અરે વાહ માત્ર 2500 રૂપિયામાં આખા વર્ષનું કરિયાણું ?
હેડિંગ વાંચીને ખુશ થવાની બિલકુલ જરૂર નથી સમગ્ર હકીકત એમ છે કે સંસ્કારી નગરી મા વધુ એક છેતરપિંડીની ઘટના પ્રકાશ માં આવી છે રાશન ન મળનારા લોકોએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી અટલાદરામાં આવેલ સી ટી ગ્રુપના સંચાલક પિયુષ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે સી ટી ગ્રુપના સંચાલક પિયુષ પ્રજાપતિની પૂછપરછ પણ કરી 600 લોકોના 15 લાખ રૂપિયા પરત કરવાના હજી બાકીગરીબોને 2500 રૂપિ
Advertisement
હેડિંગ વાંચીને ખુશ થવાની બિલકુલ જરૂર નથી સમગ્ર હકીકત એમ છે કે સંસ્કારી નગરી મા વધુ એક છેતરપિંડીની ઘટના પ્રકાશ માં આવી છે રાશન ન મળનારા લોકોએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી અટલાદરામાં આવેલ સી ટી ગ્રુપના સંચાલક પિયુષ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે સી ટી ગ્રુપના સંચાલક પિયુષ પ્રજાપતિની પૂછપરછ પણ કરી 600 લોકોના 15 લાખ રૂપિયા પરત કરવાના હજી બાકીગરીબોને 2500 રૂપિયા માં આખું વર્ષ રેશન કીટ આપવાનુ કહી ફોર્મ ભરાવી હજારો લોકો પાસેથી નાણાં ખંખેરી લેવામા આવ્યા છે હવે આ ગરીબો ને ભરેલા રૂપિયા પરત લેવા ભર ઉનાળે લાઈન માં ઉભા રહેવનો વારો આવ્યો છે.
ગરીબોની સેવાના નામે લોકોને ઠગવાની અનેક યોજના
ગરીબોની સેવાના નામે લોકોને ઠગવાની અનેક યોજના ઓ બનાવી લોકો સાથે છેતરપિંડી થતી હોય છે આવું જ કાઈક વડોદરાના અટલાદરા અને તરસાલી વિસ્તાર બન્યું છે C Tગ્રુપ નામથી સંસ્થા બનાવી ગરીબો વિધવા અને મધ્યમ વર્ગ ના લોકોને આખું વર્ષ રેશન કીટ આપવાની લાલચ આપી ફોર્મ ભરાવી 2500 રૂપિયા ઉઘરાવવા માં આવ્યા હતા 1700 જેટલા ફોર્મ ભરાવી ને લાભાર્થીઓ ને 2500,3000 અને 5000 રૂપિયા ભરાવ્યા હતા નાણાં ભર્યા પછી એક મહિના બાદ દર મહિને રાશન કિટ આપવાની ભ્રામક વાતો કરી હતી જોકે લોકો ને છેતરાયા હોવાની ખબર પડતાં લોકો નાણાં પરત લેવા માટે સિટી ગ્રુપ સંસ્થા ની ઓફીસ ખાતે પોહચી રહ્યા છે.
ભોગ બનનાર ગરીબ નાગરિકો રોષે ભરાયાં
ગઈ કાલે મોડી રાત્રે C Tગ્રુપ ફ્રોડ હોવાની વાત વાયુ વેગે શહેર માં ફેલાઈ ગઈ હતી અને આ યોજના નો લાભ લેવા ઉછી ના રૂપિયા લાવી ભર્યા હતા તેવી વિધવા બહનો ગરીબો પોતાના ભરેલા નાણાં પરત લેવા વહેલી સવાર થી જ અટલાદરા વિસ્તારમાં આવેલી C T ગ્રુપ ની ઓફિસ ખાતે પહોચી ગયા હતા અને ખરા તડકા લાઈનો માં ઉભા રહ્યા હતા જોકે આ સંસ્થાનો સંચાલક બેંક રૂપિયા લેવા ગયો હોવાનું કહી ને ગયો હતો પરંતુ કલાકો સુધી પરત આવ્યો ન હતો જેના કારણે ભોગ બનનાર ગરીબ નાગરિકો રોષે ભરાયાં હતાં.લાંબા સમય બાદ સંસ્થા નો સંચાલક બેંક માંથી રૂપિયા લઈ આવતા ગરીબ નાગરિકો ને તેમની મેહનત ના રૂપિયા પરત આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
કહેવત છે કે લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખ્યેન મરે આવું જ કઈક વડોદરામાં બન્યું છે મોઘવારીના સમય 2500 રૂપિયા માં આખા વર્ષનું રાશન મેળવવાની લાલચ માં ગરીબો એ 2500 રૂપિયા ગુમાવ્યા છે જોકે વડોદરા માં બે ઓફિસો સરું કરી લોકોને છેતરનાર આ સંસ્થાનો સંચાલક કેટલા સમય થી આ રીતે લોકો ને છેતરતો હતો ? તેની સાથે અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ ? આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ કે સરકારી તંત્ર પણ અજાણ છે જોકે 1700 લોકો એ ભરેલા 70 લાખ રૂપિયા પરત આવશે કે પછી ગરીબો એ માથે હાથ દઈ રોવાનો વારો આવશે એ જોવું રહ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


