અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ આવતા હવે પેપર કપનો વિકલ્પ બનવા જઇ રહ્યા છે વેફર કપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પેપર કપ પર પ્રતિબંધ મુકી દીધો છે ત્યારે, અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસેના લકી ટી સ્ટોલ ખાતે અલગ જ કપમાં ચાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અહીં ચોકલેટ,વેનિલા અને ઈલાઈચી ફ્લેવરના વેફર કપમાં અમદાવાદીઓ ચાનો આનંદ માણી રહ્યા છે. ખાસ પ્રકારના વેફર કપ હવે પેપર કપના વિકલ્પ બન્યા છે. લોકો ચોકલેટ, વેનિલા અને ઈલાયચી ફ્લેવર્ડ વેફર કપમાં ચા પીધા બાદ આ કપને ખાઈ પà
Advertisement
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પેપર કપ પર પ્રતિબંધ મુકી દીધો છે ત્યારે, અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસેના લકી ટી સ્ટોલ ખાતે અલગ જ કપમાં ચાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અહીં ચોકલેટ,વેનિલા અને ઈલાઈચી ફ્લેવરના વેફર કપમાં અમદાવાદીઓ ચાનો આનંદ માણી રહ્યા છે.
ખાસ પ્રકારના વેફર કપ હવે પેપર કપના વિકલ્પ બન્યા છે. લોકો ચોકલેટ, વેનિલા અને ઈલાયચી ફ્લેવર્ડ વેફર કપમાં ચા પીધા બાદ આ કપને ખાઈ પણ શકશે. અડધી ચાનો ભાવ રૂ.12 છે તેની વેફર કપ સાથેની કોસ્ટ રૂ.14થી 16 થઈ જશે કુલ્લડમાં અપાતી ચા માટે રૂ.15 ચૂકવવા પડશે.
પેપર કપ પર આવી રહેલા પ્રતિબંધથી આસ્ટોડિયા દરવાજા પાસેના લકી ટી સ્ટોલ પર વેફર કપમાં ચા આપવાનું શરૂ કરાયું છે. એક અલગ કન્સેપ્ટ સાથે ચા મળી રહી છે જે ચા પીધા બાદ તેનો કપ ખાઈ જવાનો હોય છે. .. એટલે એક સાથે 2 આનંદ માણવા હવે લોકોને મળશે. .. વેફર કપમાં અપાતી ચા 25 મિનિટમાં પી જવી પડશે. ટી-સ્ટોલના માલિકે કહ્યું, અમે ચાની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. પરંતુ વેફર કપ અને કુલ્લડને કારણે કોસ્ટ વધી જાય છે. વધારાના રૂ.4 વેફર કપ અને કુલ્લડ માટે વસૂલાય છે.
મહત્ત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતની પહેલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે જેણે આવો નિર્ણય લીધો હોય. મ્યુનિ.કોર્પોના જણાવ્યા પ્રમાણે પેપર કપ ઉપર પાબંદી મૂકવાના કારણે શહેરમાં આશરે 20 લાખ પેપર કપના વેસ્ટેજ ઉપર નિયંત્રણ આવશે. લોકો આ નિર્ણયને વધાવી રહ્યા છે કારણકે પેપર કપ બંધ થવાથી ગંદકી પણ ઓછી થશે તેમજ લોકો કુલ્લડ અથવા તો કપ રકાબીમાં ચા નો આનંદ માણશે અથવા તો સ્ટીલના ગ્લાસમાં ચા પીશે. .. ત્યારે લકી ટી સ્ટોલ દ્વારા એક ઓપ્શનમાં વધારો કરાયો છે વેફર કપ બનાવીને . .. વેફર કપનો કનસેપ્ટ યંગસ્ટર્સમાં પણ ખાસ ટ્રેન્ડિંગ થશે તો નવાઈ નહિ. .. કારણકે યંગ જનરેશનને રોજ કંઈક નવું ખાવા પીવા જોઈતું હોય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


