Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શા માટે થઇ અમુલના એમડી આર.એસ.સોઢીની હકાલપટ્ટી ? કયા આરોપોએ લીધો ભોગ ?

અમુલના એમડી આર.એસ.સોઢીની હકાલપટ્ટી ચર્ચાનો વિષય બની છે.. શું અચાનક એવું કંઇક થયુ કે જેને કારણે આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરાઇ ? કે પછી આ નિર્ણય ખુબજ સમજી વિચારીને અને તેમના કાર્યકાળ દરમ્યાન તેમના પર ગેરરીતીના જે આક્ષેપો થયા છે તેમાં સચ્ચાઇ જણાયા બાદ આ હકાલપટ્ટી કરાઇ ?  તે સવાલ ઉઠ્યો છે. આર.એસ.સોઢીની હકાલપટ્ટી ચર્ચાનો વિષય એટલા માટે વધારે બની છે કારણ કે આ નિર્ણય સીધો જ કેન્દ્રએ લીધો હોવàª
શા માટે થઇ અમુલના એમડી આર એસ સોઢીની હકાલપટ્ટી   કયા આરોપોએ લીધો ભોગ
Advertisement
અમુલના એમડી આર.એસ.સોઢીની હકાલપટ્ટી ચર્ચાનો વિષય બની છે.. શું અચાનક એવું કંઇક થયુ કે જેને કારણે આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરાઇ ? કે પછી આ નિર્ણય ખુબજ સમજી વિચારીને અને તેમના કાર્યકાળ દરમ્યાન તેમના પર ગેરરીતીના જે આક્ષેપો થયા છે તેમાં સચ્ચાઇ જણાયા બાદ આ હકાલપટ્ટી કરાઇ ?  તે સવાલ ઉઠ્યો છે. આર.એસ.સોઢીની હકાલપટ્ટી ચર્ચાનો વિષય એટલા માટે વધારે બની છે કારણ કે આ નિર્ણય સીધો જ કેન્દ્રએ લીધો હોવાનું અને આ અંગે હકાલપટ્ટીના આદેશ સુધી ખુદ રાજ્યના સહકાર મંત્રી પણ અજાણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.  આ સંજોગમાં તેમના પર કયા આરોપ લાગ્યા તેને લઇને પણ લોકોમાં સવાલ ઉઠ્યા છે...તો ચાલો આર.એસ.સોઢીની હકાલપટ્ટી પાછળના સંભવિત કારણો બીજા શબ્દોમાં કહીએ તો તેમના પર લાગેલા આરોપો પર નજર કરીએ.
અમુલ પાર્લરની પરવાનગીમાં ગેરરીતિનો આરોપ 
અમુલ પાર્લર એ અમુલની કોઇપણ પ્રોડ્કટ ખરીદવા માટેનું સૌથી મુખ્ય સ્થળ છે.. અમુલ પાર્લર ખોલવા માટેની પરવાનગી આર.એસ.સોઢીએ પોતાના હાથમાં રાખી હતી.. અને આક્ષેપ છે કે સોઢીએ આ પરવાનગી આપવામાં ગેરરીતિ આચરી હતી. 
મશીનરી ખરીદીમાં ગેરરીતીના આક્ષેપ 
આઇસ્ક્રીમ માટેના મશીન હોય કે પછી અન્ય મશીનરીની ખરીદી હોય.. સોઢી પર આ મશીનરીની ખરીદીમાં ગેરરીતિ આચરવાનો આક્ષેપ છે..આ કથિત ગેરરીતી પણ તેમની હકાલપટ્ટી માટે કારણભૂત મનાય છે  
ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવાનો આરોપ 
આર.એસ.સોઢી એમડીના દરજ્જા પર હોવાથી દરેક બાબતમાં તેમનો નિર્ણય આખરી ગણાતો. આ સંજોગોમાં તેમણે કેટલાક ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવાના નિર્ણયો લીધા હોવાનું પણ માનવામાં આવે છે 
 
વહીવટમાં મનમાનીનો આક્ષેપ 
આક્ષેપ છે કે આર.એસ.સોઢી વહીવટમાં મનમાની કરતા હતા, કોઇનું પણ માનતા ન હતા. વહીવટમાં મનમાની કરી તેઓએ અનેક અયોગ્ય કામોને અંજામ આપ્યો હોવાનું  પણ માનવામાં આવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×