્ટીઓએ 37 મહિલા ઉમેદાવારોને ટીકીટ આપી છે. ત્યારે આ મહિલાઓમાં સૌથી વધુ સોનુ કોની પાસે છે અને કેટલું છે આ જાણકારી તાજેતરમાં સામે આવી છે. આ ચૂંટણીમાં મહિલા ઉમેદવારોમાં સયાજીગંજ બેઠકના અમીબેન રાવત પાસે સૌથી વધુ સોનું હોવાનું સામે આવ્યું છે. જીહા, તેમની પાસે કુલ 140 તોલા સોનું છે. આ યાદીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉત્તરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનું નામ પણ સામેલ છે.
કયા મહિલા ઉમેદવારો પાસે કેટલું છે સોનું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ સોનું ધરાવતા જો કોઇ ઉમેદવાર હોય તો તે સયાજીગંજ બેઠકના ઉમેદવાર અમીબેન રાવત છે. જેમની પાસે 140 તોલા સોનું છે, જ્યારે આ યાદીમાં બીજા નંબર પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રિવાબાનું નામ આવે છે. જેમની પાસે કુલ 120 તોલા સોનું છે. વળી આ ઉપરાંત તેમની પાસે 14.80 લાખની ડાયમંડની જ્વેલરી પણ છે. તેઓ એન્જિનિયર છે. તેમની પાસે 62 લાખની સંપત્તિ છે અને વાર્ષિક આવક 6 લાખથી વધુ છે, પરંતુ તેમની પાસે એક પણ વાહન નથી. હવે આ યાદીમાં ત્રીજા નંબર પર પાટણ બેઠકથી ભાજપના ઉમેદવાર ડૉ.રાજુલ દેસાઈ છે. જેમની પાસે કુલ 70 તોલા સોનું છે. આ કડીમાં હવે ચોથા સ્થાને ગાંધીનગર ઉત્તર બેઠકથી ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલ છે. જેમની પાસે કુલ 58.13 તોલા સોનું છે. જ્યારે પાંચમાં નંબર પર કુતીયાણાના ભાજપના ઉમેદવાર ઢેલી ઓડેદરા છે. જેમની પાસે 50 તોલા સોનું છે.
ભાજપના ઉમેદવારો પાસે છે સૌથી વધુ 80 તોલા સોનું
રાજ્યની ચૂંટણીમાં ત્રણ પક્ષના કુલ 37 મહિલા ઉમેદવારો પાસે કેટલુ સોનું અને સંપત્તિ છે તેને તેઓએ એફિડેવિટ્સમાં જાહેર કર્યું છે. ભાજપ પાસે કુલ 800થી વધુ તોલા સોનું છે. તો વળી કોંગ્રેસ પાર્ટીના મહિલા ઉમેદવારો પાસે 600થી વધુ તોલા સોનું છે. જ્યારે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારો પાસે કુલ 90 તોલાથી વધુ સોનું છે. વળી બીજી તરફ સૌથી વધુ સંપત્તિની વાત કરવામાં આવે તો રિવાબા સૌથી આગળ જોવા મળે છે. તેમની પાસે 97.35 કરોડની સંપત્તિ છે. તે પછી મહુવાના હેમાંગીબેન ગરાસિયા પાસે 30.67 કરોડ, ડેડિયાપાડાના કોંગ્રેસ ઉમેદવાર જેરમા વસાવા પાસે 67.21 કરોડ, ગાંધીનગરના રીટાબેન પટેલ પાસે 20.74 કરોડ, નારણપુરા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ પાસે 10.98 કરોડનની સંપત્તિ છે.
આ પણ વાંચો - પાકિસ્તાનની જનતા ક્યારે નથી ઈચ્છતી કે ગુજરાતમાં ભાજપની સરકાર બને : કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


